This category has been viewed 1107 times

  કોર્સ મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > ભારતીય કચુંબર વાનગીઓ, વેજ સલાડ રેસિપિ > ફળ આધારીત સલાડ
 Last Updated : Nov 04,2019

5 recipes

Fruit Salad Recipes - Read in English
फ्रूट सलाद - हिन्दी में पढ़ें (Fruit Salad Recipes in Gujarati)


આ કેળા અને કાકડીનું સલાડ એક અસામાન્ય સંયોજન છે જે કચુંબરની રીતે બનાવવામાં આવ્યું છે. મીઠા કેળા અને કરકરી કાકડી અહીં એક બીજામાં સારી રીતે ભળી જાય છે, જેમાં મગફળી અને નાળિયેર તેને કરકરૂ બનાવે છે અને સાથે લીલા મરચાં અને લીંબુનો રસ તેના સ્વાદમાં વધારો કરે છે. તેને ઠંડુ પીરસો.
આ રશિયન સલાડ સામાન્ય તૈયાર થતા સલાડથી સાવ જ અલગ છે કારણ કે તેમાં કાચા શાકના બદલે અર્ધ-બાફેલા શાકનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે તમે શાકને બાફવા માટે મૂક્યા હોય ત્યારે ખાસ ધ્યાન રાખવું કે તમે તેને વધુ બાફી ન નાંખો, કારણ કે શાકનો રંગ અને તેનો કરકરાપણું જળવાઇ રહે તેનો ખાસ ખ્યાલ રાખવો જરૂરી છે. ....
જ્યારે તમને બજારમાં તાજા નાસપાતી મળે ત્યારે આ નાસપાતી અને દાડમનું સલાડ જરૂર અજમાવજો. દાડમનો રસ, લીંબુનો રસ, રાઇનો પાવડર, મધ અને મરીનો પાવડર મેળવીને એક હુંફાળુ ડ્રેસિંગ તૈયાર કરવામાં આવ્યું છે જે નાસપાતી સાથે મજેદાર સ્વાદ આપે છે. અને સાથે તેમાં થોડા આઇસબર્ગ સલાડના પાન મેળવ્યા છે જેથી તે કરકરો બને. આ ....
તમારી ઝટપટ જમણની જરૂરિયાત પૂરી કરે એવું આ મેક્રોની, ફ્રુટ એન્ડ વેજીટેબલ સલાડ બનાવવામાં પણ અતિ સહેલું છે. તમારા મનગમતા શાક અને ફળોને સમારી લીધા પછી થોડા મેક્રોની રાંધી સલાડના બાઉલમાં એક સાથે મેળવી, તેમાં તા ....
બે જાતના પૌષ્ટિક કઠોળની સાથે સંતરા અને ટમેટાની ખટ્ટાશ સામે કેળા અને દ્રાક્ષની મીઠાશમાં મેળવવામાં આવેલા મેજેદાર મસાલા વડે તૈયાર થતું આ સ્પ્રાઉટેડ ફ્રુટી બીન સલાડ તમને એક નવા સ્વાદનો અહેસાસ કરાવશે.