પાલક સૉસમાં પનીરના કોફતા | Paneer Koftas in Spinach Sauce ( Desi Khana)

આ વાનગીમાં પાલક સૉસ એક અગત્યની જરૂરીયાત છે જેને ખાસ ઝીણવટથી તૈયાર કરવામાં આવ્યું છે અને તેમાં વિવિધ વસ્તુઓ જેવી કે નાળિયેર, કાજુ, ખસખસ અને મસાલાનું સંયોજન છે. એટલે જ પનીર કોફતા માટે આ સૉસ મુખ્ય જરૂરીયાત ગણી શકાય અને કોફતા અહીં એવા તૈયાર થાય છે કે તે તમારા મોઢામાં મૂક્તાની સાથે જ તે પીગળી જશે.

Paneer Koftas in Spinach Sauce ( Desi Khana) recipe In Gujarati

This recipe has been viewed 2413 times

पनीर कोफ्तास् इन स्पिनॅच सॉस - हिन्दी में पढ़ें - Paneer Koftas in Spinach Sauce ( Desi Khana) In Hindi 


પાલક સૉસમાં પનીરના કોફતા - Paneer Koftas in Spinach Sauce ( Desi Khana) recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૪માત્રા માટે

ઘટકો

પાલકની ગ્રેવી માટે
૩ કપ ઝીણી સમારેલી પાલક
૨ ટેબલસ્પૂન ઘી
૧ કપ જેરી લીધેલું દહીં
૧/૨ ટીસ્પૂન સાકર
મીઠું , સ્વાદાનુસાર

૧/૨ કપ પાણી સાથે સુંવાળી પેસ્ટ તૈયાર કરવા માટે (પાલકની ગ્રેવી માટે)
૨ ટેબલસ્પૂન ખમણેલું નાળિયેર
૨ ટેબલસ્પૂન સમારેલા કાજૂ
૨ ટેબલસ્પૂન ખસખસ
લસણ
લીલા મરચાં , મોટા સમારેલા
૨૫ મિલીમીટર (૧”)નો આદૂનો ટુકડો
૨ ટીસ્પૂન વીલાયતી વરિયાળી

પનીરના કોફતા માટે
૧ કપ ખમણેલું પનીર
૪ ટેબલસ્પૂન મેંદો
૧/૪ કપ ઝીણી સમારેલી કોથમીર
૨ ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં
એક ચપટીભર ખાવાની સોડા
મીઠું , સ્વાદાનુસાર
તેલ , તળવા માટે
કાર્યવાહી
પાલકની ગ્રેવી માટે

  પાલકની ગ્રેવી માટે
 1. એક કઢાઇમાં ૧/૨ કપ પાણી ગરમ કરી તેમાં પાલક મેળવી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી બાફી લો.
 2. તે પછી તેને તાપ પરથી નીચે ઉતારી ગાળીને ઠંડા પાણીથી ધોઇને પાલક તાજી કરી લો.
 3. તે પછી તેને મિક્સરમાં ફેરવી સુંવાળી પેસ્ટ તૈયાર કરી બાજુ પર રાખો.
 4. એક કઢાઇમાં ઘી ગરમ કરી તેમાં તૈયાર કરેલી પેસ્ટ મેળવી મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી સાંતળી લો.
 5. પછી તેમાં દહીં મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી, સતત હલાવતા રહી, રાંધી લો.
 6. પછી તેમાં પાલકની પ્યુરી, સાકર અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી, સતત હલાવતા રહી, રાંધી લીધા પછી બાજુ પર રાખો.

પનીરના કોફતા માટે

  પનીરના કોફતા માટે
 1. એક બાઉલમાં તેલ સિવાયની બધી વસ્તુઓ ભેગી કરી સારી રીતે મિક્સ કરી લો.
 2. આ મિશ્રણના ૮ સરખા ભાગ પાડી દરેક ભાગના નાના ગોળાકાર બોલ બનાવો.
 3. એક કઢાઇમાં તેલ ગરમ કરી, તેમાં થોડા-થોડા પનીર કોફતા નાંખીને તે દરેક બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળીને બાજુ પર રાખો.

આગળની રીત

  આગળની રીત
 1. પીરસવાના સમય પહેલા પાલકની ગ્રેવી ફરી ગરમ કરી, તેમાં કોફતા મેળવી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી રાંધી લો.
 2. તરત જ પીરસો.

Reviews