જુવાર અને વેજીટેબલના પૉરિજ - Jowar and Vegetable Porridge

Jowar and Vegetable Porridge recipe In Gujarati

This recipe has been viewed 2835 times

Jowar and Vegetable Porridge - Read in English 


જ્યારે તમે દરરોજના સવારના નાસ્તામાં એક જ વસ્તુ ખાઇને કંટાળી ગયા હો, ત્યારે આ એક નવી જુવારની પૌષ્ટિક વાનગી બનાવો જે પોષણદાઇ તો છે અને તે ઉપરાંત તેમાં સારા એવા પ્રોટીન, લોહ અને ફાઇબર પણ છે. તેમાં મેળવેલા શાક તેની વિટામીન-એ, ફાઇબર, ફોલીક એસિડ અને લોહની માત્રામાં વધારો કરે છે. આ જુવાર અને વેજીટેબલના પૉરિજ સાથે જ્યારે તમે કોઇ ફળ આરોગશો, ત્યારે તમે એટલા સંતુષ્ટ થઇ જશો કે બપોરના જમણના સમય સુધી બીજી કોઇ તબિયતને નુકશાનકારક એવી વસ્તુઓ જેવી કે બિસ્કિટસ્, નટસ્, ચીપ્સ્ વગેરે ખાવાની તમને જરા પણ ઇચ્છા નહીં થાય.

જુવાર અને વેજીટેબલના પૉરિજ - Jowar and Vegetable Porridge recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૪માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો
૧/૨ કપ અર્ધકચરી પાવડર કરેલી જુવાર
મીઠું , સ્વાદાનુસાર
૧ ટીસ્પૂન તેલ
૧ કપ સમારેલી મિક્સ શાકભાજી (ફણસી , ગાજર , લીલા વટાણા અને ફૂલકોબી)
૧/૨ ટીસ્પૂન રાઇ
એક ચપટીભર હીંગ

ટોપીંગ માટે
૨ ટેબલસ્પૂન સમારેલા ટમેટા
૨ ટેબલસ્પૂન સમારેલા કાંદા
૨ ટેબલસ્પૂન સમારેલી કોથમીર
કાર્યવાહી
  Method
 1. એક પ્રેશર કુકરમાં પાવડર કરેલી જુવાર, મીઠું અને ૩ કપ પાણી મેળવી, સારી રીતે મિક્સ કરી પ્રેશર કુકરની ૪ સીટી સુધી રાંધી લો.
 2. પ્રેશર કુકરનું ઢાંકણ ખોલતા પહેલા તેની વરાળને નીકળી જવા દો.
 3. એક ઊંડા પૅનમાં તેલ ગરમ કરી તેમાં રાઇ અને હીંગ મેળવો.
 4. જ્યારે દાણા તતડવા માંડે ત્યારે તેમાં મિક્સ શાકભાજી મેળવી મધ્યમ તાપ પર ૩ થી ૪ મિનિટ સુધી સાંતળી લો.
 5. તે પછી તેમાં રાંધેલી જુવારનું મિશ્રણ, ૧ ૧/૨ કપ પાણી અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી ધીમા તાપ પર ૬ થી ૭ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
 6. તેને ટમેટા, કાંદા અને કોથમીર વડે સજાવી તરત જ પીરસો.

હાથવગી સલાહ:

  હાથવગી સલાહ:
 1. ૧/૨ કપ અર્ધકચરી પાવડર કરેલી જુવાર માટે ૧/૨ કપ જુવાર મિક્સરમાં ફેરવીને પાવડર તૈયાર કરવો.
 2. જો પોરિજ બહુ ઘટ્ટ બની જાય, તો તેની ઘટ્ટતા ઓછી કરવા તેમાં થોડું પાણી મેળવવું.

Reviews