ઘણા લોકો નાચનીને એક આદર્શ આહાર ગણે છે, છતાં પણ સામાન્ય રીતે ઘણા ઘરમાં તેનો ઉપયોગ નથી થતો. આમ જોવા જઈએ તો નાચનીમાં સુંતુલિત માત્રામાં પોષક તત્વો હોય છે અને જો તેનો ઉપયોગ સારી રીતે કરવામાં આવે તો તે ખૂબ સ્વાદિષ્ટ પૂરવાર થાય છે. અહીં અમે તેનો સમજદારીથી ઉપયોગ કરીને નાચની અને કાંદાની રોટી બનાવી છે જે સૌને જરૂરથી ભાવશે. કાંદા, કોથમીર અને લીલા મરચાં ઉમેરીને વધુ સ્વાદીષ્ટ બનાવેલી આ રોટી તવા પરથી ઉતારીને તરત જ માણવા જેવી છે.
નાચની અને કાંદાની રોટી - Nachni and Onion Roti recipe in Gujarati
Method- એક ઊંડા બાઉલમાં બધી વસ્તુઓ ભેગી કરી તેમાં જરૂરત પૂરતુ નવશેકું પાણી ઉમેરી સુંવાળી કણિક તૈયાર કરો.
- આ કણિકનાં ૬ સરખા ભાગ પાડી, દરેક ભાગને ૧૦૦ મી. મી. (૪") વ્યાસના ગોળાકારમાં સૂકા લોટની મદદથી વણીને તેની પર ફોર્ક (fork) વડે સરખા અંતરમાં કાંપા પાડી લો.
- એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી, થોડા તેલનો ઉપયોગ કરી, દરેક રોટી બન્ને બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો.
- તરત જ પીરસો.
Nutrient values એક રોટી માટે
ઊર્જા
૧૦૪ કૅલરી
પ્રોટીન
૧.૯ ગ્રામ
કાર્બોહાઈડ્રેટ
૧૮.૦ ગ્રામ
ફાઈબર
૨.૮ ગ્રામ
ચરબી
૨.૮ ગ્રામ
વિટામીન-એ
૧૦૧.૮ મીલીગ્રામ
વિટામીન બી૧
૦.૧ મીલીગ્રામ
કૅલ્શિયમ
૮૭ મીલીગ્રામ