તાજી મશરૂમની કરી - Mushroom Curry, Indian Mushroom Masala Curry

Mushroom Curry, Indian Mushroom Masala Curry recipe In Gujarati

This recipe has been viewed 3248 times

फ्रेश मशरुम करी - हिन्दी में पढ़ें - Mushroom Curry, Indian Mushroom Masala Curry In Hindi 


મશરૂમને રાંધવાની ભારતીય રીત એટલે તાજી મશરૂમની કરી. તાજી લીલી કોથમીર અને બાફેલા કાંદાની પેસ્ટનો ગ્રેવીમાં ઉમેરો તેને ખૂબ જ સ્વાદિષ્ટ બનાવે છે, અને સૌમ્ય મશરૂમના સ્વાદથી તે ઉત્તમ બને છે.

અહીં ફક્ત યાદ રાખવું કે મશરૂમને ગરમ પાણીમાં ૨ મિનિટ પલાળી રાખવું જેથી તે નરમ થઇ જાય અને સાથે-સાથે સારી રીતે સાફ પણ થઇ જાય.

આ વાનગી કોઇ પણ રોટી અથવા પૂરી સાથે પીરસી શકો.

તાજી મશરૂમની કરી - Mushroom Curry, Indian Mushroom Masala Curry recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૪ માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો
૨ કપ પાણીમાં ઉકાળીને પાતળી સ્લાઇસ કરેલા મશરૂમ
૨ ટેબલસ્પૂન તેલ
એલચી
તમાલપત્ર
લવિંગ
૧/૨ ટીસ્પૂન ગરમ મસાલો
૧/૨ ટીસ્પૂન મરચાં પાવડર
૧ ટીસ્પૂન ઝીણું સમારેલું આદૂ
૧ ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં
૩/૪ કપ જેરી લીધેલું દહીં
૧/૪ કપ ઝીણી સમારેલી કોથમીર
મીઠું , સ્વાદાનુસાર

પેસ્ટ માટે
૧ કપ મોટા સમારેલા કાંદા
લસણની કળી
૧૨ મિલીલીટર ૧૨ મી.મી. (૧/૨”) નો આદૂનો ટુકડો
૨ ટેબલસ્પૂન કાજૂના ટુકડા
કાર્યવાહી
પેસ્ટ માટે

  પેસ્ટ માટે
 1. એક ઊંડા વાસણમાં કાંદા અને એક કપ પાણી મેળવી મધ્યમ તાપ પર કાંદા નરમ થાય ત્યાં સુધી રાંધી લીધા પછી તેને થોડા ઠંડા થવા માટે બાજુ પર રાખો.
 2. આ મિશ્રણમાં લસણ, આદૂ અને કાજૂ મેળવી મિક્સરમાં સુંવાળી પેસ્ટ તૈયાર કરી બાજુ પર રાખો.

આગળની રીત

  આગળની રીત
 1. એક કઢાઇમાં તેલ ગરમ કરી તેમાં એલચી, તમાલપત્ર અને લવિંગ નાંખી મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો.
 2. પછી તેમાં બનાવેલી પેસ્ટ મેળવી મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી સાંતળી લો.
 3. તે પછી તેમાં ગરમ મસાલો, મરચાં પાવડર, આદૂ અને લીલા મરચાં મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી રાંધી લો.
 4. તાપ થોડું ઓછું કરી, તેમાં દહીં મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
 5. છેલ્લે તેમાં મશરૂમ, કોથમીર, અને મીઠું મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર વધુ ૧ થી ૨ મિનિટ સુધી રાંધી લો.
 6. ગરમ ગરમ પીરસો.

Reviews