મટકી પુલાવ | પુલાવ રેસીપી | મઠ નો પુલાવ | Matki Pulao ( Cooking with Sprouts )

Matki Pulao ( Cooking with Sprouts ) recipe In Gujarati

This recipe has been viewed 366 timesમટકી પુલાવ | પુલાવ રેસીપી | મઠ નો પુલાવ | matki pulao in gujarati |

સદાબહાર મનપસંદ, સ્પ્રાઉટ્સનું પુસ્તક મટકી પુલાઓ વિના ક્યારેય પૂર્ણ થઈ શકતું નથી! ખાતરી કરો કે મટકી બરાબર રાંધવી જોઈએ અને નરમ નહીં થવી જોઈએ.

મટકી પુલાવ | પુલાવ રેસીપી | મઠ નો પુલાવ - Matki Pulao ( Cooking with Sprouts ) recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૪માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો

મટકી પુલાવ બનાવવા માટે
૧ ટેબલસ્પૂન તેલ
લવિંગ
૧/૪ ટીસ્પૂન હીંગ
ચીરી પાડેલા લીલા મરચાં
૧ ટીસ્પૂન ખમણેલું આદુ
૧/૪ કપ સમારેલા સિમલા મરચાં
૪ to ૬ સમારેલા લીલા કાંદા
૧/૨ ટીસ્પૂન હળદર
૧ ટીસ્પૂન લાલ મરચાંનો પાવડર
૧ ટીસ્પૂન ધાણા પાવડર
૧ કપ રાંધેલા ફણગાવેલા મઠ
૨ ૧/૨ કપ રાંધેલા ભાત (બાસમતી)
મીઠું , સ્વાદાનુસાર

સજાવવા માટે
૨ ટેબલસ્પૂન બારીક સમારેલી કોથમીર
ટમેટાની સ્લાઇસ
કાર્યવાહી
મટકી પુલાવ બનાવવા માટે

    મટકી પુલાવ બનાવવા માટે
  1. કઢાઈમાં તેલ ગરમ કરો, તેમાં લવિંગ અને હીંગ નાંખો અને થોડીવાર સુધી સાંતળો.
  2. લીલા મરચાં, આદુ, સિમલા મરચાં અને લીલા કાંદા નાંખો અને ૨ થી ૩ મિનિટ માટે સાંતળી લો.
  3. તેમાં હળદર, મરચું પાવડર, ધાણા પાવડર અને મટકી નાખી બરાબર મિક્સ કરી લો.
  4. ૧/૪ કપ પાણી અને મીઠું નાંખો અને ધીમા તાપ પર ૫ થી ૭ મિનિટ સુધી ઊકાળી લો.
  5. ભાત ઉમેરો, સારી રીતે ટૉસ કરો અને 2 મિનિટ માટે ઊકાળી લો.
  6. ટામેટાં અને કોથમીર વડે સજાવીને ગરમ ગરમ પીરસો.

Reviews