લેયર્ડ કોર્ન ઍન્ડ સ્પીનેચ રાઇસ વીથ ટમેટો સૉસ | Layered Corn and Spinach Rice with Tomato Sauce

Layered Corn and Spinach Rice with Tomato Sauce recipe In Gujarati

This recipe has been viewed 1089 timesઆ વાનગી બનાવવા તમને જરૂરથી થોડો વધુ સમય લાગશે પણ એક વખત તે તૈયાર થઇને મોંઢામાં પાણી છુટી જાય એવી વાનગી તમારી સામે દેખાશે ત્યારે તમને તમારી મહેનત જરૂરથી લેખે લાગી એવી લાગણી ઉત્પન થશે.

તમારા કુંટુબીજનો જ્યારે તેનો દેખાવ, તેનો સ્વાદ અને તેની સુવાસને માણશે ત્યારે જરૂરથી વાહ વાહ પોકારી ઉઠશે. તાજું તૈયાર કરેલું ટમેટો સૉસ, મલાઇદાર પાલકનું મિશ્રણ અને કોર્નનું મિશ્રણ બાસમતી ચોખાને એવા સુશોભિત અને સુવાસીત બનાવે છે કે જલદીથી ખાવાની લાલચ થઇ આવશે.

તીખો સ્વાદ, મલાઇદાર ઘટ્ટ પાલકવાળા ભાતની સાથે ટમેટાના સૉસનો આનંદ અને તેની ઉપર સજાવેલું છીણેલું ચીઝ તેને ફ્કત આકર્ષક નથી બનાવતા પણ સ્વાદિષ્ટ અને ખુશ્બુદાર પણ બનાવે છે. જો કે તૈયારી કરવામાં થોડો વધુ સમય લાગે છે પણ બનાવવામાં વધુ સમય નથી જતો એટલે જ્યારે ભાત પીરસવાના હોય તેના થોડા સમય પહેલા જ તૈયાર કરવા જેથી તેનો આનંદ અને સ્વાદ તમે બરોબર માણી શકો.

લેયર્ડ કોર્ન ઍન્ડ સ્પીનેચ રાઇસ વીથ ટમેટો સૉસ - Layered Corn and Spinach Rice with Tomato Sauce recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૪ માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો

ભાત બનાવવા માટે
૨ કપ રાંધેલા બાસમતી ચોખા
૧ ટેબલસ્પૂન માખણ
૧/૨ કપ દૂધ
મીઠું, સ્વાદાનુસાર

કોર્નના મિશ્રણ માટે
૧ ૧/૪ કપ બાફીને હલકા છૂંદેલા મીઠી મકાઇના દાણા
૧ ટેબલસ્પૂન માખણ
૧/૨ ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં
૧/૪ કપ ઝીણા સમારેલા કાંદા
૧/૪ કપ દૂધ
૧ ટેબલસ્પૂન તાજું ક્રીમ
૧/૨ ટીસ્પૂન સાકર
મીઠું , સ્વાદાનુસાર

મલાઇદાર પાલકના મિશ્રણ માટે
૩ કપ પાતળી લાંબી સમારેલી પાલક
૧ ટેબલસ્પૂન માખણ
૧/૨ ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં
૧/૪ કપ ઝીણા સમારેલા કાંદા
મીઠું, સ્વાદાનુસાર
૧ ટેબલસ્પૂન તાજું ક્રીમ

ટમેટાના સૉસ માટે
૧ કપ તાજું ટમેટાનું પલ્પ
૧ ટેબલસ્પૂન માખણ
૧/૨ ટીસ્પૂન લસણની પેસ્ટ
૧/૪ કપ ઝીણા સમારેલા કાંદા
૧/૨ ટીસ્પૂન મરચાં પાવડર
૧/૨ ટીસ્પૂન સૂકા ઑરેગાનો
૧ ટીસ્પૂન સાકર
મીઠું, સ્વાદાનુસાર
૧ ટેબલસ્પૂન તાજું ક્રીમ

અન્ય જરૂરી વસ્તુઓ
૨ ટેબલસ્પૂન ખમણેલું ચીઝ
કાર્યવાહી
  Method
 1. ભાત બનાવવા માટે
 2. ૧. એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં માખણ ગરમ કરી તેમાં ચોખા, દૂધ અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લીધા પછી બાજુ પર રાખો.

કોર્નના મિશ્રણ માટે

  કોર્નના મિશ્રણ માટે
 1. એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં માખણ ગરમ કરી તેમાં લીલા મરચાં અને કાંદા મેળવી મધ્યમ તાપ પર ૩૦ સેકંડ સુધી સાંતળી લો.
 2. તે પછી તેમાં મકાઇના દાણા, દૂધ, તાજું ક્રીમ, સાકર અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લીધા પછી બાજુ પર રાખો.

મલાઇદાર પાલકના મિશ્રણ માટે

  મલાઇદાર પાલકના મિશ્રણ માટે
 1. એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં માખણ ગરમ કરી તેમાં લીલા મરચાં અને કાંદા મેળવી મધ્યમ તાપ પર ૩૦ સેકંડ સુધી સાંતળી લો.
 2. તે પછી તેમાં પાલક અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
 3. તે પછી તેમાં તાજું ક્રીમ મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૩૦ સેકંડ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લીધા પછી બાજુ પર રાખો.

ટમેટાના સૉસ માટે

  ટમેટાના સૉસ માટે
 1. એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં માખણ ગરમ કરી તેમાં લસણની પેસ્ટ અને કાંદા મેળવી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી સાંતળી લો.
 2. તે પછી તેમાં ટમેટાનું પલ્પ, મરચાં પાવડર, ઑરેગાનો, સાકર, મીઠું અને ૧ ટેબલસ્પૂન પાણી મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
 3. તે પછી તેમાં તાજું ક્રીમ મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર વધુ ૧ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લીધા પછી બાજુ પર રાખો.

આગળની રીત

  આગળની રીત
 1. બેકીંગ ડીશમાં પાલકનું મિશ્રણ સરખી રીતે પાથરી લો.
 2. તે પછી તેની પર રાંધેલા ભાત સરખી રીતે પાથરી લો.
 3. તે પછી તેની પર કોર્નનું મિશ્રણ સરખી રીતે પાથરી લો.
 4. તે પછી તેની પર ટમેટો સૉસ સરખી રીતે પાથરી લો.
 5. છેલ્લે તેની પર ચીઝ પાથરી ઊંચા તાપ (high) પર ૨ મિનિટ સુધી માઇક્રોવેવ કરી લો.
 6. તરત જ પીરસો.

Reviews