ઘઉંની બીકાનેરી ખીચડી - Gehun ki Bikaneri Khichdi ( Diabetic Recipe)

Gehun ki Bikaneri Khichdi ( Diabetic Recipe) In Gujarati

This recipe has been viewed 12336 times

गेहूं की बिकानेरी खिचड़ी - हिन्दी में पढ़ें - Gehun ki Bikaneri Khichdi ( Diabetic Recipe) In Hindi 


દીલને ખુશ કરતી આ રાજસ્થાની ઘઉંની બીકાનેરી ખીચડી એવી સ્વાદિષ્ટ અને ભપકાદાર છે કે તે તમને સંપૂર્ણ જમણનો અહેસાસ અપાવશે. ચોખાના બદલે ઘઉંનો ઉપયોગ આ ખીચડીમાં ફાઇબર અને લોહતત્વનો ઉમેરો કરે છે, જ્યારે તેમાં સમાન પ્રમાણમાં ઘી અને તેલનો ઉપયોગ તેની પારંપારિક્તા જાળવીને તેમાં ચરબીના પ્રમાણને ઓછું કરે છે. જો તમને આ વાનગીમાં ઘીનો ઉપયોગ ન કરવો હોય, અને તમને વધુ કોલેસ્ટ્રોલ હોય તો તેમાં ૨ ટીસ્પૂન તેલનો ઉપયાગ કરી શકો છો.

ઘઉંની બીકાનેરી ખીચડી - Gehun ki Bikaneri Khichdi ( Diabetic Recipe) in Gujarati

તૈયારીનો સમય:    પલાળવાનો સમય:  રાત્રભર   બનાવવાનો સમય:    કુલ સમય :     ૬માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો
૧ કપ ઘઉં
૧/૪ કપ પીળી મગની દાળ
૧ ટીસ્પૂન ઘી
૧ ટીસ્પૂન તેલ
૧/૪ ટીસ્પૂન જીરૂ
લીલા મરચાં , ચીરીઓ પાડેલા
૧/૪ ટીસ્પૂન હીંગ
મીઠું , સ્વાદાનુસાર
૧/૪ ટીસ્પૂન હળદર

પીરસવા માટે
લૉ ફેટ દહીં
કાર્યવાહી
    Method
  1. ઘઉંને ધોઇને એક બાઉલમાં જરૂરી પાણી સાથે રાત્રભર પલાળી રાખ્યા બાદ નીતારી લો.
  2. પછી પાણીનો ઉપયોગ કર્યા વગર તેને મિક્સરમાં ફેરવી કરકરી પેસ્ટ તૈયાર કરી બાજુ પર રાખો.
  3. મગની દાળને સાફ કરી ધોઇને એક બાઉલમાં જરૂરી પાણી સાથે ૨ કલાક પલાળી રાખ્યા બાદ નીતારીને બાજુ પર રાખો.
  4. એક પ્રેશર કુકરમાં ઘી ગરમ કરી તેમાં જીરૂ, લીલા મરચાં અને હીંગ મેળવો.
  5. જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં પીસેલા ઘઉં અને મગની દાળ મેળવી મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો.
  6. તે પછી તેમાં ૩ ૧/૨ કપ ગરમ પાણી, મીઠું અને હળદર મેળવી, સારી રીતે મિક્સ કરી પ્રેશર કુકરની ૬ સીટી સુધી બાફી લો.
  7. કુકરનું ઢાંકણ ખોલતા પહેલા તેની વરાળ નીકળી જવા દો. તે પછી તેને સારી રીતે મિક્સ કરી લો.
  8. લૉ ફેટ દહીં સાથે તરત જ પીરસો.
Nutrient values એક માત્રા માટે

ઊર્જા
૧૧૦ કેલરી
પ્રોટીન
૪.૨ ગ્રામ
કાર્બોહાઈડ્રેટ
૧૮.૫ ગ્રામ
ચરબી
૨.૨ ગ્રામ
ફાઇબર
૧.૦ ગ્રામ
લોહતત્વ
૧.૦ મી.ગ્રામ

Reviews