પપૈયા ઍન્ડ ઑરેન્જનું ડ્રીંક ની રેસીપી - Papaya and Orange Drink

Papaya and Orange Drink recipe In Gujarati

This recipe has been viewed 535 times

Papaya and Orange Drink - Read in English 


પપૈયા ઍન્ડ ઑરેન્જનું ડ્રીંક એક જોમદાર પીણું છે, જેમાં વિચારીને ફળોનું સંયોજન એટલે ફળો સાથે નાળિયેર મેળવવામાં આવે છે. પપૈયાની મીઠાશ તથા સંતરાના રસની ખટાશ મળીને બને છે એક આનંદીત કરનારૂં પીણું, જેમાં થોડું ખમણેલું નાળિયેર પણ છે.

આમ તો પપૈયા ઍન્ડ ઑરેન્જનું ડ્રીંકનો સ્વાદ અતિશય સુંવાળું ગણી શકાય એવું છે, પણ તમે તેમાં નાળિયેરના બદલે ૧/૪ કપ નાળિયેરનું દૂધ મેળવશો તો પણ તેનો સ્વાદ તો મધુર જ રહેશે.

પપૈયા ઍન્ડ ઑરેન્જનું ડ્રીંક ની રેસીપી - Papaya and Orange Drink recipe in Gujarati

તૈયારીનો સમય:    રાંધવા સમય લેવામાં :    કુલ સમય :     ૨ માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો

પપૈયા ઍન્ડ ઑરેન્જનું ડ્રીંક ની રેસીપી બનાવવા માટે
૧ ૧/૨ કપ ઠંડા પપૈયાના ટુકડા
૩/૪ કપ ઠંડો સંતરાનો રસ
૫ ટેબલસ્પૂન ખમણેલું નાળિયેર
૧ ટેબલસ્પૂન સાકર
૧/૨ કપ બરફના ટુકડા
કાર્યવાહી
    Method
  1. પપૈયા ઍન્ડ ઑરેન્જનું ડ્રીંક ની રેસીપી બનાવવા માટે, મિક્સરની જારમાં બધી વસ્તુઓ ભેગી કરીને પીસીને સુંવાળું મિશ્રણ તૈયાર કરો.
  2. આ પપૈયા ઍન્ડ ઑરેન્જનું ડ્રીંકના પીણાંને ૨ ગ્લાસમાં સપ્રમાણ રેડીને તરત જ પીરસો.

Reviews