લિજ્જત, પૌષ્ટિક્તા અને દેખાવમાં પાલક અને મેથીના મુઠીયા મેદાન મારી જાય છે. પાલક અને મેથીની સોડમ એકબીજાનું સંતુલન કરી આ બાફેલા મુઠીયાને સ્વાદિષ્ટ બનાવે છે અને જે રાઇ અને તલના વઘારને કારણે વધુ સુગંધિત બને છે. પાલક અને મેથીના મુઠીયા જ્યારે પૌષ્ટિક લીલી ચટણી સાથે પીરસવામાં આવે છે ત્યારે એક લિજ્જતદાર નાસ્તો બને છે.
પાલક અને મેથીના મુઠીયા - Palak Methi Muthia recipe in Gujarati
Method- એક ઊંડા બાઉલમાં બધી સામગ્રી ભેગી કરી, સારી રીતે મિક્સ કરી, એકદમ થોડું પાણી નાંખી, મસળીને નરમ કણિક બનાવો.
- કણિકના ૩ સરખા ભાગ પાડી, દરેક ભાગને ઘાટ આપી લગભગ ૧૨૫ મી. મીં. (૫”)ની લંબાઇ અને ૨૫ મી. મી. (૧”)ના વ્યાસનો નળાકાર રોલ બનાવો.
- ઉપર પ્રમાણે બનાવેલ રોલ્સને ચારણી પર મૂકી સ્ટીમરમાં ૧૦ મિનિટ અથવા ચાકુ તેમાં નાંખીને બહાર કાઢીએ અને તેને કઇં ચોટે નહીં ત્યાં સુધી બાફી લો.
- સ્ટીમરમાંથી બહાર કાઢી થોડું ઠંડું પડવા દો. પછી તેને કાપી ૨૫ મી. મી. (૧”)ના ટુકડા કરી બાજુ પર રાખો.
- વઘાર માટે, એક નૉન-સ્ટીક કઢાઇમાં તેલ ગરમ કરી તેમાં રાઇ ઉમેરો.
- જ્યારે દાણા તતડવા માંડે ત્યારે તેમાં તલ અને હીંગ ઉમેરી મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો.
- હવે તેમાં મુઠીયા ઉમેરી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ અથવા મુઠીયા આછા બ્રાઉન રંગના થાય ત્યાં સુધી સાંતળી લો. બાજુ પર રાખી ઠંડું પડવા દો.
કેવી રીતે ટિફિનમાં પૅક કરશો- હવાબંધ ટિફિનમાં પૌષ્ટિક લીલી ચટણી સાથે પૅક કરો.
Nutrient values એક સર્વિંગ માટે
ઊર્જા
૧૩૬ કૅલરી
પ્રોટીન
૬.૧ ગ્રામ
કાર્બોહાઈડ્રેટ
૧૫.૧ ગ્રામ
ચરબી
૫.૭ ગ્રામ
ફાઇબર
૪.૬ ગ્રામ
ફોલીક ઍસિડ
૯૨.૫ માઇક્રોગ્રામ
લોહતત્વ
૨.૨ મીલીગ્રામ