કંદ-આલૂ પકોડા, ફરાળી વાનગી | કંદ-આલૂ પકોડા - Kand Aloo Pakoda ( Faraal Recipe)

Kand Aloo Pakoda ( Faraal Recipe) In Gujarati

This recipe has been viewed 4877 timesકરકરા અને સુગંધયુક્ત વિશિષ્ટ સ્વાદવાળા કંદ, બટાટા અને કચરેલી મગફળી વડે બનતા આ કંદ-આલૂ પકોડા ઠંડીના દીવસોમાં મસાલાવાળી ચા સાથે સરસ લહેજત આપે એવા છે.

અહીં મગફળી પકોડાને સુગંધ તો આપે જ છે સાથે-સાથે પકોડાની રચનાને એવી મજેદાર બનાવે છે કે તમે ઉપવાસના દીવસોમાં તેને આનંદથી માણી શકશો.

ઉપવાસના બીજા વ્યંજન પણ અજમાવો જેમ સાબુદાણા વડા અને ફરાળી ઢોસા.

કંદ-આલૂ પકોડા, ફરાળી વાનગી - Kand Aloo Pakoda ( Faraal Recipe) in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૨ માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો
૧ કપ અર્ધ ઉકાળીને ખમણેલું કંદ
૧ કપ કાચા બટાટા , છોલીને ખમણેલા
૧ ટેબલસ્પૂન આરારૂટનો લોટ
૨ ટીસ્પૂન શેકેલી મગફળીનો પાવડર
૨ ટીસ્પૂન ઝીણી સમારેલી કોથમીર
૧ ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં
સિંધવ મીઠું , સ્વાદાનુસાર
તેલ , તળવા માટે

પીરસવા માટે
લીલી ચટણી
કાર્યવાહી
    Method
  1. એક બાઉલમાં બધી વસ્તુઓ ભેગી કરી, સારી રીતે મિક્સ કરી લો.
  2. હવે એક નૉન-સ્ટીક કઢાઇમાં તેલ ગરમ કરી તેમાં એક ચમચા જેટલું મિશ્રણ નાંખતા જઇ પકોડાને મધ્યમ તાપ પર દરેક બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લીધા પછી ટીશ્યુ પેપર પર કાઢી સૂકા થવા મૂકો.
  3. લીલી ચટણી સાથે તરત જ પીરસો.

હાથવગી સલાહ:

    હાથવગી સલાહ:
  1. પકોડાને તળતી વખતે તેલમાં ડૂબાડયા પછી વારે ઘડીએ ન હલાવો, નહીંતર પકોડા તેલમાં છૂટી જશે.

Reviews