પનીર અને કોર્નનું બર્ગર | Paneer and Corn Burger

જ્યારે બર્ગરમાં કરકરા સલાડના પાન, સમારેલા શાક અને ચીઝ-કોર્નની પેટીસ હોય, તો તે પછી તમને બીજું શું જોઇએ?
પનીર અને મકાઇનું સંયોજન પેટીસમાં મજેદાર ગણી શકાય છે, આ ઉપરાંત તેમાં કોથમીર અને મરચાં પેટીસને સ્વાદનો જોમ અને ઉત્સાહીક તીખાશ આપે છે. સંપૂર્ણ જમણનો આંનદ માણવા ફ્રેન્ચ ફ્રાઇસ સાથે પીરસો.

Paneer and Corn Burger recipe In Gujarati

This recipe has been viewed 1955 times

Paneer and Corn Burger - Read in English 


પનીર અને કોર્નનું બર્ગર - Paneer and Corn Burger recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૨બર્ગર માટે

ઘટકો

પેટીસ માટે
૧/૨ કપ ભુક્કો કરેલું પનીર
૧/૨ કપ બાફીને અર્ધકચરા છૂંદેલા મીઠી મકાઇના દાણા
૨ ટેબલસ્પૂન સમારેલી કોથમીર
૧ ૧/૨ ટેબલસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં
૨ ટેબલસ્પૂન બ્રેડ ક્રમ્બસ્
૧ ટેબલસ્પૂન કોર્નફ્લોર
મીઠું , સ્વાદાનુસાર
૧/૨ કપ મેંદો , ૩/૪ કપ પાણીમાં ઓગાળેલું
બ્રેડ ક્રમ્બસ્ , રોલ કરવા માટે
તેલ , તળવા માટે

બીજી જરૂરી વસ્તુઓ
૨ બર્ગર બન
માખણ , ચોપડવા માટે
૨ ટેબલસ્પૂન મેયોનીઝ
૨ આઇસબર્ગ સલાડના પાન
૪ ટમેટાની સ્લાઇસ
૪ કાંદાની સ્લાઇસ
મીઠું અને મરીનું પાવડર , સ્વાદાનુસાર

પીરસવા માટે
ફ્રેન્ચ ફ્રાઇસ
કાર્યવાહી
પેટીસ માટે

    પેટીસ માટે
  1. એક બાઉલમાં બધી વસ્તુઓ ભેગી કરી સારી રીતે મિક્સ કરી લો.
  2. હવે આ મિશ્રણના ૨ સરખા ભાગ પાડી દરેક ભાગને ૭૫ મી. મી. (૩”)ના ગોળકારમાં વાળી લો.
  3. આમ તૈયાર થયેલી પેટીસને મેંદા અને પાણીના મિશ્રણમાં ડુબાડી તરત જ બહાર કાઢીને બ્રેડ ક્રમ્બસ્ માં રગદોળી લો જેથી પેટીસની પર દરેક બાજુએ ક્રમ્બસ્ નો પડ બની જાય.
  4. હવે એક કઢાઇમાં તેલ ગરમ કરી તેમાં એક વખતે એક પેટીસ નાંખીને તે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લીધા પછી ટીશ્યુ પેપર પર કાઢીને બાજુ પર રાખો.

આગળની રીત

    આગળની રીત
  1. દરેક બર્ગર બનના ઉભા બે ટુકડા પાડી તેની પર માખણ ચોપડી તવા પર મૂકી હલકા શેકીને બાજુ પર રાખો.
  2. હવે આ શેકેલા બનનો નીચેનો ભાગ એક સાફ સૂકી જગ્યા પર મૂકી તેની પર તથા બીજા અડધા ભાગ પર મેયોનીઝ ચોપડી લો.
  3. તે પછી તેની પર આઇસબર્ગ સલાડના પાન, ૧ પેટીસ, ૨ ટમેટાની સ્લાઇસ અને ૨ કાંદાની સ્લાઇસ મૂકી ઉપર મીઠું અને મરી ભભરાવી લો.
  4. તે પછી તેની પર બનનો ઉપરનો બીજો ભાગ મૂકી હલકા હાથે દબાવી લો.
  5. રીત ક્રમાંક ૩ થી ૫ મુજબ વધુ એક બર્ગર તૈયાર કરી લો.
  6. ફ્રેન્ચ ફ્રાઇસ સાથે તરત જ પીરસો.

Reviews