This category has been viewed 970 times

  કોર્સ મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > ભારતીય સૂપ રેસિપિ, વેજ સૂપ > ક્રીમી સૂપ
 Last Updated : Feb 19,2020

11 recipes

Thick / Creamy Soups - Read in English
क्रिमी सूप - हिन्दी में पढ़ें (Thick / Creamy Soups recipes in Gujarati)


શોરબા કે પછી કોઇ સૂપની ખુશ્બુ અને સ્વાદ એવો હોય છે કે જીભમાં તેનો સ્વાદ રહી જાય અને મોઢા પર તાજગી જણાઇ આવે. અહીં આવો જ શોરબાનો સ્વાદ જે દાળ વડે મળે છે. તેની રીતમાં દાળને પાલક સાથે મેળવી તેમાં કાંદા-ટમેટા વગેરે મેળવવામાં આવ્યા છે. તેમાં થોડા મસાલા અને ખાસ તો કરી પાવડર, સહજ લીંબુનો રસ તેને શક્તિપૂ ....
ટમેટાનો સુગંધી સ્વાદ અને તેમાં મેળવેલા મસાલા વડે આછી તીખાશવાળું આ ક્રીમ ઓફ ટોમૅટો સૂપ ભારતીય જમણમાં પીરસી શકાય એવું મજેદાર તૈયાર થાય છે. ટમેટાની પ્યુરી સાથે બાફેલા ટમેટા અને મસાલા મેળવી બનતાં આ સૂપમાં તાજું ક્રીમ તેને વધુ મજેદાર બનાવે છે. તળેલા બ્રેડ ક્રૂટોન્સ્ સાથે આ
પ્રોટીનયુક્ત પનીર અને પાલકનો એક બાઉલ સૂપ તમને જમણ જેટલો અહેસાસ કરાવશે. મગની દાળ, પનીર અને પાલક, આ સૂપને વધુ પૌષ્ટિક બનાવે છે. જ્યારે કાંદા અને મરી તેમાં તીવ્ર પણ પસંદ પડે તેવા સ્વાદનો ઉમેરો કરે છે.
મજેદાર સ્વાદ અને ગુણકારી વસ્તુઓ વડે બનતું આ સૂપ પાલક અને લીલા કાંદાના લીલા પાનની પૌષ્ક્તાથી ભરપુર છે. કોથમીર અને ફૂદીનાના ગુણ પણ તેની પૌષ્ટિકતામાં ઉમેરો કરે છે. જાયફળ અને કાળા મરી સૂપની ખુશ્બુને ફક્ત વધારતા નથી પણ તેમાં રહેલી રોગ પ્રતિકાર શક્તિથી સૂપને વધુ પૌષ્ટિક બનાવે છે.
તમારા જમણમાં જોમ પૂરે એવું છે આ સુગંધી પૉષ્ટિક કોળાનું સૂપ, જેમાં સુવાના બી ઉમેરવાથી તે વધુ સ્વાદિષ્ટ બને છે. કોળાની સાથે ગાજરનું સંયોજન આનંદ આપે એવી મીઠાશ પેદા કરે છે અને તેમાં બહું ઓછું મીઠું ઉમેરવાની જરૂર પડે છે. આ ઉપરાંત કોળામાં ઓછું સોડિયમ હોવાથી આ કોળાનું સૂપ
એક નવિન પ્રકારનું ભારતીય સૂપ, કર્ડ શોરબા, આમ તો આરોગ્યવર્ધક કઢીનું રૂપાંતર જ ગણી શકાય જે પચવામાં હલકું અને તાજગીભર્યું છે. એની ખુશ્બુ અને સ્વાદ ગમી જાય એવું હોવાથી જ્યારે તમે થાકેલા હો, અને જોમવાળું પીવાની ઈચ્છા કરો ત્યારે આ કર્ડ શોરબા તમને આરામદાયક પૂરવાર થશે.
કેટલેક અંશે નવું લાગે એવું આ નાળિયેરના દૂધનું અને મગફળીનું સંયોજન એક સંપૂર્ણ સૂપ છે, જેમાં કાકડી અને ટમેટાનો પણ ઉમેરો કરવામાં આવ્યું છે. થોડું જીરૂ, લીલા મરચાં અને તાજી કોથમીર આ નાળિયેર અને મગફળીના સૂપની ખુશ્બુ વધારે છે, જે તમને લાંબા સમય સુધી યાદ રહેશે.
એક અતિ ઉત્તમ અંગ્રેજી સૂપ જે તમારી ઇન્દ્રિયોને સતેજ કરી નાખશે. ચાવડર શબ્દ મૂળ તો ઇગ્લંડના માછીમારો પોતાની જાળી જ્યારે પાણીમાં ફેંકી માછલા પકડીને એક પાત્રમાં ભેગા કરી તેમાં વિવિધ સામગ્રી મેળવીને જે સૂપ તૈયાર કરે તેને કહેવાય છે. આજે તો આ ચાવડર સૂપ અમેરિકામાં વ્યાપક પ્રમાણમાં પ્રખ્યાત છે. અમે અહીં આ સૂ ....
આ મેક્સિકન સૂપમાં શેકેલા સિમલા મરચાંની ધુમાડાવાળી ખુશ્બુ તમને જરૂરથી લલચાવશે. તેમાં રહેલી સાંતળેલા કાંદા અને શેકેલા સિમલા મરચાંની તીવ્ર ખુશ્બુથી વિરૂધ્ધ પીળી મકાઇ સાથે તેનું અનોખું સંયોજન બનાવે છે. યાદ રાખશો કે કાંદાને માખણમાં જ સાંતળવા, જેથી આ સ્વીટ કોર્ન અને કેપ્સીકમનું સૂપ વધુ સ્વાદિષ્ટ બને. એક બ ....
એક સંપૂર્ણ ભારતીય સૂપ ગણી શકાય એવું આ સૂપ ભારતમાં જ્યારે અંગ્રેજોનું રાજ હતું ત્યારે બ્રિટીશ ઓફીસરોનું અતિ પ્રિય ગણાતું. આ મુલ્લીગટવાની સૂપમાં ઘણી બધી વસ્તુઓ જેવી કે નાળિયેરનું દૂધ, કાંદા, ગાજર, ટમેટા, રાંધેલા ચોખા અને દાળ વગેરે તથા ખૂબ ઝીણવટથી તૈયાર કરેલા મસાલા સાથે આદૂ, લસણ અને લીંબુનો રસ મેળવવામા ....
આ એક અસામાન્ય ને અનોખું પણ સ્વાદિષ્ટ તથા પૌષ્ટિક એવું સલાડના પાનનું સુપ છે, જેમાં સલાડના પાનની સાથે કાંદાનું સંયોજન છે જે તમને જરૂરથી પસંદ પડશે. છતાં, જેમને દૂધ માફક ન આવતું હોય તેમને આ સુપનો સ્વાદ માણવાથી દૂર રહેવું. સલાડના પાનની ગણત્રી અલ્કલાઇન શાકભાજીમાં થાય છે, જેનો સ્વાદ જો તમને પસંદ ન હોય તો ત ....