નાચની પનીરના પૅનકેક | Nachni Paneer Pancake

કૅલ્શિયમ એક એવો પોષક તત્વ છે જે દરેક ઉમરના લોકોને તેમના શરીરના હાડકા અને દાંતની તંદુરસ્તી તથા વૃધ્ધિ અને જાળવણી માટે જરૂરી છે. અહીં આ પોષક તત્વયુક્ત સામગ્રી એટલે કે નાચનીનો ઉપયોગ કેમ કરવો એ બતાવવામાં આવ્યું છે. આમતો ઘણા બધા ઘરોમાં નાચનીનો ઉપયોગ થતો નથી પણ તે કૅલ્શિયમનું શ્રેષ્ટ સ્ત્રોત છે.

આ નાચની પનીરના પૅનકેકમાં કૅલ્શિયમ સમૃઘ્ઘ પનીર, ખુશ્બુદાર તલ, રસદાર કાંદા અને પ્રોટીનયુક્ત ચણાનો લોટ મેળવી સ્વાદિષ્ટ નાસ્તો તૈયાર કરવામાં આવ્યા છે, જે ખરેખર મજેદાર પૂરવાર થાય એવા છે. આ પૅનકેક જેવા તૈયાર થઇ જાય કે તરત જ લીલી ચટણી સાથે પીરસસો ત્યારે તમારા કુંટુંબના દરેક સભ્ય જરૂરથી રાજી થઇ જશે.

Nachni Paneer Pancake recipe In Gujarati

This recipe has been viewed 2249 times
5/5 stars  100% LIKED IT   
1 REVIEW ALL GOOD

नाचनी पनीर पॅनकेक - हिन्दी में पढ़ें - Nachni Paneer Pancake In Hindi 
Nachni Paneer Pancake - Read in English 


નાચની પનીરના પૅનકેક - Nachni Paneer Pancake recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૯ પૅનકેક માટે
મને બતાવો પૅનકેક

ઘટકો
૧ કપ નાચનીનો લોટ
૧/૨ કપ ખમણેલું લૉ ફેટ પનીર
૨ ટેબલસ્પૂન ચણાનો લોટ
૧ ટીસ્પૂન તલ
૧/૨ કપ ઝીણા સમારેલા કાંદા
૧/૪ કપ ઝીણી સમારેલી કોથમીર
૧ ટીસ્પૂન લીલા મરચાંની પેસ્ટ
૧/૨ ટીસ્પૂન આદૂની પેસ્ટ
મીઠું , સ્વાદાનુસાર
૨ ૧/૨ ટીસ્પૂન તેલ , ચોપડવા તથા રાંધવા માટે

પીરસવા માટે
લીલી ચટણી
કાર્યવાહી
    Method
  1. એક ઊંડા બાઉલમાં બધી સામગ્રી સાથે લગભગ ૧ કપ જેટલું પાણી મેળવી સારી રીતે મિક્સ કરી લો.
  2. એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી તેની પર ૧/૪ ટીસ્પૂન તેલ ચોપડી લો.
  3. તે પછી તેની પર એક ચમચા જેટલું ખીરૂં રેડી, ૧૨૫ મી. મી. (૫”) વ્યાસના ગોળાકાર પૅનકેક તૈયાર કરો.
  4. આ પૅનકેકને ૧/૪ ટીસ્પૂન તેલ વડે તેની પર ગોલ્ડન બ્રાઉન ધાબા દેખાય ત્યાં સુધી બન્ને બાજુએથી રાંધી લો.
  5. રીત ક્રમાંક ૩ અને ૪ મુજબ બીજા ૮ પૅનકેક તૈયાર કરી લો.
  6. લીલી ચટણી સાથે તરત જ પીરસો.

Reviews

નાચની પનીરના પૅનકેક
 on 26 Aug 17 12:54 PM
5

good recipes