This category has been viewed 3378 times

  કોર્સ મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > મેન કોર્સ > શાક રેસિપિ, કરી > ગ્રેવીવાળા શાક
 Last Updated : Jul 25,2020

27 recipes

Sabzis with Gravies - Read in English
ग्रेवी वाली सब्जी की रेसिपीज, ग्रेवी वाली सब्जी - हिन्दी में पढ़ें (Sabzis with Gravies recipes in Gujarati)


આ એક ખૂબ જ પ્રખ્યાત વાનગી છે જે ભારતના દરેક રેસ્ટૉરન્ટના મેનુમાં જોવા મળે છે. અહીં પનીરને તળીને ટમેટાની ગ્રેવીમાં રાંધવામાં આવ્યું છે, અને આ ગ્રેવીને તમે વધુ કે ઓછા મસાલાવાળી તમારા ગમતા સ્વાદ પ્રમાણે બનાવી શકો છો. પણ ધ્યાન રાખજો કે સિમલા મરચાં અને કસૂરી મેથીને આ વાનગીથી બાદ નહીં કરતા કારણકે આ બન્ને ....
મહારાષ્ટ્રની એક અતિ પ્રખ્યાત વાનગી મિસલ, એક એવી વાનગી છે જે સ્વાદિષ્ટ તો છે ઉપરાંત તેમાં લહેજત પણ વધુ મળે છે. મિસલ પાંવમાં આરોગ્યદાઇ કઠોળ સાથે ટમેટા અને કાંદાનો તીખો સ્વાદ તમારા નાકમાં પાણી આવી જાય એવો અનુભવ કરાવે છે. તે ઉપરાંત તેમાં મેળવેલો મસાલા પાવડર અને ખાસ તૈયાર કરેલો નાળિયેર-કાંદાનો મસાલો ....
અવીઅલ એ મૂળ કેરળની વાનગી છે, છતાં તામિલનાડુમાં પણ તે એટલી જ પ્રખ્યાત થયેલી છે. લગ્ન અથવા કોઇ ઉત્સવની ઉજવણીમાં આ વાનગી ન હોય એવું ભાગ્યેજ બને. એક ઉત્તમ અવીઅલની વાનગીને દૃષ્ટિવિષયક બનાવવા માટે ખૂબ ધ્યાન આપવું જરૂરી છે, એટલે જ વિભિન્ન રંગની શાકભાજી જેવી કે ગાજર, ફણસી, કોળું વગેરે પસંદ કરી તેના ૧ ઇંચ લા ....
લીલા વટાણાની આમટી એક ખાસ મહારાષ્ટ્રીયન વાનગી છે, જેમાં છુંદેલા લીલા વટાણા અને ટમેટાનો ઉપયોગ થાય છે. તેમાં પારંપારીક મસાલા સાથે કાંદા અને નાળિયેરના ખમણની તાજી પેસ્ટ મેળવી તેને મજેદાર અને સ્વાદિષ્ટ બનાવવામાં આવી છે.
વેજીટેબલ્સ્ ઇન કોકોનટ કરી, ભારતના પશ્ચિમ કીનારાવાળા રાજ્યોની ખાસિયત રહી છે કારણકે તે પ્રદેશમાં નાળિયેર પુષ્કળ પ્રમાણમાં મળી રહે છે જેથી તેઓ રાંધવાની વાનગીઓમાં તેનો પુષ્કળ પ્રમાણમાં ઉપયોગ કરે છે. અહીં એક રંગીન અને રસદાર સાદા શાકને લીલા મરચાં અને જીરૂ મેળવી સ્વાદિષ્ટ બનાવી, નાળિયેરના દૂધમાં ઉકાળીને રજ ....
એક ખૂશ્બુદાર વાનગી જેમાં સારા પ્રમાણમાં શાકભાજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મેં અહીં ફણસી, ગાજર અને ફૂલકોબીનો ઉપયોગ કર્યો છે પણ તમે તમારી પસંદના કોઇ પણ શાક તેમાં ઉમેરી શકો. આમ તો આ સબ્જીના સાલનમાં વિવિધ પ્રકારના શાક અને મસાલા ઉમેરવામાં આવ્યાં છે પણ તેની બનાવવાની રીતને કારણે તેને હલકી વાનગી ગણી શકાય. આ ....
જગ પ્રખ્યાત થાઇ કોકોનટ કરીને દેશી રૂપ આપવા તેમાં કોથમીર-કાંદાની પેસ્ટ અને જીભને ગમતા મસાલા પાવડરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પેસ્ટને જ્યારે સાંતળવામાં આવે છે ત્યારે તેની ઉગ્ર ખુશ્બુ અને સુવાસમાં સૂકા મસાલા પાવડર મેળવવાથી તે વધુ તિવ્ર બને છે. નાળિયેરનું દૂધ મસાલાની તીખાશને સૌમ્ય અને સ્વાદમાં માફકસર ....
આ મલાઇદાર અને રંગીન ભોપાલી સ્ટાઇલ મિક્સ વેજીટેબલ્સ્ તમે દરરોજના જમણમાં કે પછી પાર્ટીમાં પીરસી શકાય એવી વાનગી છે. તેમાં તમે કોઇપણ શાકભાજીનો ઉપયોગ કરી શકો છો પણ અલગ-અલગ રંગના શાકભાજીનો ઉપયોગ કરવો. આ શાકભાજીઓને મસાલા પેસ્ટની, દૂધ અને ફ્રેશ ક્રીમમાં રાંધવામાં આવી છે, અને તેની ઉપર હલકા તળેલા કાજુના ટુકડા ....
ઘણા લોકોને પનીરની બનાવટની પંજાબી વાનગીઓ અતિ પ્રિય હોય છે. પંજાબમાં દૂધ પુષ્કળ પ્રમાણમાં મળતું હોવાથી દૂધની પેદાશો અને ખાસતો પનીરનો ઉપયોગ ત્યાં વધુ પડતો થાય છે. પાલક અને પનીરનું મિશ્રણ એટલે ફક્ત ભવ્યતા નહીં, પણ પૌષ્ટિક્ત ....
મુઘલાઇ આલુ એક અતિ પ્રખ્યાત વાનગી છે, જેમાં તળેલા અથવા મૅરીનેટ કરેલા નાના બટેટાને તીખી મલાઇદાર ગ્રેવીમાં તૈયાર કરવામાં આવે છે. સામાન્ય રીતે મુઘલાઇ ડીશ સ્વાદિષ્ટ અને મસાલેદાર હોય છે અને તે આ વાનગી માટે પણ એટલું જ સાચું છે. લગભગ દરેક મુઘલાઇ વાનગીની જેમ, અહી પણ કાંદા, ખસ-ખસ અને ફ્રેશ ક્રીમ વિશિષ્ટ મહત્વ ....
આવી અનોખી વાનગી ફક્ત ભારતીય રાંધણકળામાં જ જોવા મળશે. તમે કોઇ શાકભાજી લો તો તેને રાંધવાની હજારો રીત હોય છે, તો અહીં સ્વાદિષ્ટ સરગવાની શિંગને ચણાના લોટ સાથે મેળવીને મસાલવાળી ટમેટાની ગ્રેવીમાં રાંધવામાં આવી છે. આ સરગવાની શિંગની વેજીટેબલ કરીમાં અઘિક માત્રામાં ચણાના લોટનો ઉપયોગ કરવામાં આવ્યો છે, એટલે આ ક ....
આ વાનગીમાં બનાવવામાં આવેલા કોફ્તામાં પાલકનો ઉમેરો તેને પૌષ્ટિક બનાવે છે, જ્યારે પનીરનો ઉમરો તેને વધુ સ્વાદિષ્ટ બનાવે છે. ટમેટાવાળી ગ્રેવીમાં ઉમેરવામાં આવેલા નાળિયેર અને કાંદાની સાથે વિવિધ મસાલા જેવા કે ચારોલી, જીરૂ, ખસખસ અને આખા ધાણાના સરવાળાથી બનતી આ લાલ ગ્રેવીમાં પાલકના કોફ્તાની ભાજી ખૂબ જ રંગીન અ ....
આ વાનગીની શ્રેષ્ઠતા ગણવી હોય તો, કોફ્તામાં વપરાયેલી વિવિધ સામગ્રી જ ગણાવી શકાય. દૂધની અલગ અલગ વસ્તુઓ, કેસર અને સૂકો મેવો આ નવાબી કેસર કોફ્તાને એવા પ્રભાવશાળી બનાવે છે કે તેને મોઢામાં મુક્તાની સાથે જ પીગળી જાય એવા બનાવે છે. તીખા સ્વાદવાળી ગ્રેવી, જેમાં મસાલેદાર અને કાજૂ-બદામ જેવા મેવા ઉમેરવાથી તૈય ....
મશરૂમને રાંધવાની ભારતીય રીત એટલે તાજી મશરૂમની કરી. તાજી લીલી કોથમીર અને બાફેલા કાંદાની પેસ્ટનો ગ્રેવીમાં ઉમેરો તેને ખૂબ જ સ્વાદિષ્ટ બનાવે છે, અને સૌમ્ય મશરૂમના સ્વાદથી તે ઉત્તમ બને છે. અહીં ફક્ત યાદ રાખવું કે મશરૂમને ગરમ પાણીમાં ૨ મિનિટ પલાળી રાખવું જેથી તે નરમ થઇ જાય અને સાથે-સાથે સારી રીતે સાફ ....
ફ્રેન્ચ બીન્સ ઇન કોકોનટ કરી સ્વાદિષ્ટ તો છે જ પણ દેખાવમાં પણ આકર્ષક છે. નાળિયેરની સફેદ ગ્રેવીમાં લીલી ફણસી તરત જ નજરે પડી જાય એવી છે. આ ગ્રેવીમાં ઉમેરવામાં આવેલી શેકેલી મગફળી ખૂબજ મહત્વની છે કારણકે તે ફણસી સાથે સારી રીતે ભળી જાય છે, તે ઉપરાંત ગ્રેવીને કરકરો અહેસાસ આપે છે. ફ્રેન્ચ બીન્સ ઇન કો ....
Goto Page: 1 2