You are here: Home > કોર્સ મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > ઐડ્વૈન્સ રેસીપી > લીલી ગ્રેવીમાં મેથીના મૂઠીયા લીલી ગ્રેવીમાં મેથીના મૂઠીયા | Methi Muthia in Green Gravy તરલા દલાલ આમતો મેથીના મૂઠીયા ચહા સાથે પીરસવામાં આવતો પ્રખ્યાત ગુજરાતી નાસ્તો છે જેને બાફવામાં અથવા તળવામાં આવે છે. અહીં તળેલા મૂઠીયાની સાથે તાજા લીલા વટાણાને મોઢામાં પાણી છૂટે એવી નાળિયેરની ગ્રેવીમાં ઉમેરવામાં આવ્યા છે, જે રોટી સાથે પીરસવામાં આવે ત્યારે અત્યંત મોહક જોડાણ પૂરવાર થાય છે. Post A comment 22 Nov 2016 This recipe has been viewed 3776 times मेथी मुठीया इन ग्रीन ग्रेवी - हिन्दी में पढ़ें - Methi Muthia in Green Gravy In Hindi Methi Muthia in Green Gravy - Read in English લીલી ગ્રેવીમાં મેથીના મૂઠીયા - Methi Muthia in Green Gravy recipe in Gujarati Tags ઐડ્વૈન્સ રેસીપીગ્રેવીવાળા શાકપારંપારીક ભારતીય શાકભારતીય પાર્ટીના વ્યંજનકઢાઇ વેજકરી તૈયારીનો સમય: ૧૫ મિનિટ   બનાવવાનો સમય: ૨૦ મિનિટ   કુલ સમય : ૩૫ મિનિટ    ૪માત્રા માટે મને બતાવો માત્રા ઘટકો ૧/૨ કપ બાફેલા લીલા વટાણા૧ કપ ઝીણા સમારેલા કાંદા૨ ટેબલસ્પૂન તેલ૧ કપ નાળિયેરનું દૂધ (૨ ટેબલસ્પૂન કોર્નફ્લોરમાં ઓગાળેલું) મીઠું , સ્વાદાનુસારપીસીને સુંવાળી પેસ્ટ તૈયાર કરવા માટે (થોડું પાણી મેળવીને)૧ ૧/૨ કપ સમારેલી કોથમીર૬ મરચાં , મોટા સમારેલા૧૨ મિલીમીટર (૧/૨”) નો આદુનો ટુકડો૧૦ લસણની કળી૧ ટેબલસ્પૂન લીંબુનો રસ૧૦ પાલકના પાનમેથીના મૂઠીયા માટે૩ કપ ઝીણા સમારેલા મેથીના પાન૪ ટેબલસ્પૂન ઘઉંનો લોટ૧/૨ કપ ચણાનો લોટ એક ચપટીભર હીંગ૧ ટીસ્પૂન સાકર૧ ટીસ્પૂન આદુ-લસણની પેસ્ટ૨ ટેબલસ્પૂન ગરમ તેલ એક ચપટીભર બેકીંગ સોડા તેલ , તળવા માટે કાર્યવાહી મેથીના મૂઠીયા માટેમેથીના મૂઠીયા માટેએક બાઉલમાં બધી સામગ્રી ભેગી કરી તેમાં લગભગ ૩ ટેબલસ્પૂન જેટલું પાણી મેળવી નરમ કણિક તૈયાર કરો.આ કણિકના ૧૨ સરખા ભાગ પાડીને દરેક ભાગને બન્ને હથેળીની વચ્ચે વાળીને ગોળ ડપકા તૈયાર કરો.એક કઢાઇમાં તેલ ગરમ કરી, તેમાં એક સાથે થોડા-થોડા ડપકા નાંખીને તે દરેક બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લીધા પછી ટીશ્યુ પેપર પર કાઢી સૂકા કરી બાજુ પર રાખો.આગળની રીતઆગળની રીતએક ઊંડી કઢાઇમાં તેલ ગરમ કરી, તેમાં કાંદા નાંખી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી સાંતળી લો.પછી તેમાં તૈયાર કરેલી પેસ્ટ મેળવી મધ્યમ તાપ પર વધુ ૨ થી ૩ મિનિટ સુધી સાંતળી લો.તે પછી તેમાં નાળિયેરનું દૂધ-કોર્નફ્લોરનું મિશ્રણ, ૧ કપ પાણી અને મીઠું મેળવી, સારી રીતે મિક્સ કરી ધીમા તાપ પર ૩ થી ૪ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી ઉકાળી લો.પછી તેમાં લીલા વટાણા મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી રાંધી લો.તાપને બંધ કરી, તેમાં મૂઠીયા ઉમેરી હળવેથી મિક્સ કરી લો.તરત જ પીરસો. Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન