ફૂલકોબી અને વટાણાની કરી | Phoolgobhi Aur Mutter Ki Kari ( Rotis and Subzis)

Phoolgobhi Aur Mutter Ki Kari ( Rotis and Subzis) recipe In Gujarati

This recipe has been viewed 1993 times

फुलगोभी और मटर की करी - हिन्दी में पढ़ें - Phoolgobhi Aur Mutter Ki Kari ( Rotis and Subzis) In Hindi 


આ ફૂલકોબી અને વટાણાની કરીમાં ઉમેરવામાં આવેલી કાજૂ, નાળિયેર, ખસખસ અને દહીંની પેસ્ટ તેને શાહી અંદાઝ આપે છે, જ્યારે બીજી બાજુ ટમેટાના પલ્પનો ઉમેરો આ મલાઇદાર કરીને વધુ મજેદાર બનાવે છે. આ કરી જ્યારે રોટી સાથે પીરસવામાં આવે છે ત્યારે તે એક સંતુષ્ટ જમણનો અહેસાસ આપે છે.

ફૂલકોબી અને વટાણાની કરી - Phoolgobhi Aur Mutter Ki Kari ( Rotis and Subzis) recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૪માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો
૧ ૧/૨ કપ કપ ફૂલકોબીના ફૂલ
૩/૪ કપ લીલા વટાણા
૩ ટેબલસ્પૂન તેલ
તમાલપત્ર
૧/૨ કપ તાજું ટમેટાનું પલ્પ
૨ ટીસ્પૂન તાજું દહીં
૨ ટેબલસ્પૂન સમારેલા કાજૂ
૧/૨ ટીસ્પૂન સાકર
મીઠું , સ્વાદાનુસાર
૧/૨ કપ દૂધ , ૨ ટેબલસ્પૂન તાજા ક્રીમ સાથે મેળવેલું

પીસીને સુંવાળી પેસ્ટ તૈયાર કરવા માટે (૨ ટેબલસ્પૂન પાણી મેળવી)
૧/૨ કપ મોટા સમારેલા કાંદા
૨ ટેબલસ્પૂન ખમણેલું નાળિયેર
લસણની કળી
૨ ટીસ્પૂન આખા ધાણા
૧ ટીસ્પૂન જીરૂ
૧૨ મિલીમીટર (૧/૨”) નો આદૂનો ટુકડો
૨ ટીસ્પૂન ખસખસ
આખા સૂકા કાશ્મીરી લાલ મરચાં , ટુકડા કરેલા
કાર્યવાહી
    Method
  1. એક કઢાઇમાં તેલ ગરમ કરી, તેમાં ફૂલકોબીના ફૂલને મેળવીને મધ્યમ તાપ પર ૬ થી ૭ મિનિટ સુધી રાંધી લીધા પછી તેને બાજુ પર રાખો.
  2. એ જ તેલમાં તમાલપત્ર અને તૈયાર કરેલી પેસ્ટ મેળવી, મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી સાંતળી લો.
  3. પછી તેમાં ટમેટાનું પલ્પ અને દહીં મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી રાંધી લો.
  4. તે પછી તેમાં ફૂલકોબી, લીલા વટાણા, કાજૂ, સાકર, મીઠું અને ૧/૨ કપ પાણી મેળવી, સારી રીતે મિક્સ કરી, વાસણને ઢાંકી, મધ્યમ તાપ પર ૫ થી ૭ મિનિટ અથવા ફૂલકોબી અને લીલા વટાણા બરોબર રંધાઇ જાય ત્યાં સુધી રાંધી લો.
  5. છેલ્લે તેમાં દૂધ-ક્રીમનું મિશ્રણ મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર વધુ ૧ મિનિટ સુધી રાંધી લો.
  6. ગરમ ગરમ પીરસો.

Reviews