આ ઝટપટ પનીરની સબ્જી અનેક લોકોને પસંદ આવે એવી છે કારણકે તેમાં રૂચીદાયક સ્વાદ અને બનાવટનું સંયોજન છે. આ જૈન વાનગીમાં પનીર, સીમલા મરચાં અને ટમેટાનો સ્વાદ, સાદા પણ ખુશ્બુદાર મસાલા જેવા કે આખા ધાણા અને લાલ મરચાં દ્વારા વઘારવામાં આવ્યું છે. મોઢામાં પાણી છુટે એવી આ સબ્જી તો છે જ પણ સાથે તેમાં ખૂબ ઓછી સામગ્રીનો ઉપયોગ થયા હોવાથી તે ખૂબ સરળ અને ઝટપટ બને છે. તો આ મજેદાર ભાજી તમે ગમે તે દિવસે માણી શકો એવી છે.
ઝટપટ પનીરની સબ્જી - Quick Paneer Subzi recipe in Gujarati
Method- એક નાના ખુલ્લા નૉન-સ્ટીક પૅનમાં લાલ મરચાં અને ધાણા નાંખી ધીમા તાપ પર ૧ મિનિટ સુધી સૂકા શેકી લીધા પછી ઠંડા થવા બાજુ પર રાખો.
- ઠંડા પાડ્યા પછી, તેને મિક્સરમાં ફેરવી ઝીણો પાવડર તૈયાર કરી બાજુ પર રાખો.
- એક નૉન-સ્ટીક કઢાઇમાં તેલ ગરમ કરી તેમાં જીરૂ મેળવો.
- જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં સીમલા મરચાંની પટ્ટીઓ મેળવી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી સાંતળી લો.
- તે પછી તેમાં તૈયાર કરેલો પાવડર, ટમેટા, મીઠું અને ૨ ટેબલસ્પૂન પાણી મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી, વચ્ચે-વચ્ચે હલાવતા રહી, રાંધી લો.
- છેલ્લે તેમાં પનીર મેળવી સારી રીતે હલાવી મધ્યમ તાપ પર વધુ ૧ થી ૨ મિનિટ સુધી, વચ્ચે-વચ્ચે હલાવતા રહી, રાંધી લો.
- ગરમ ગરમ પીરસો.