This category has been viewed 20489 times

 ઝટ-પટ વ્યંજન > ઝટ-પટ સવાર ના નાસ્તા રેસિપિસ
 Last Updated : Sep 28,2020

28 recipes

Quick Breakfast - Read in English
सुबह का झट-पट नाश्ता भारतीय रेसिपी - हिन्दी में पढ़ें (Quick Breakfast recipes in Gujarati)

ઝટ-પટ સવાર ના નાસ્તા રેસિપિસ : Quick Breakfast Recipes in Gujarati

ઝટ-પટ સવાર ના નાસ્તા રેસિપિસ : Quick Breakfast Recipes in Gujarati

 

ઝટ-પટ સવાર ના નાસ્તા રેસિપિસ , Quick Breakfast Recipes in Gujarati , સાથે અમારી અન્ય ઝટ-પટનો રેસિપિસ આનંદ લો


આગલા દિવસની વધેલી રોટી ને પરંપરાગત વઘાર અને તાજી છાસ એક પૌષ્ટિક અને સ્વાદિષ્ટ નાસ્તો બનાવે છે જે તમે સવાર અથવા ગમે તે સમયે ભૂખ લાગે ત્યારે ખાઇ શકો છો. કૅલ્શિયમ અને પ્રોટીનથી ભરપૂર એવી આ વાનગી બનાવતી વખતે રીત ક્રમાંક ૩ ના સમયે જો તમે વિટામિનથી ભરપૂર એવા શાકભાજી ઉમરેશો તો તેની પૌષ્ટિક્તા વધશે.
જ્યારે સ્ટ્રોબરીની સીઝન હોય ત્યારે આ રેસીપી સવારના નાસ્તા માટે એક મજેદાર અને નવીન પીણું ગણી શકાય. આ સ્ટ્રોબરી હની મિલ્કશેકમાં દહીં અને મધનો ઉમેરો કરવામાં આવ્યો છે જે આ પીણાંની મીઠાશ વધારી તેને ઘટ્ટ પણ બનાવે છે.
દરેક ઘરના રસોડામાં જોવા મળતી સામગ્રી વડે બનતી આ મજેદાર કૅલરીયુક્ત રોટીમાં પાંચ પૌષ્ટિક લોટનું સંયોજન છે, જે લોહ, પ્રોટિન, ફાઈબર અને વિટામીન બી3 ધરાવે છે. નાસ્તામાં કે જમણમાં આ રોટી, દહી સાથે તમારું જમણ સંતુષ્ટ અને પૌષ્ટિક બનાવે છે.
રસદાર કાકડી, રવો અને સોયાના લોટના સંયોજનથી બનતી આ ઉત્તમ પૅનકેકનો સ્વાદ તમને દિવસભર યાદ રહેશે. આ કાકડી અને સોયાના પૅનકેકમાં લીલા મરચાં અને કોથમીરનો સ્વાદ અનેરો છે. કાકડીમાં રહેલા ઍન્ટીઓક્ષિડન્ટ અને ઍન્ટીઇનફ્લેમેટરીના ગુણો આ પૅનકેકને વધુ આરોગ્યદાયક બનાવે છે. આ પૅનકેકને પૌષ્ટિક લીલી ચટણી સાથે પીરસો તો ....
ઢોકળા એક ગુજરાતી વાનગી છે જે ઓછી કેલરી ધરાવે છે અને આજકાલ સર્વસામાન્ય રીતે વિશ્વમાં પણ તે પ્રખ્યાત છે. આ સ્પ્રાઉટસ્ ઢોકળા ખૂબજ આરોગ્યદાયક છે અને પૌષ્ટિક નાસ્તામાં માટે અતિ ....
દક્ષિણ ભારતીય વાનગી એટલે ઇડલી હવે દરેક રાજ્યમાં મળી રહે છે. અહીં એક અલગ પ્રકારની ઇડલી જેમાં મગની દાળ અને પાલક મેળવી ડાયાબીટીસ્ ધરાવનારને માફક થઇ શકે એવી ઇડલી રજૂ કરી છે.
આ તરત જ તૈયાર કરી શકાય એવા પૅનકેકમાં આગળથી કોઇ તૈયારી કરવાની જરૂરત જ નથી. બસ, બધી વસ્તુઓને સહજ મિક્સ કરી લો કે તમારો ઝટપટ નાસ્તો તૈયાર અથવા તેને વાળીને તમારા બાળકોના ટીફીન બોક્સમાં ભરી લો. અહીં ચણાનો લોટ અને બટાટા પૅનકેકને ઘટ્ટ બનાવી તેને જોઇતું બંધારણ આપે છે.
ખરેખર આ મગની દાળના ઢોકળા એક એવી પારંપારિક વાનગી છે જેના હાર્દમાં દરેક પ્રકારનો આનંદ આપે એવા ગુણ રહેલા છે. તેનો ભપકો, તેનો સ્વાદ અને તેની ખુવાસ લાજવાબ જ છે. તેના ખીરામાં આરોગ્યદાઇ મગની દાળ અને તેની સાથે બીજી વસ્તુઓ જેવી કે ચણાનો લોટ, દહીં અને ખાવાની સોડા તેની રચના અને સુવાસને મદદરૂપ રહે છે. આ ઢોક ....
બટાટા પોહા એક એવી પૌષ્ટિક વાનગી છે જે તમે ચાહો ત્યારે એટલે કે સસવારના નાસ્તામાં, જમણમાં અથવા નાસ્તાની વાનગી તરીકે ગમે ત્યારે બનાવી શકો છો. બટાટા અને કાંદાનું સંય ....
દક્ષિણ ભારતની વાનગીઓમાં એવી ઘણી વાનગીઓ છે જે હાલ સદતંર ભૂલાઇ ગઇ છે. આજકાલના લોકો હવે એવી વાનગીઓને તીવ્ર જોસમાં ફરીથી લાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આવી જ એક વાનગી એટલે ફરાળી ઢોસાનો દાખલો છે. લોકો સાદા ઢોસા બનાવે કે પછી ઝટપટ ઘઉંના લોટન ....
બીટના ગુલાબી રંગનો આભાસ અને તલનો ચટાકેદાર સ્વાદ આ રંગબેરંગી રોટીની ખાસિયત છે અને ધાણા પાવડર અને લાલ મરચાંનો પાવડર તેની સોડમમાં વધારો કરે છે. બીટ અને તલની રોટી, ટિફિનમાં પૅક કરીને લઇ જવા માટે એક આદર્શ નાસ્તો છે કારણકે તે બનાવતી વખતે રસોડું બહુ ગંદું પણ નથી થતું અને તે સ્વાદિષ્ટ અને પૌષ્ટિક પણ છે.
બ્રોકન વીટ ઉપમાનું નામ જ સૂચવે છે કે ઉપમા આરોગ્યવર્ધક ઘઉંમાંથી બનેલો છે. જેમાં ફાડા ઘઉં બહુ જરૂરી ડાઇયિટરી ફાઇબર અને ઊર્જા આપે છે જ્યારે ગાજર અને લીલા વટાણા વિપુલ પ્રમાણમાં પૌષ્ટિક્તા બક્ષે છે, ખાસ કરીને વિટામિન એ. સામાન્ય રીતે નરમ રહેતા ઉપમા, તેમાં શાકભાજી ઉમેરવાથી કરકરા બને છે. તમે તમારી પસંદગી પ્ ....
ફૂદીનાની સોડમ રોકી શકાતી નથી. જ્યારે ફૂદીના પરાઠા તવા પર શેકાતા હોય છે, ત્યારે ફૂદીના અને અજમાની સોડમ આખા ઘરમાં પ્રસરી જાય છે અને ઘરના લોકો રાહ જોવે છે કે ક્યારે તે પીરસાય. આ પરાઠા એટલા સ્વાદિષ્ટ હોય છે કે તમે તેને ખાલી દહીં અને અથાણાં સાથે પણ પીરસી શકો છો. તેને લંચ અથવા લાંબી મુસાફરી વખતે ટીફીનમાં ....
ઉપમા જેવું બનતું આ ક્વીક બ્રેડ સ્નૅક, બ્રેડના ભુકા વડે બનાવવામાં આવે છે. તે ઉપરાંત તેમાં કાંદા, આદુ અને લીલા મરચાં તેને તીખાશ આપે છે, જ્યારે ટમેટા, ટૉમેટો કૅચપ અને લીંબુનો રસ તેને થોડી ખટ્ટાશ આપી સ્વાદીષ્ટ બનાવે છે.
અનાજ, સૂકો મેવો અને ફળોનું એક સંતુલિત સંયોજન છે, મ્યુસલી. આ એક સંપૂર્ણ સવારનો નાસ્તો કહી શકાય કારણકે તેમાં પ્રોટીન, કૅલ્શિયમ, લોહતત્વ, ફાઇબર, વિટામિન અને ઍન્ટીઓક્ષિડન્ટ ભરપૂર પ્રમાણમાં છે. તમે બઘી સૂકી સામગ્રી મિક્સ કરી એક હવાબંધ ડબ્બામાં ભરી શકો છો જેથી વ્યસ્ત નિત્યક્રમમાં તમે ફકત સમારેલા ફળો અને દ ....
Goto Page: 1 2