સોયાનો લોટ રેસીપી
Last Updated : Dec 24,2018


Soy flour recipes in English
सोया का आटा रेसिपी - हिन्दी में पढ़ें (Soy flour recipes in Hindi)

રસદાર કાકડી, રવો અને સોયાના લોટના સંયોજનથી બનતી આ ઉત્તમ પૅનકેકનો સ્વાદ તમને દિવસભર યાદ રહેશે. આ કાકડી અને સોયાના પૅનકેકમાં લીલા મરચાં અને કોથમીરનો સ્વાદ અનેરો છે. કાકડીમાં રહેલા ઍન્ટીઓક્ષિડન્ટ અને ઍન્ટીઇનફ્લેમેટરીના ગુણો આ પૅનકેકને વધુ આરોગ્યદાયક બનાવે છે. આ પૅનકેકને પૌષ્ટિક લીલી ચટણી સાથે પીરસો તો ....
રંગીન અને પૌષ્ટિક આ ગાજર અને કોથમીરની રોટી ચોખાના લોટ અને સોયાના લોટ વડે બનાવીને જ્યારે તાજા દહીં અને ખીચડી સાથે પીરસવામાં આવે છે ત્યારે તે યોગ્ય આહાર બને છે.
સોયા, રાગી અને જુવારના લોટમાંથી બનતા આ પરોઠા થોડા ઓછા મસાલાવાળા છે. આ બધા લોટ ગ્લુટન વગરના તો છે જ પણ સાથે-સાથે લોહતત્વ, કૅલ્શિયમ, ફાઇબર અને પ્રોટીનથી ભરપૂર છે.
લિજ્જત, પૌષ્ટિક્તા અને દેખાવમાં પાલક અને મેથીના મુઠીયા મેદાન મારી જાય છે. પાલક અને મેથીની સોડમ એકબીજાનું સંતુલન કરી આ બાફેલા મુઠીયાને સ્વાદિષ્ટ બનાવે છે અને જે રાઇ અને તલના વઘારને કારણે વધુ સુગંધિત બને છે. પાલક અને મેથીના મુઠીયા જ્યારે પૌષ્ટિક લીલી ચટણી સાથે પીરસવામાં આવે છે ત્યારે એક લિજ્જતદાર નાસ્ ....
મિસી રોટીની અસાધારણ સોડમ, તેમાં વપરાતા ચણાના લોટને કારણે હોય છે, છતાં તેની કણિકમાં અલગ અલગ લોટનું મિશ્રણ અને સોયાના લોટનો ઉમેરો પણ તેની સ્વાદિષ્ટતામાં જરા પણ ઘટાડો નથી કરતી. કસૂરી મેથી અને બીજા મસાલાઓ તેને સ્વાદિષ્ટ અને ખુશ્બુદાર બનાવે છે. રોટી નરમ અને સ્વાદિષ્ટ બને તે માટે મે આ રોટીને જાડી બનાવી છે ....
સામાન્ય રીતે ચણાના લોટના ખીરામાંથી બનતાં ખમણ ઢોકળામાં સોયાનો લોટ મેળવીને વધુ આરોગ્યદાયક સોયાના ખમણ ઢોકળા બને છે અને તેને કારણે આ દેશી નાસ્તામાં રહેલું લોહતત્વનું પ્રમાણ વધે છે. યાદ રાખજો કે સ્વાદિષ્ટ અને નરમ ઢોકળા બનાવવાની સફળ પ્રક્રિયા તેના ખીરાની સપ્રમાણ જાડાઇ અને ચોકસાઇથી કરેલા વઘારની રીત પર અધીન ....