You are here: Home > કોર્સ મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > ભારતીય સૂપ રેસિપિ, વેજ સૂપ > ઓછી કેલરી સૂપ, ભારતીય વેજ લો ફેટ સૂપ > પોષણદાઇ જવનું સૂપ પોષણદાઇ જવનું સૂપ - Vegetable Barley Soup, Indian Style Healthy Barley Soup તરલા દલાલ Post A comment 09 Sep 2020 This recipe has been viewed 3713 times जौ का सूप रेसिपी | वेजिटेबल जौ का सूप | हेल्दी जौ का सूप - हिन्दी में पढ़ें - Vegetable Barley Soup, Indian Style Healthy Barley Soup In Hindi Vegetable Barley Soup, Indian Style Healthy Barley Soup - Read in English Nourishing Barley Soup Video જવ એક એવું કડધાન્ય છે, જેનો આપણે રોજની રસોઇમાં ખાસ ઉપયોગ કરતાં નથી. પરંતુ તે પ્રોટીનનું મૂળ ભંડાર ગણાય છે, તે ઉપરાંત તેમાં લોહ અને ફાઇબર પણ રહેલા છે અને જો તેને કોઇ ખુશ્બુદાર સામગ્રી સાથે રાંધવામાં આવે તો તેનો સ્વાદ પણ સારો આવે છે જે રીતે મે અહીં તેનો ઉપયોગ સૂપ બનાવવામાં કર્યો છે. મસૂરની દાળ સાથે જવનો ઉપયોગ એટલે કઠોળ અને કડધાન્યના સંયોજન વડે બનતું આ સૂપ સંપૂર્ણ પ્રોટીન ગણાય છે, જે આપણા શાકાહારી ભોજનમાં ભાગ્યે જ જોવા મળે છે. આ પૌષ્ટિક સૂપને વિવિધ શાક વડે રંગીન અને ફાઇબરયુક્ત બનાવવામાં આવ્યું છે. અંતમાં તેની પર ભભરાવેલું મરીનું પાવડર તેને વધુ મજેદાર બનાવે છે. પોષણદાઇ જવનું સૂપ - Vegetable Barley Soup, Indian Style Healthy Barley Soup recipe in Gujarati Tags ચંકી સૂપ / બ્રોથઓછી કેલરી સૂપ, ભારતીય વેજ લો ફેટ સૂપપ્રેશર કૂકરમાં બનતિ રેસિપિઊંડો પૅન તૈયારીનો સમય: ૧૦ મિનિટ   બનાવવાનો સમય: ૨૦ મિનિટ   કુલ સમય : ૩૦ મિનિટ    ૪માત્રા માટે મને બતાવો માત્રા ઘટકો ૨ ટેબલસ્પૂન જવ , ૨ કલાક પાણીમાં પલાળીને નીતારી લીધેલા૧ ટીસ્પૂન તેલ૧ ટીસ્પૂન ઝીણું સમારેલું લસણ૧/૪ કપ ઝીણાસમારેલા લીલા કાંદાનો સફેદ ભાગ૧/૪ કપ ઝીણાસમારેલા ગાજર૨ ટેબલસ્પૂન મસૂરની દાળ , ધોઇને નીતારી લીધેલી મીઠું , સ્વાદાનુસાર૧/૪ કપ ઝીણા સમારેલા ટમેટા૧/૪ કપ ઝીણા સમારેલા લીલા કાંદાનો લીલો ભાગ૨ ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર તાજું પીસેલું કાળા મરીનું પાવડર , સ્વાદાનુસાર કાર્યવાહી Methodએક પ્રેશર કુકરમાં તેલ ગરમ કરી તેમાં લસણ અને લીલા કાંદાનો સફેદ ભાગ મેળવી મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો.તે પછી તેમાં ગાજર, મસૂરની દાળ, જવ, મીઠું અને ૪ ૧/૨ કપ પાણી મેળવી સારી રીતે મિક્સ કરી પ્રેશર કુકરની ૩ થી ૪ સીટી સુધી રાંધી લો.પ્રેશર કુકરનું ઢાંકણ ખોલતા પહેલા તેની વરાળને નીકળી જવા દો.હવે આ જવ-મસૂર દાળનું મિશ્રણ એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં કાઢી તેમાં ટમેટા, લીલા કાંદાનો લીલો ભાગ, કોથમીર, થોડું મીઠું અને મરી પાવડર મેળવી સારી રીતે મિક્સ કરી લો.આ મિશ્રણને એક ઉભરો આવ્યા પછી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.ગરમ ગરમ પીરસો.