This category has been viewed 692 times

  કોર્સ મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > ડિનર રેસીપી, ભારતીય ડિનર વેગ રેસીપી > ડિનરમાં ખવાતા રોટી
 Last Updated : Oct 28,2019

7 recipes

Dinner Roti - Read in English
डिनर के लिए रोटी - हिन्दी में पढ़ें (Dinner Roti recipes in Gujarati)


સહેજ તીખી અને ખુશબુદાર આ કાંદાની રોટી બધાને ભાવે એવી છે. જીરૂ, આદુ, કોથમીર અને લીલા મરચાંને ઘંઉના લોટમાં મેળવીને બનતી આ રોટી કોઇ પણ શાક અથવા દહીં સાથે કે પછી ફક્ત અથાણાં સાથે પીરસી શકાય એવી મજેદાર છે.
કડક અને ચાવવી પડે તેવી રોટી ક્યારે પણ ભાવતી નથી. હવે બનાવો, કોમળ અને સ્વાદિષ્ટ રોટી, કોઇપણ જમણમાં અને જુઓ તમારા કુટુંબીજનોને તેની રંગત માણતા. રોટી બનાવવી એકદમ સરળ છે અને તે કોઇપણ જમણને સંતોષજનક બનાવે છે. તો હવે બનાવો! આ રોટી કોઇપણ ગરમ
દરેક ઘરના રસોડામાં જોવા મળતી સામગ્રી વડે બનતી આ મજેદાર કૅલરીયુક્ત રોટીમાં પાંચ પૌષ્ટિક લોટનું સંયોજન છે, જે લોહ, પ્રોટિન, ફાઈબર અને વિટામીન બી3 ધરાવે છે. નાસ્તામાં કે જમણમાં આ રોટી, દહી સાથે તમારું જમણ સંતુષ્ટ અને પૌષ્ટિક બનાવે છે.
ઘણા લોકો નાચનીને એક આદર્શ આહાર ગણે છે, છતાં પણ સામાન્ય રીતે ઘણા ઘરમાં તેનો ઉપયોગ નથી થતો. આમ જોવા જઈએ તો નાચનીમાં સુંતુલિત માત્રામાં પોષક તત્વો હોય છે અને જો તેનો ઉપયોગ સારી રીતે કરવામાં આવે તો તે ખૂબ સ્વાદિષ્ટ પૂરવાર થાય છે. અહીં અમે તેનો સમજદારીથી ઉપયોગ કરીને નાચની અને કાંદાની રોટી બનાવી છે જે સૌન ....
મીસી રોટી એક પ્રખ્યાત રાજસ્થાની વાનગી છે, જેમાં વિવિધ પ્રકારના લોટ સાથે અજમો, કોથમીર અને કાંદા મેળવવામાં આવ્યા છે જેથી રાંધ્યા પછી તે મજેદાર ખુશ્બુ પ્રસારે છે. અહીં ધ્યાન રાખવું કે બધી રોટી થોડી જાડી વણવી અને તેની પર ગોલ્ડન બ્રાઉન ધાબા દેખાય ત્યાં સુધી શેકવી.
આવો, આપણે સાદા નાનને એક ભપકાદાર અને નવી રીતે વધુ સ્વાદિષ્ટ બનાવીને સાદા નાનથી અધિક આનંદ માણીએ. આ ગાર્લિક ચીઝ નાનમાં લસણ અને ચીઝના મિશ્રણને નાનની કણિકમાં ભરીને વણવામાં આવ્યા છે. આ નાનનો સ્વાદ એવો મજેદાર બને છે કે તમારા મુખના હાવભાવ તરત જ બદલાઇ જશે. આ નાનની મજા તમે કોઇપણ શાક સાથે અથવા તો તેને નાની સાઇ ....
ફૂદીનો એક એવી જાદૂઇ સામગ્રી છે જે કોઇ પણ વાનગીમાં સહેજ ઉમેરવાથી વાનગીને સ્વાદિષ્ટ અને મજેદાર બનાવે છે. અહીં આ ફૂદીનાની રોટીમાં ફૂદીનાને સૂકા સાંતળીને ભુક્કો કરવામાં આવ્યા છે, જેથી તેની સુવાસમાં વધારો થાય છે અને સાદી ઘઉંની રોટી પણ મજેદાર બને છે. બીજા