This category has been viewed 2902 times

  કોર્સ મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > ઇંડા વગરની ડૅઝર્ટસ્ > પરંપરાગત ભારતીય મીઠાઈઓ રેસિપીઝ
 Last Updated : Feb 22,2020

22 recipes

Traditional Indian Mithai - Read in English
पारंपारिक भारतीय मिठाई की रेसिपी - हिन्दी में पढ़ें (Traditional Indian Mithai recipes in Gujarati)

પરંપરાગત ભારતીય મીઠાઈઓ રેસિપીઝ,  Traditional Indian Desserts in Gujarati

 

પરંપરાગત ભારતીય મીઠાઈઓ રેસિપીઝ,  Traditional Indian Desserts in Gujarati


ચણાના લોટની નાની નાની બુંદી ઘી માં તળીને સાકરની ખુશ્બુદાર ચાસણીમાં ડુબાડીને તૈયાર થતી આ બુંદી એક પરંપરાગત ભારતીય મીઠાઇ છે. જેમાં મસાલા મેળવીને કે બદામની ચીરી વડે સજાવીને માણી શકાય અથવા તેને બીજી મીઠાઇઓ પર સજાવવા વાપરી શકાય. તમે એને નવી રીતે આઇસક્રીમની ઉપર પણ સજાવી શકો.
કેસર પેંડાનો ખાસ લક્ષણ ગણવું હોય તો તે છે કેસરની ખુશ્બુ તથા એલચીની તીવ્ર સુગંધ અને તેમાં મેળવવામાં આવતો શાહી માવો. અહીં તૈયાર માવાનો ઉપયોગ સમયનો બચાવ કરવા માટે કર્યો છે, તે છતા તમને આ પેંડા બનાવવા માટે થોડી પહેલેથી તૈયારી કરવી પડશે કારણકે તેને એક દિવસ ઠંડા પાડવા રાખવાના છે. તેનું મિશ્રણ જ્યા ....
કલાકંદ એક એવી મીઠાઇની વાનગી છે જે બદલાતા સમય સામે આજે પણ લોકોની મનપસંદ મીઠાઇ રહી છે. મૂળ એ ઉત્તર ભારતની વાનગી હોવા છતાં, આખા ભારતમાં જ નહીં પણ દુનીયામાં પણ એટલી જ પ્રખ્યાતી પામતી વાનગી રહી છે, તેનું એક જ કારણ છે - તેનો સ્વાદ. આ દૂધની મીઠાઇ જગતના કોઇપણ ભારતીય મીઠાઇની દુકાનમાં જરૂરથી જોવા મળશે. અહ ....
બ્રેડ ઍન્ડ બટર પુડીંગ એક અતિ પ્રખ્યાત બ્રીટીશ વાનગી છે જે બનાવવામાં અતિ સરળ છે. આજે પણ તે મુંબઇની ઇરાની હોટેલમાં મળતી વાનગીમાં વધુ ખપતી વાનગી રહી છે. કસ્ટર્ડ જેવું સૉસ તૈયાર કરી બ્રેડ પર રેડી, તેને કીસમીસ અને સૂકા મેવા વડે સજાવી લીધા પછી ઉપર થોડી બ્રાઉન શુગર અને માખણ છાંટી મસ્ત મજેદાર કરકરૂં કોટ ....
પ્રખ્યાત રબડીમાં અહીં સફરજન મેળવી રબડીને ઘટ્ટ અને સુગંધીદાર બનાવવામાં આવી છે. સફરજનના સમાવેશથી તે જલદી પણ તૈયાર થઇ જાય છે અને રબડીનો સ્વાદ પણ મજેદાર બને છે. આ રબડીને માલપુઆ પર રેડીને પણ મજાથી ખાઇ શકાય છે.
ઘઉંના લોટની મીઠી ગોળપાપડી બીજી કોઇ ગુજરાતી મીઠાઇ કરતાં બનાવવામાં બહુ જ સરળ છે. જો કે તેમાં વધુ ઘી નો ઉપયોગ નથી થતો અને વગર તકલીફે તમે તેને ગમે ત્યારે સાંજના નાસ્તાની વાનગી તરીકે બનાવી શકો છો. અહીં યાદ રાખો કે ગોળ બહુ ઝીણું ખમણવું જેથી તેમાં ગઠોડા ન રહે. શીયાળામાં તમે તેમાં ગુંદર મેળવીને ગુજરાતમાં ઘણ ....
ગરમ માલપુઆ એવા આકર્ષક છે કે તમે તેને ટાળી જ ન શકો પછી ભલે તે સાદા ગરમ માલપુઆ હોય કે રબળીવાળા. આ માલપુઆ જરૂરથી ઘરે બનાવજો પણ અહીં બતાવેલી અલગ રીત પ્રમાણે. આ માલપુઆને તળવાને બદલે ઓછા ઘી માં ફ્રાઇંગ પૅનમાં રાંધવામાં આવ્યા છે અને તે જોઇએ એવા જ નરમ પણ બને છે.
તમને જ્યારે કંઇક મીઠું ખાવાની ઇચ્છા થાય ત્યારે આ એલચીવાળી સ્વાદિષ્ટ લૉ ફેટ પનીરની ખીર જરૂર અજમાવજો. પારંપારિક સાકરના બદલે શુગર સબ્સ્ટિટ્યૂટનો ઉપયોગ કરી અને અસ્વસ્થ મલાઇ અથવા ક્રીમનો ઉપયોગ ટાળી અમેં અહીં બીનજરૂરી કાર્બોહાઈડ્રેટ અને ચરબી ઓછી કરી છે, જેથી તમે તેનો નિરાંતે બેસીને સ્વાદ માણી શકો. અહીં યા ....
આ પ્રખ્યાત સાદા મીઠા ભાતને જરૂર અજમાવશો. આ ભાત સાકર મેળવીને તૈયાર કરવામાં આવે છે જેથી તમારે બીજી વધુ કંઇ તૈયારી કરવી પડતી નથી. તેમાં ઉમેરાતા કેસર, એલચી, લવિંગ અને તમાલપત્ર તેને એક અલગ જ ખુશ્બુ આપે છે.
ઍલા અડા કેરાલાની એક પારંપરિક મીઠી મજેદાર વાનગી છે, જેમાં ચોખાના લોટના પૅનકેકને કેળના પાનમાં વીંટાળીને બાફવામાં આવે છે. અહીં અમે આ ઍલા અડાને નાળિયેર અને ગોળના પૂરણ વડે બનાવવાની રીત રજૂ કરી છે. કોઇ ખાસ પ્રસંગે તેના પૂરણમાં ફણસના પલ્પનો પણ ઉપયોગ કરવામાં આવે છે. ઍલા એટલે પાંદડું અને આ મીઠા ચોખાના ....
કોઇપણ ભારતીય જમણમાં જો દેશી આઇસક્રીમ પીરસવામાં ન આવે ત્યાં સુધી તે જમણ અધુરુ જ ગણાય. દેશી આઇસક્રીમ એટલે કુલ્ફીના ભિન્ન ભિન્ન પ્રકાર અને ભિન્ન ભિન્ન સ્વાદ જેવા કે મસાલા વાળી કુલ્ફીથી માંડી ફળોના સ્વાદવાળી કુલ્ફી પણ બને છે. અહીં આ ડ્રાયફ્રુટ-કેસર કુલ્ફી એક પારંપારિક મોગલાઇ રીતે તૈયાર કરવામાં આવી છે અન ....
તમે વિવિધ પ્રકારના લોટ કે રવા દ્વારા બનતા અલગ-અલગ શીરાનો સ્વાદ જરૂર માણ્યો હશે, પણ અહીં એક સૌથી અલગ પ્રકારનો શીરો રજૂ કર્યો છે જેમાં અખરોટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ અખરોટના શીરાની બનાવટ, સ્વાદ અને સુગંધ તમને જરૂર લહેજત આપશે. તમારી ડીશમાં થોડા અખરોટનો શીરો થોડી સેકંડ રાખીને પછી તેનો સ્વાદ માણો ત્યા ....
સાદા દહીંનું સ્વાદિષ્ટ વાનગીમાં જાદુઇ રૂપાંતર એટલે શ્રીખંડ. જેમાં કોઇપણ રાંધવાની ક્રીયા થતી નથી એવી આ વાનગી રવિવારના જમણમાં, તહેવારની વાનગીઓની સૂચિમાં અને તે ઉપરાંત ઉપવાસની ફરાળી વસ્તુઓમાં એક આદર્શ પ્રમાણભૂત વાનગી તરીકે પીરસી શકાય છે. જો તમે તેને આગળથી તૈયાર કરી ફ્રીજરમાં રાખી મૂકશો તો તે લગભગ ૧૫ દી ....
પૂરણપોળી એક પાંરપારીક વાનગી છે જે ભારતના અલગ-અલગ રાજ્યમાં અલગ-અલગ રીતે બનાવવામાં આવે છે. આમતો પૂરણપોળી ચણાની દાળ અને નાળિયેરના મિશ્રણ વડે બનાવવામાં આવે છે જેમાં ગોળનો ઉમેરો તેને મીઠાસ આપે છે જ્યારે એલચી પાવડર તેને સ્વાદિષ્ટ બનાવે છે. આમ તો આ પૂરણપોળી તહેવારના દિવસોમાં બનાવવામાં આવે છે, પણ જ્યારે તમન ....
માવા કેસર રોલ, માવાના પેંડા જેવી સામ્યતા ધરાવતી આ સ્વીસ રોલ જેવી અને આકર્ષક લાગતી મીઠાઇની વાનગી તહેવારોમાં, ખાસ કોઇ પ્રસંગે અથવા
Goto Page: 1 2