સલાડના પાનનું પૌષ્ટિક સુપ ની રેસીપી - Nourishing Lettuce Soup

Nourishing Lettuce Soup recipe In Gujarati

This recipe has been viewed 908 times

Nourishing Lettuce Soup - Read in English 


આ એક અસામાન્ય ને અનોખું પણ સ્વાદિષ્ટ તથા પૌષ્ટિક એવું સલાડના પાનનું સુપ છે, જેમાં સલાડના પાનની સાથે કાંદાનું સંયોજન છે જે તમને જરૂરથી પસંદ પડશે. છતાં, જેમને દૂધ માફક ન આવતું હોય તેમને આ સુપનો સ્વાદ માણવાથી દૂર રહેવું. સલાડના પાનની ગણત્રી અલ્કલાઇન શાકભાજીમાં થાય છે, જેનો સ્વાદ જો તમને પસંદ ન હોય તો તમે તેનું સુપ બનાવી શકો છો. બહુ ઓછી સામગ્રી અને સહેલાઇથી બનતું આ સુપ તમને તૃપ્ત કરીને એસિડીટીને દૂર કરે એવું છે. એસિડિટીન થાચ એના માટેની રેસિપી અજમાવો જેમ કે પોષણદાઇ જવનું સૂપ અને તરબૂચ અને નાળિયેરના પાણીનું પીણું.

સલાડના પાનનું પૌષ્ટિક સુપ ની રેસીપી - Nourishing Lettuce Soup recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૪માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો

સલાડના પાનનું પૌષ્ટિક સુપ ની રેસીપી બનાવવા માટે સામગ્રી
૫ ૧/૨ કપ સમારેલા આઇસબર્ગ સલાડના પાન
૧ ૧/૨ ટીસ્પૂન માખણ
૧ કપ સમારેલા કાંદા
૧ કપ દૂધ
મીઠું અને તાજું પીસેલું કાળા મરીનું પાવડર , સ્વાદાનુસાર
કાર્યવાહી
    Method
  1. સલાડના પાનનું પૌષ્ટિક સુપ ની રેસીપી બનાવવા માટે એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં માખણ ગરમ કરી, તેમાં સલાડના પાન અને કાંદા મેળવી મધ્યમ તાપ પર ૩ મિનિટ સુધી સાંતળી લો.
  2. તે પછી તેમાં ૧ ૧/૨ કપ પાણી અને દૂધ મેળવી, સારી રીતે મિક્સ કરી લીધા પછી પૅનને ઢાંકી મધ્યમ તાપ પર ૭ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
  3. આ મિશ્રણને થોડું ઠંડું થવા દો અને તે પછી તેને મિક્સરમાં ફેરવી સુંવાળું મિશ્રણ તૈયાર કરો.
  4. આ મિશ્રણને ફરી એ જ પૅનમાં કાઢી લીધા પછી, તેમાં મીઠું અને મરી ઉમેરી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
  5. સલાડના પાનનું પૌષ્ટિક સુપ ગરમ ગરમ પીરસો.

Reviews