પૌષ્ટિક જુવાર અને ટમેટાના ચીલા | Nutritious Jowar and Tomato Chila

પારંપારિક રીતે ચીલા ચણાના લોટમાંથી બને છે પણ અહીં આ પૌષ્ટિક ચીલા જુવાર, ઘઉં અને મકાઇના લોટના આરોગ્યદાયક સંયોજનથી બનાવામાં આવ્યો છે જેથી તે પ્રોટીન અને વિટામિન એ થી ભરપૂર છે. તમને જોઇતા લોટનું સંયોજન કરી કંઈક નવું બનાવી શકો છો. કોથમીર અને લસણની ચટણી સાથે માણો.

Nutritious Jowar and Tomato Chila recipe In Gujarati

This recipe has been viewed 6502 times

न्यूट्रिशियस ज्वार एण्ड टमॅटो चीला - हिन्दी में पढ़ें - Nutritious Jowar and Tomato Chila In Hindi 


પૌષ્ટિક જુવાર અને ટમેટાના ચીલા - Nutritious Jowar and Tomato Chila recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૪ચીલા માટે

ઘટકો
૧/૪ કપ જુવારનો લોટ
૧/૪ કપ ઘઉંનો લોટ
૧/૪ કપ મકાઇનો લોટ
૧/૪ કપ ઝીણા સમારેલા કાંદા
૧/૨ કપ ઝીણા સમારેલા ટમેટા
૨ ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર
૨ ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં
મીઠું , સ્વાદાનુસાર
૧ ૧/૪ ટીસ્પૂન તેલ , ચોપડવા અને શેકવા માટે

પીરસવા માટે
કોથમીર અને લસણની ચટણી
કાર્યવાહી
    Method
  1. એક બાઉલમાં બધી સામગ્રી ભેગી કરી, જરૂરી પાણી મેળવી, સારી રીતે મિક્સ કરી રેડી શકાય તેવું ખીરૂ તૈયાર કરો.
  2. એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી ૧/૪ ટીસ્પૂન તેલ ચોપડો.
  3. હવે તેમાં એક ચમચો ભરીને ખીરૂ રેડી અને ચમચા વડે ગોળ ફેલાવી ૧૨૫ મી. મી. (૫”) વ્યાસનો ગોળાકાર બનાવો.
  4. હવે તેને ૧/૪ ટીસ્પૂન તેલની મદદથી ચીલાની બન્ને બાજુઓ ગોલ્ડન બ્રાઉન થાય તે રીતે શેકી લો.
  5. બાકીના ૩ ચીલા, રીત ક્રમાંક ૩ અને ૪ પ્રમાણે બનાવો.
  6. કોથમીર અને લસણની ચટણી સાથે ગરમ ગરમ પીરસો.
Nutrient values એક ચીલા માટે

ઊર્જા
૭૧ કૅલરી
પ્રોટીન
૧.૯ ગ્રામ
કાર્બોહાઈડ્રેટ
૧૧.૬ ગ્રામ
ચરબી
૧.૮ ગ્રામ
ફાઇબર
૧.૨ ગ્રામ
વિટામિન એ
૧૯૧.૬ માઇક્રોગ્રામ

Reviews