This category has been viewed 419 times

 તહેવાર અને મિજબાનીના વ્યંજન > મિજબાની ના વ્યંજન > બર્થડે પાર્ટી > બાળકો માટે
 Last Updated : May 14,2019

9 recipes

Birthday Party Kids - Read in English
बच्चों के लिये - हिन्दी में पढ़ें (Birthday Party Kids recipes in Gujarati)


દેખાવમાં અતિ સુંદર, સ્વાદિષ્ટ આ મફિન્સમાં ગાજર તેને મજેદાર રંગની રોનક આપી અત્યંત આર્કષક બનાવે છે, જ્યારે તેમાં મેળવેલી કિસમિસ દરેક કોળિયે તમને રસદાર આનંદ આપે છે. ઘઉંનો લોટ અને ઘઉંનું થૂલું ઉમેરવાથી મફિન્સની રચના, તેની મજેદાર સુગંધ અને પૌષ્ટિક્તામાં વધારો થાય છે. અહીં ધ્યાન રાખવાનું છે કે મફિન્સમાં બ ....
પીઝા બનાવતી વખતે પ્રથમ ચીઝ અને શાકભાજીનો જ વિચાર મગજમાં આવે. અહીં પણ આ વસ્તુઓ મુખ્ય તો છે પણ થોડી અલગ રીતે. આ ચીઝ વેજીટેબલ પીઝામાં પાતળા પીઝા પર મલાઇદાર ચીઝ સૉસનું પડ, સાંતળેલી શાકભાજી અને છેલ્લે બેક કરતાં પહેલા પાથરેલું પીઝા સૉસ વડે બનાવેલા આ પીઝાના તમે જરૂર ચાહક બની જશો.
ઇડલીની જેમ ઢોસા પણ દક્ષિણ ભારતીય વાનગીઓમાં અતિ પ્રખ્યાત વાનગી છે, પાતળા અને કરકરા ઢોસા, ચોખા અને અડદની દાળના ખીરા વડે બનાવવામાં આવે છે. ઇડલી કરતાં પણ ઢોસા વધુ ઉત્તેજક ગણાય છે. ખરેખર તો ઇડલી બનાવવામાં સહેલી, આરામદાયક અને બાફેલી વાનગી ગણાય છે, જ્યારે ઢોસા તેનાથી વધુ તૃપ્ત કરનારા ગણાય છે. પારંપારિક રી ....
વાઇટ સૉસનો સ્વાદ આમ તો સૌને ગમી જાય એવું છે. તે ફક્ત રાંધેલી ફ્યુસિલી માટે જ મુખ્ય પાયારૂપ નથી ગણાતું, પણ વિવિધ પ્રકારની રંગીન અને કરકરી શાકભાજી માટે પણ તેટલું જ મહત્વરૂપ છે. રંગીન સિમલા મરચાં, આકર્ષક બ્રોકલી અને કરકરા બેબી કોર્ન આ પાસ્તાને વિવિધરંગી તો બનાવે જ છે પણ સાથે એવા રૂચીકારક બનાવે છે કે તે ....
સારી રીતે રાંધેલી ફ્યુસિલી અને મજેદાર સુગંધી ટમેટાના સૉસનું સંયોજન એટલે એક અલૌકિક મેળાપ. કાંદા, લસણ, મરી, સૂકા હર્બસ્ અને તમાલપત્ર જેવી અદભૂત સુગંધી વસ્તુઓ વડે તૈયાર થતું ટમેટાનું સૉસ આ પાસ્તા ઇન રેડ સૉસને એવું મજેદાર બનાવે છે કે તમે તેને લાંબા સમય સુધી યાદ રાખશો.
જ્યારે બર્ગરમાં કરકરા સલાડના પાન, સમારેલા શાક અને ચીઝ-કોર્નની પેટીસ હોય, તો તે પછી તમને બીજું શું જોઇએ? પનીર અને મકાઇનું સંયોજન પેટીસમાં મજેદાર ગણી શકાય છે, આ ઉપરાંત તેમાં કોથમીર અને મરચાં પેટીસને સ્વાદનો જોમ અને ઉત્સાહીક તીખાશ આપે છે. સંપૂર્ણ જમણનો આંનદ માણવા ફ્રેન્ચ ફ્રાઇસ સાથે પીરસો.
તમારા બાળકોને આ ઓટસ્ લોલીપોપ ખાતા તમે તેને અટકાવશો નહીં. ઓટસ્, ગોળ, સૂકો મેવો અને તલ વગેરે મેળવી બહુ સારી રીતે મિક્સ કરીને બનતી આ લોલીપોપ કરકરી અને મજેદાર તૈયાર થાય છે. તેને તમે આગળથી તૈયાર કરીને હવાબંધ બરણીમાં ભરીને રાખી શકો છો.
મેંદો અસ્વસ્થ્યકારક ગણાય છે અને કાયમ બાળકોના ભોજનથી તેને દૂર રાખવાની સલાહ આપવામાં આવે છે. મેં આ વાનગીમાં ગુણકારી ઓટસ્, કેળા અને અખરોટનો ઉમેરો કરીને પ્રયોગાત્મક રીતે મફિનને પૌષ્ટિક બનાવ્યા છે.
તમારા નાના બાળકોને ઘેર બનાવેલા ચોકલેટ બોલ્સ્ નો સ્વાદ ચખાડો. આ ક્રીસ્પી ચોકલેટ બોલ્સ્ માં મમરા અને મારી બિસ્કીટ સાથે તેને સ્વાદિષ્ટ અને મનપસંદ બનાવવા તેમાં જામ અને ચોકલેટ મેળવવામાં આવ્યા છે. રંગીન વર્મિસેલી તેને એવા આકર્ષક બનાવે છે કે બાળકો તરત જ ખાવા લલચાશે. બાળકોને