જુવાર, બાજરા અને લસણની રોટી આ રોટી ગરમા ગરમ જ્યારે ઘી સાથે પીરસવામાં આવે ત્યારે સૌથી વધુ સ્વાદિષ્ટ લાગે છે. તેમાં લસણ ભલે થોડી માત્રામાં મેળવવામાં આવ્યું છે પણ તે આ સૌમ્ય રોટીને અનોખું સ્વાદ આપે છે. બનાવવામાં બહુજ સરળ, આ રોટી એક વખત જરૂર અજમાવવા જેવી છે.
બાજરા આલુની રોટી ગુજરાતના પારંપારીક બાજરાના રોટલાને અહીં એક મજેદાર અને અલગ રીતે રજુ કરવામાં આવી છે. આ બાજરા આલુની રોટીમાં મસળેલા બટાટા તેને ખુબજ નરમ બનાવે છે જ્યારે આમચૂર, કોથમીર અને લીલા મરચાંની પેસ્ટ તેને વધુ ચટપટી બનાવે છે. નાળિયેર અને કાંદા તેને કરકરો અહેસાસ આપી તેની ખુશ્બુમાં વધારો કરે છે. આમ તો આ રોટી બનાવી સર ....
બાજરા, આખા મગ અને લીલા વટાણાની ખીચડી તમે બાજરાની ખાચડી વિશે સાંભળ્યું હશે જે એક પ્રખ્યાત રાજસ્થાની વાનગી ગણાય છે અને જેની ગણના એક પૌષ્ટિક વાનગીમાં થાય છે. જ્યારે અહીં અમે તેમાં તેના કરતા પણ વધારાના પોષક તત્વો ધરાવતા મગ, લીલા વટાણા અને ટમેટા ઉમેરીને બનતી એક અલગ જ ખીચડી તૈયાર કરી છે, જે ખીચડીના સ્વાદમાં તો વધારો કરે છે ઉપરાંત તેમાં ફાઇબર ....
બાજરા, ચોખા અને ફણગાવેલા મગના પુડલા ગળ્યા અથવા નમકીન બનતાં પુડલા, ઢોસા જેવી તવા પર બનનારી વાનગી છે. પ્રસ્તુત છે, બાજરા, ચોખા અને ફણગાવેલા મગના, ઓછા મસાલાવાળા પુડલા, જે ઓછા તેલમાં, તવા પર બને છે. દહીંનો વપરાશ, આ વાનગીને અનેરો સ્વાદ આપી સુંગધીદાર બનાવે છે. ઝટપટ અને સરળતાથી બનતા આ બાજરા, ચોખા અને ફણગાવેલા મગના પુડલા સવારના અથવા કોઇપણ સમય ....
બાજરાની ખીચડી જ્યારે ઘરે જ કંઇક બનાવીને ખાવાની ઇચ્છા થાય ત્યારે પ્રથમ તો મનમાં ખીચડીની જ યાદ આવે. તમારો આખા દીવસનો થાક ઉતારી તન અને મનને સ્વસ્થ રાખતી આ રાજસ્થાની ભપકાદાર બાજરાની ખીચડી તમને જરૂર સંતોષ આપશે. રાજસ્થાનમાં ચોખાને બદલે બાજરાનો ઉપયોગ વધુ પ ....
બાજરી લીલા વટાણાની રોટી ની રેસીપી વધુ એક અતિ પ્રખ્યાત રોટી એટલે બાજરીની રોટી. નવીનતાભરી આ બાજરી લીલા વટાણાની રોટીમાં પેટને માફક આવે એવા બાફેલા અને છૂંદેલા લીલા વટાણા છે જેના વડે તે સ્વાદિષ્ટ અને સંતોષકારક પણ લાગે છે. સારી માત્રમાં ઉમેરેલી કોથમીર આ વાનગીને સુગંધી બનાવે છે અને તેમાં ઉમેરેલી આદૂ-લીલા મરચાંની થોડી પેસ્ટ અને મરી તેને ....
મેથી-મકાઇના ઢેબરા ઢેબરાને ભારતીય બ્રેડ ગણવામાં આવે છે અને ગુજરાતી વાનગીઓમાં તે અતિ પ્રખ્યાત પણ છે. તેમાં બાજરીના લોટ સાથે અન્ય બીજા લોટ તથા બહુ બધા મસાલા મેળવવામાં આવે છે. તમને ખાવાની લાલચ થઇ જાય એવા આ મેથી-મકાઇના ઢેબરામાં મકાઇ તથા બાજરીનો લોટ સાથે અન્ય લોટ મેળવવામાં આવ્યા છે. આ ઉપરાંત તેમાં અનેક જાતની સામગ્રી જેવી ક ....
મલ્ટીગ્રેન રોટી દરેક ઘરના રસોડામાં જોવા મળતી સામગ્રી વડે બનતી આ મજેદાર કૅલરીયુક્ત રોટીમાં પાંચ પૌષ્ટિક લોટનું સંયોજન છે, જે લોહ, પ્રોટિન, ફાઈબર અને વિટામીન બી3 ધરાવે છે. નાસ્તામાં કે જમણમાં આ રોટી, દહી સાથે તમારું જમણ સંતુષ્ટ અને પૌષ્ટિક બનાવે છે.
સ્પાઇસી બાજરા પરાઠા બાજરી ફાઇબર, લોહતત્વ, કૅલ્શિયમ અને પ્રોટીનથી ભરપૂર છે. બાજરીના લોટથી બનેલ પરોઠા ખૂબ જ આરોગ્યદાયક અને સ્વાદિષ્ટ બને છે પણ તેને બનાવવા સહેલા નથી કારણ કે તેને એકસરખા વણવામાં તકલીફ પડે છે છતાં સ્પાઇસી બાજરા પરાઠા બનાવવાની મહેનત જરૂર રંગ લાવે છે. પરાઠાની આ વાનગીમાં પનીર અને મેથીનો વપરાશ તેને વધુ સ્વાદિષ્ ....