અનિયન રીંગ્સ્ | Onion Rings ( Burgers and Smoothies)

ફૂલેલી અને કરકરી આ અનિયન રીંગ્સ્ માં એવું બળ છે કે તમારી કંટાળાભરી બપોરને ઉત્સાહી બનાવી દેશે.

આ મજેદાર નાસ્તો દરેક ઉંમરના લોકોને, ખાસ કરીને બાળકોને પસંદ પડે એવો છે જે તમે ઘેર તૈયાર કરી શકો છો જો તમે તેની ખાનગી રીત જાણી શકો.

ચપટીભર બેકીંગ પાવડર ઉમેરવાથી આ રીંગ્સ્ થોડી ફૂલે છે, તેમાં પીસેલી સાકર મેળવવાથી તેને આકર્ષક બ્રાઉન રંગ મળી રહે છે અને તેનો મજેદાર સ્વાદ મેળવવા તેમાં થોડો ચાટ મસાલો ઉમેરવાનું ભુલતા નહીં.

અને પછી જુઓ કેવી આકર્ષક નાસ્તાની વાનગી તૈયાર થાય છે, જે ખાસ તો બર્ગર સાથે પીરસવામાં આવે છે. આમ તો બર્ગર સાથે અનિયન રીંગ્સ્ અને એક પીણું દુનીયાનું એક મજેદાર નાસ્તાનું સંયોજન બને છે.

Onion Rings ( Burgers and Smoothies) recipe In Gujarati

This recipe has been viewed 2036 times

अनियन रींग्स्, प्याज़ के रींग्स् - हिन्दी में पढ़ें - Onion Rings ( Burgers and Smoothies) In Hindi 


અનિયન રીંગ્સ્ - Onion Rings ( Burgers and Smoothies) recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૪ માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો
૨ કપ કાંદાની જાડી રીંગ્સ્
૧/૨ કપ મેંદો
૧/૪ કપ કોર્નફ્લોર
૧/૨ ટીસ્પૂન લસણની પેસ્ટ
૧/૪ ટીસ્પૂન સૂકા ઑરેગાનો
૧/૨ ટીસ્પૂન બેકીંગ પાવડર
૨ ટીસ્પૂન પીસેલી સાકર
મીઠું , સ્વાદાનુસાર
તેલ , તળવા માટે
ચાટ મસાલો , છાંટવા માટે
કાર્યવાહી
    Method
  1. એક ઊંડા બાઉલમાં મેંદો, કોર્નફ્લોર, લસણની પેસ્ટ, ઑરેગાનો, બેકીંગ પાવડર, પીસેલી સાકર અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી લો.
  2. હવે તેમાં લગભગ ૩/૪ કપ પાણી મેળવી સારી રીતે મિક્સ કરી રવઇ વડે એવી રીતે વલોવી લો કે તેમાં લોટના ગઠોડા ન રહે.
  3. આ ખીરાને ઢાંકીને ૧૫ મિનિટ માટે બાજુ પર રાખો.
  4. હવે એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી, તૈયાર કરેલા ખીરામાં કાંદાની રીંગ્સ્ એક પછી એક નાંખતા જાવ અને ખાત્રી કરો કે રીંગની દરેક બાજુએ સરખા પ્રમાણમાં ખીરાનું આવરણ બની જાય. તે પછી તેને તેલમાં મધ્યમ તાપ પર રીંગ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો. તળવા માટે તમે ૪ થી ૫ રીંગસ્ સાથે લઇ શકો છો.
  5. તળી લીધા પછી રીંગ્સ્ પર ચાટ મસાલો છાંટી હળવેથી ઉપર નીચે કરી મિક્સ કરી લો.
  6. તરત જ પીરસો.

Reviews