This category has been viewed 686 times

  કોર્સ મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > ભારતીય સૂપ રેસિપિ, વેજ સૂપ > ચંકી સૂપ / બ્રોથ
 Last Updated : Apr 24,2019

9 recipes

Chunky Soups - Read in English
चंकी सूप / ब्रॉथ - हिन्दी में पढ़ें (Chunky Soups recipes in Gujarati)


રોજની સગવડભરી જીદંગીમાં પણ જો તમને તંદુરસ્ત અને સુખી જીવન જીવવાનો સારો રસ્તો જોઇતો હોય, તો તમને તમારી રોગની પ્રતિકાર કરવાની શક્તિમાં વધારો કરે એવી વિટામીન-સી ધરાવતી વસ્તુઓનો તમારા ખોરાકમાં ઉપયોગ કરવો એ એક સારો માર્ગ છે. બસ, આ જ કારણે તમે આ લેમન એન્ડ કોરીયેન્ડર સૂપ કે જેમાં વિટામીન-સી ધરાવતી વસ્તુઓ જ ....
મીઠી મકાઇને છૂંદી તેમાં મેળવેલા રસાળ શાકભાજી આ સ્વીટ કોર્ન એન્ડ વેજીટેબલ સૂપને ભપકાદાર બનાવે છે. એકવાર મકાઇ અને શાકભાજી તૈયાર થઇ જાય, તે પછી આ સૂપ ઝટપટ તૈયાર થઇ જશે. શાકભાજી તથા માખણમાં સાંતળેલા આદૂ અને લસણ આ સૂપની ખાસ વસ્તુઓ રહી છે જે આ સૂપના સ્વાદમાં મહત્વનો ભાગ ભજવે છે. સૂપનો સ્વાદ જ્યારે તમે ....
મૂળ તો આ સૂપ ભૂમધ્ય સમુદ્ર પ્રદેશનું છે, જે શિયાળાની ઋતુમાં ગરમા-ગરમ બ્રેડ સાથે અથવા જો તમને ગમે તો ચીઝની સ્લાઇસ સાથે પીરસી શકાય. વધુમાં જો તમે તેમાં તાજું ક્રીમ ઉમેરશો, તો ટમેટાની ખટાશ ઓછી થશે.
હવે ફરી ક્યારે તમે પનીર બનાવો ત્યારે તેના બાકી રહેલા પાણીને ફેકી ન દેતા, કારણકે આ પ્રવાહીમાં પ્રોટીન, વિટામીન અને બીજા પોષક તત્વો સારા પ્રમાણમાં હોય છે. આ પૌષ્ટિક વ્હે સૂપ હલકું, ઉર્જાયુક્ત અને કાર્યશક્તિ વધારનાર છે અને એટલે જ જરૂરથી અજમાવવા જેવું છે.
જવ એક એવું કડધાન્ય છે, જેનો આપણે રોજની રસોઇમાં ખાસ ઉપયોગ કરતાં નથી. પરંતુ તે પ્રોટીનનું મૂળ ભંડાર ગણાય છે, તે ઉપરાંત તેમાં લોહ અને ફાઇબર પણ રહેલા છે અને જો તેને કોઇ ખુશ્બુદાર સામગ્રી સાથે રાંધવામાં આવે તો તેનો સ્વાદ પણ સારો આવે છે જે રીતે મે અહીં તેનો ઉપયોગ સૂપ બનાવવામાં કર્યો છે. મસૂરની દાળ સાથે જવ ....
એક અતિ પોષણદાઇ સૂપ જે હ્રદય માટે ખૂબ જ ઉપયોગી ગણી શકાય એવું છે. આ વન મીલ સૂપમાં મેળવેલા શાકના ઉત્તમ ગુણ અને તે ઉપરાંત તેમાં મેળવેલી મગની દાળ તમને સારી માત્રામાં ફાઇબર અને પ્રોટીન પૂરા પાડે છે. આ ઉપરાંત તેમાં રહેલા વિટામીન-સી નું પ્રમાણ તમારા શરીરના મૂળમાં ઉત્પન્ન થતા ફ્રી રેડીકલ્સ (free radicals) વડ ....
ઠંડીના દીવસોમાં માફક આવે એવું આ તીખાશવાળું સૂપ, પણ તમારી આંખમાં પાણી આવી જાય એવું તીખું તો નથી જ. આ ટમેટા ઍન્ડ બેક્ડ બીન્સ્ સૂપમાં તીખાશ અને ખટાશનું નાજુક સમતોલન છે જેને સફેદ સૉસના મિશ્રણથી સૌમ્ય બનાવવામાં આવ્યું છે જેથી તમે તેને સારી રીતે માણી શકશો.
કુમળું કોર્ન, તાજી પાલક અને સારા પાકેલા ટમેટાનું સંયોજન એટલે આ રંગીન અને ખુશ્બુદાર સૂપ. કાંદા તેના સ્વાદમાં પૂરક સાબીત થાય છે જેથી તેમાં મેળવેલી બીજી સામગ્રીનો સ્વાદ ઉભરી આવે છે, જ્યારે લીંબુનો રસ અને મરી તેને વધુ સ્વાદિષ્ટ બનાવે છે.
આ મેક્સિકન સૂપમાં શેકેલા સિમલા મરચાંની ધુમાડાવાળી ખુશ્બુ તમને જરૂરથી લલચાવશે. તેમાં રહેલી સાંતળેલા કાંદા અને શેકેલા સિમલા મરચાંની તીવ્ર ખુશ્બુથી વિરૂધ્ધ પીળી મકાઇ સાથે તેનું અનોખું સંયોજન બનાવે છે. યાદ રાખશો કે કાંદાને માખણમાં જ સાંતળવા, જેથી આ સ્વીટ કોર્ન અને કેપ્સીકમનું સૂપ વધુ સ્વાદિષ્ટ બને. એક બ ....