મેથી મટર મલાઈ | Methi Mutter Malai, Punjabi Methi Matar Malai Recipe

Methi Mutter Malai, Punjabi Methi Matar Malai Recipe In Gujarati

This recipe has been viewed 7818 times
5/5 stars  100% LIKED IT   
1 REVIEW ALL GOOD

मेथी मटर मलाई रेसिपी | पंजाबी मेथी मटर मलाई | पंजाबी मेथी मलाई | - हिन्दी में पढ़ें - Methi Mutter Malai, Punjabi Methi Matar Malai Recipe In Hindi 


મેથીની ભાજી સાથે વટાણાનું સંયોજન ખૂબજ પ્રખ્યાત છે કારણકે તે બન્ને સામગ્રી એક બીજા સાથે સારી રીતે પૂરક પૂરવાર થાય છે. તેમાં મેળવવામાં આવેલી મસાલા પેસ્ટ અને તે ઉપરાંત મેળવવામાં આવેલું તાજા સૂકા મસાલાનો પાવડર, ટામેટાનું પલ્પ અને બીજી બધી સામગ્રી એક અત્યંત મોહક વાનગી તમારા ટેબલ પર હાજર થાય છે જેનું નામ છે મેથી મટર મલાઇ. આ વાનગી નાન અથવા પૂરી સાથે પીરસી શકો.

મેથી મટર મલાઈ - Methi Mutter Malai, Punjabi Methi Matar Malai Recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૪માત્રા માટે

ઘટકો
૨ કપ સમારેલી મેથીની ભાજી
૩/૪ કપ બાફેલા લીલા વટાણા
મીઠું , સ્વાદાનુસાર
૩ ટેબલસ્પૂન તેલ
૧/૨ ટીસ્પૂન જીરૂ
૧/૨ કપ ઝીણા સમારેલા કાંદા
૧/૨ કપ તાજા ટમેટાનું પલ્પ
૧ ૧/૪ કપ દૂધ
એક ચપટીભર સાકર
૨ ટેબલસ્પૂન તાજું ક્રીમ

પીસીને સુંવાળી પેસ્ટ તૈયાર કરવા માટે (થોડું પાણી મેળવીને)
૧/૪ કપ મોટા સમારેલા કાંદા
લીલા મરચાં , સમારેલા
૨૫ મિલીમીટર (૧”) નો આદૂનો ટુકડો
લસણની કળી
૧ ટેબલસ્પૂન કાજૂના ટુકડા
૨ ટીસ્પૂન ખસખસ

સૂકો મસાલા પાવડર તૈયાર કરવા માટે (હલકું શેકીને પીસવું)
૨૫ મિલીમીટર (૧”) નો તજનો ટુકડો
લવિંગ
એલચી
કાળા મરી
૧ ટીસ્પૂન જીરૂ
કાર્યવાહી
    Method
  1. મેથીની ભાજી ધોઇ તેની પર ૧/૨ ટીસ્પૂન મીઠું છાંટી ૧૫ મિનિટ માટે બાજુ પર રાખી લીધા પછી તેને દબાવી નિચોવીને પાણી કાઢી નાંખો.
  2. એક કઢાઇમાં ૨ ટેબલસ્પૂન તેલ ગરમ કરી તેમાં જીરૂ મેળવો.
  3. જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં મેથીની ભાજી મેળવી મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી રાંધી લો. તે પછી તેમાંથી મેથીની ભાજી કાઢી બાજુ પર રાખો.
  4. એ જ કઢાઇમાં બાકી રહેલું ૧ ટેબલસ્પૂન તેલ મેળવી, તેમાં કાંદા નાંખી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી અથવા તે અર્ધપારદર્શક થાય ત્યાં સુધી સાંતળી લો.
  5. પછી તેમાં તૈયાર કરેલી પેસ્ટ મેળવી મધ્યમ તાપ પર વચ્ચે-વચ્ચે હલાવતા રહી ૧ થી ૨ મિનિટ સુધી સાંતળી લો.
  6. પછી તેમાં ટમેટાનું પ્લપ અને સૂકો મસાલાનો પાવડર મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી રાંધી લો.
  7. છેલ્લે તેમાં લીલા વટાણા, સાંતળેલી મેથી, દૂધ, સાકર, મીઠું, તાજું ક્રીમ અને લગભગ ૨ ટેબલસ્પૂન પાણી મેળવી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
  8. ગરમ ગરમ પીરસો.

Reviews

મેથી મટર મલાઈ
 on 08 Jul 17 12:57 PM
5

good recipe