ફરસી પૂરી ની રેસીપી - Farsi Puri

Farsi Puri recipe In Gujarati

This recipe has been viewed 4107 times

फरसी पुरी की रेसिपी - हिन्दी में पढ़ें - Farsi Puri In Hindi 
Farsi Puri - Read in English 


ગુજરાતી લોકો જો દીવાળીના દીવસોમાં ફરસી પૂરી ન બનાવે તો તેમની દીવાળી અધૂરી જ ગણાય.

આ તળેલી પૂરી ફરસાણની વાનગીઓમાં બધાની મનપસંદ ગણાય છે. તેનું કારણ તો તમે જ્યારે તેનો સ્વાદ માણશો ત્યારે જ સમજાશે. આ પૂરી બહું સામાન્ય વસ્તુઓ વડે સહેલાઇથી બનાવી શકાય છે, પણ તેની મોઢામાં મૂક્તા જ પીગળી જાય એવી બનાવટનું કારણરૂપ છે કણિકમાં મેંદા સાથે મેળવેલો રવો અને ઘી તથા કાળા મરીનું પાવડર.

આ પૂરી એમ જ અથવા કોફી કે ચહા સાથે ખાઇને તેનો આનંદ માણો.

ફરસી પૂરી ની રેસીપી - Farsi Puri recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૨૪ પૂરી માટે
મને બતાવો પૂરી

ઘટકો
૧ કપ મેંદો
૨ ટેબલસ્પૂન રવો
૧ ટીસ્પૂન કરકરો પાવડર કરેલા કાળા મરી
૨ ટેબલસ્પૂન પીગળાવેલું ઘી
મીઠું, સ્વાદાનુસાર
તેલ, તળવા માટે
કાર્યવાહી
    Method
  1. એક ઊંડા બાઉલમાં બધી વસ્તુઓ ભેગી કરી, સારી રીતે મિક્સ કરી લીધા પછી તેમાં થોડું પાણી ઉમેરી કઠણ કણિક તૈયાર કરો.
  2. આ કણિકના ૨૪ સરખા ભાગ પાડી દરેક ભાગને ૫૦ મી. મી. (૨”) વ્યાસના ગોળાકારમાં વણી લો.
  3. આ વણેલી પૂરી પર ફોર્ક (fork) વડે કાંપા પાડી લો.
  4. હવે એક ઊંડી નૉન-સ્ટીક કઢાઇમાં તેલ ગરમ કરી, એક સાથે થોડી-થોડી પૂરી ધીમા તાપ પર બન્ને બાજુએથી હલકી બ્રાઉન રંગની થાય ત્યાં સુધી તળી લો, તે પછી તેને ટીશ્યુ પેપર પર કાઢી લો.
  5. પૂરી સંપૂર્ણ ઠંડી થાય તે પછી તેને હવાબંધ બરણીમાં ભરી લો.

Reviews