ઝટપટ બેબી કોર્ન અને પનીરની સબ્જી | Quick Baby Corn and Paneer Subzi

આ સ્વાદિષ્ટ સબ્જી ખૂબ જ ઝટપટ બને છે કારણકે તેમાં ફ્કત શાકભાજી અને પનીરને તૈયાર મસાલા સાથે સાંતળવામાં આવ્યા છે. તેથી તે કોઇ પણ પ્રકારની રોટી સાથે એક સ્વાદિષ્ટ સંયોજન બનાવે છે. બીજું અહીં યાદ રાખવું કે આ ઝટપટ બેબી કોર્ન અને પનીરની સબ્જીને એક ખુલ્લા નૉન-સ્ટીક પૅનમાં બનાવવી જેથી પનીરના ટુકડા તૂટી ન જાય.

Quick Baby Corn and Paneer Subzi recipe In Gujarati

This recipe has been viewed 3409 times
5/5 stars  100% LIKED IT   
1 REVIEW ALL GOOD

क्विक बेबी कॉर्न एण्ड पनीर सब्ज़ी - हिन्दी में पढ़ें - Quick Baby Corn and Paneer Subzi In Hindi 


ઝટપટ બેબી કોર્ન અને પનીરની સબ્જી - Quick Baby Corn and Paneer Subzi recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૪માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો
૩/૪ કપ પાતળી સ્લાઇસ કરીને અર્ધ બાફેલા બેબી કોર્ન
૩/૪ કપ સ્લાઇસ કરેલા પનીરના ટુકડા (૨” x ૧/૨”ના)
૨ ટેબલસ્પૂન તેલ
૧/૨ કપ પાતળી સ્લાઇસ કરેલા કાંદા
૧/૨ કપ પાતળી સ્લાઇસ કરેલા સિમલા મરચાં
૧/૨ કપ પાતળા સ્લાઇસ કરેલા ટમેટા
૧ ટીસ્પૂન જીરા પાવડર
૧/૨ ટીસ્પૂન મરચાં પાવડર
૨ ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર
૧ ૧/૨ ટેબલસ્પૂન તાજું ક્રીમ
૧/૨ ટીસ્પૂન કસૂરી મેથી
૧ ૧/૨ ટેબલસ્પૂન ટમેટૉ કેચપ
મીઢું , સ્વાદાનુસાર
કાર્યવાહી
    Method
  1. એક ખુલ્લા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી, તેમાં કાંદા મેળવીને મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી સાંતળી લો.
  2. તે પછી તેમાં બેબી કોર્ન અને સિમલા મરચાં મેળવી મધ્યમ તાપ પર વધુ ૨ મિનિટ સુધી સાંતળી લો.
  3. પછી તેમાં ટમેટા મેળવી મધ્યમ તાપ પર વધુ ૧ થી ૨ મિનિટ સુધી સાંતળી લો.
  4. તે પછી તેમાં જીરા પાવડર, મરચાં પાવડર, કોથમીર, તાજું ક્રીમ, કસૂરી મેથી, ટમેટૉ કેચપ અને મીઠું મેળવી, મિક્સ કરીને મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી સાંતળી લો.
  5. છેલ્લે તેમાં પનીર મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
  6. ગરમ ગરમ પીરસો.

Reviews

ઝટપટ બેબી કોર્ન અને પનીરની સબ્જી
 on 24 Aug 17 12:23 PM
5

liked very much