This category has been viewed 1081 times

 તહેવાર અને મિજબાનીના વ્યંજન > મિજબાની ના વ્યંજન > મેક્સીકન પાર્ટી
 Last Updated : Sep 03,2020

18 recipes

Mexican Party - Read in English
मेक्सिकन पार्टी - हिन्दी में पढ़ें (Mexican Party recipes in Gujarati)


બરીટો બોલ નામ ભલે અટપટું છે, પણ ખરેખર તે બનાવવામાં વધુ સમય લાગતો નથી. આ ઉપરાંત તે ધરાઇને એક જ વાનગીથી પૂર્ણ જમણનો અનુભવ કરાવે એવું છે, તેથી તેની બનાવવાની મહેનતનું પૂરેપૂરું વળતર મળી રહે એમ કહી શકાય. આમ તો તે ભાતમાં રંગીન શાકભાજી, કેચપ અને પ્રમાણસર મસાલા, રિફ્રાઇડ બીન્સ, સાર ક્રીમ અને બીન રાંધેલા સાલ ....
ટાર્ટ આમ તો તેના કદથી આકર્ષક હોય છે, તે ઉપરાંત તેની નાજુકાઇ અને બહાર દેખાતી તેમાં રહેલી માત્રાના લીધે વધુ લોભામણા લાગે છે. આવી આ નાસ્તાની વાનગી એવી મોહક છે કે ઝટ ખાવાની લાલચ થઇ જ આવે. અહીં અમે તૈયાર ટાર્ટ વડે સરળ અને ફટાફટ તૈયાર થઇ જાય એવી વાનગી રજૂ કરી છે. જીભને મધુર લાગે એવી વસ્તુઓનું સંયોજન એ ....
જલ્દીથી બનતી, સહેલી અને ઉત્તમ, આ મેક્સિકન ફ્રાઇડ રાઇસની વાનગી એવી સચોડદાર છે કે તે દરેકને ગમશે જ. તેનો અનોખો સ્વાદ, આદૂ-લસણની પેસ્ટની ઉગ્ર ખુશ્બુ અને તેમાં મેળવેલા કરકરા શાક સાથે ટમેટાની ખટાશ આ વાનગીને મનગમતી બનાવે છે. તેમાં મેળવેલા શાકભાજી પણ તેને મનોહર બનાવે છે. જો તમે આગળથી ભાત રાંધીને તૈ ....
બર્ન્ટ સ્વીટ કોર્ન સલાડની ખાસિયત છે તેની સબળ સુવાસ, જે લગભગ મકાઇના કણસલાને સીધા તાપ પર શેકવાથી મળતી સુવાસ સમાન ગણી શકાય. અહીં એવા જ, બનાવવામાં સરળ અને પીરસવામાં પણ સહેલા જાદુઇ સ્વાદવાળા બર્ન્ટ કોર્નનો આનંદ માણો. મકાઇને સીધા તાપ પર ઉંચી આંચ પર શેકી લીધા પછી તેમાં બીજી મજેદાર વસ્તુઓ જેવી કે ટમેટા, ....
બરીતોસ મેક્સિકન વાનગીનું સમાનાર્થક જ ગણાય છે. તેના સ્વાદિષ્ટ ટૉટીલામાં ભાત, રીફ્રાઇડ બીન્સ્, સાલસા, ખાટું ક્રીમ અને ચીઝ હોવાથી તે દરેક રીતે સંપૂર્ણ ગણાય છે. સ્વાદની વાતે તો તમે તેનો એક કોળીયો ખાશો ત્યારે જ તમને જણાશે કે આ વાનગીમાં ખટાશ, તીખાશ અને સાથે ચીઝના સ્વાદનું પણ સંયોજન છે, જે તમને ખૂબ જ સંતુ ....
સુગંધી અને પૌષ્ટિક એવું આ ગ્વાકામોલ ઍવોકાડોનું ડીપ છે, જે મૂળ મેક્સિકન વાનગી છે પણ હવે આખી દુનીયામાં ફક્ત ડીપ માટે નહીં પણ સલાડ ડ્રેસિંગ માટે તથા સેન્ડવિચના ટૉપીંગ માટે પણ પ્રખ્યાત થઇ ગયું છે. ઍવોકાડોનો ઉપયોગ કરતાં પહેલા ખાત્રી કરી લેવી કે તે પાકું હોય, જો તે કાચું હશે તો તે સ્વાદરસિયાઓને નાખુશ કરી ....
આમ તો તમે મેક્સિકન વાનગીઓનો સ્વાદ સારો એવો માણ્યો હશે, જેવી કે ટોર્ટીલા અને કસાડીયા. પણ અહીં એક બહુ જ સાદા નાસ્તાની વાનગી રજૂ કરી છે, તે છતાં તેને મેક્સિકન સ્પર્શ મળી રહે છે. આ મેક્સિકન બ્રેડ રોલમાં મીઠી મકાઇના દાણા અને સિમલા મરચાંની સાથે ચીઝ અને મેંદાથી ઘટ્ટ કરેલું દૂધ અને ચીલી ફ્લેક્સની થોડી તીખાશ ....
બેક કરીને બનતી વાનગીઓમાં એક અદભૂત કહી શકાય એવી આ વાનગી ક્રૅપ્સ્ મેક્સિકના બનાવવામાં અતિ સરળ છે, જેમાં એક અલગ જ પ્રકારના અજોડ પાતળા ક્રૅપ્સ્ માં મેક્સિકન પૂરણ ભરવામાં આવે છે. સુગંધી અને રસદાર પનીરનું મિશ્રણ તથા રાંધ્યા વગરનું સાલસા અને રીફ્રાઇડ બીન્સ્ આ ક્રૅપ્સ્ નું મજેદાર પૂરણ છે. અહીં બધી સાદી વસ્ત ....
કોકોનટ અને પપૈયાનું ડ્રીંક ગમી જાય એવું છે, જે ગરમીના દીવસો માટે ઉત્તમ પીણું ગણી શકાય છે. નાળિયેરના દૂધ અને પપૈયાનું સંયોજન એક ઠંડક આપનારૂં પીણું બનાવે છે, જે સ્વાદમાં મજેદાર હોવાની સાથે પેટ માટે પણ અનૂકુળ ગણી શકાય એવું છે.
ઠંડીના દીવસોમાં માફક આવે એવું આ તીખાશવાળું સૂપ, પણ તમારી આંખમાં પાણી આવી જાય એવું તીખું તો નથી જ. આ ટમેટા ઍન્ડ બેક્ડ બીન્સ્ સૂપમાં તીખાશ અને ખટાશનું નાજુક સમતોલન છે જેને સફેદ સૉસના મિશ્રણથી સૌમ્ય બનાવવામાં આવ્યું છે જેથી તમે તેને સારી રીતે માણી શકશો.
આ મેક્સિકન સૂપમાં શેકેલા સિમલા મરચાંની ધુમાડાવાળી ખુશ્બુ તમને જરૂરથી લલચાવશે. તેમાં રહેલી સાંતળેલા કાંદા અને શેકેલા સિમલા મરચાંની તીવ્ર ખુશ્બુથી વિરૂધ્ધ પીળી મકાઇ સાથે તેનું અનોખું સંયોજન બનાવે છે. યાદ રાખશો કે કાંદાને માખણમાં જ સાંતળવા, જેથી આ સ્વીટ કોર્ન અને કેપ્સીકમનું સૂપ વધુ સ્વાદિષ્ટ બને. એક બ ....
મેક્સિકન રસોઇમાં બીન્સ એક અંગભૂત ભાગ ધરાવે છે. બરીતોના પૂરણ અને ટાકોસ થી સલાડ અને ડીપ વગેરે માટે બીન્સ દરેક વાનગીમાં વપરાય છે. અહીં સ્વાદિષ્ટ મેક્સિકન બીન ઍન્ડ ચીઝ સલાડની વાનગીમાં બે પ્રકારના બાફેલા બીન્સનું સંયોજન રસદાર અને કરકરા શાકભાજી સાથે કરીને, એક ખાટ્ટા અને તીખા ડ્રેસિંગ સાથે મિક્સ કરવામા ....
ક્રૅપ્સ્ પાતળા પૅનકેક છે, તેની સરસ નરમ બનાવટના કારણે તેને મજેદાર ડેઝર્ટ બનાવવા માટે આદર્શ ગણી શકાય છે. તેની પર હુંફાળું સૉસ અને આઇસક્રીમ પાથરીને અથવા તેને ક્રીમ અને ફ્રુટમાં વાળીને કે પછી તમારી મનગમતી રીતે તેનો ઉપયોગ કરી મજેદાર વાનગીઓ બનાવીને તેનો આનંદ માણો.
એક મજેદાર ક્રીસ્પી સ્ટાર્ટર જે મેક્સિકન જમણ માટે પરિપૂર્ણ ગણી શકાય. જ્યારે તમે આ મસાલેદાર સ્નૅકને સાલસાના કપમાં બોળવાનો પ્રયત્ન કરશો અને તેનો સ્વાદ માણીને હજી તો તે તમારા મોઢામાં જે હશે ત્યારે જ તમને વિચાર આવશે કે આ સ્નેક સાલસાથી સ્વાદિષ્ટ થયું છે કે પછી બટાટાની કરકરી ચીપ્સથી. બટાટાને ખીરામાં બોળીને ....
ચીપ્સ્ અને ડીપ્સ્ એટલે બરણી અને ઢાંકણા જેવો સબંધ. બન્ને સંપૂર્ણપણે મળતા હોવા જોઇએ. આ બેક્ડ બીન્સ્ ઍન્ડ સ્પ્રીંગ અનીયન ડીપ એક ખાટું અને સ્વાદિષ્ટ ડીપ છે જેને ખાટા-મીઠા બેક્ડ બીન્સ, કરકરા સિમલા મરચાં અ ....
Goto Page: 1 2