આખા ધાણા રેસીપી
Last Updated : Oct 25,2020


धनिया के बीज रेसिपी - हिन्दी में पढ़ें (coriander seeds, dhania ke beej recipes in Hindi)

Goto Page: 1 2 3 
આ બિરયાની બનાવવાની વિધિ થોડી લાંબી છે જેમાં એક ખાસ પેસ્ટ, કેસરયુક્ત ભાત અને અલગથી એક મસૂરનું મિશ્રણ બનાવવામાં આવે છે જેને પાછળથી યોગ્ય રીતે ગોઠવીને ત્યાં સુધી બેક કરવામાં આવે છે, જ્યાં સુધી તેનો સ્વાદ એક બીજા સાથે ભળી જાય અને એક ખુશ્બુદાર અત્યંત મોહક વાનગી તૈયાર થાય. આમ તૈયાર થયેલી મસૂર અને ટમેટાની ....
સાદી કે પછી તીખી, ગમે તેવી દાળ હોય પણ તે પૌષ્ટિક તો ગણાય છે, પણ આ મસાલા દાળ એટલી મજેદાર છે કે તેના સ્વાદનો તમે પ્રતિકાર જ નહીં કરી શકો. ચાર જાતના કઠોળ ભેગા કરીને બનતી આ દાળમાં કાંદા અને ટમેટાની સાથે કાળજીપૂર્વક પસંદ કરેલા મસાલાનો એકરસ થવું જ આ દાળની વિશિષ્ટતા છે જેને તમે ભાત કે રોટલી સાથે માણી શકશો. ....
આ ભાજીમાં ઘણી બધી રસપ્રદ વસ્તુઓ મેળવવામાં આવી છે. સૌ પ્રથમ તેમાં માલવણી મસાલાનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે ખૂબ સુગંધી અને સ્વાદિષ્ટ છે કારણકે તેમાં ઉમેરવામાં આવેલી સામગ્રીને પીસતા પહેલા તવા પર શેકવામાં આવી છે. બીજું તેમાં ઉમેરવામાં આવેલા લીલા ચણા, જેને રાંધી અને છૂંદીને ગ્રેવીમાં ઉમેરવામાં આવ્યાં ....
આ મલાઇદાર અને રંગીન ભોપાલી સ્ટાઇલ મિક્સ વેજીટેબલ્સ્ તમે દરરોજના જમણમાં કે પછી પાર્ટીમાં પીરસી શકાય એવી વાનગી છે. તેમાં તમે કોઇપણ શાકભાજીનો ઉપયોગ કરી શકો છો પણ અલગ-અલગ રંગના શાકભાજીનો ઉપયોગ કરવો. આ શાકભાજીઓને મસાલા પેસ્ટની, દૂધ અને ફ્રેશ ક્રીમમાં રાંધવામાં આવી છે, અને તેની ઉપર હલકા તળેલા કાજુના ટુકડા ....
મહારાષ્ટ્રની એક અતિ પ્રખ્યાત વાનગી મિસલ, એક એવી વાનગી છે જે સ્વાદિષ્ટ તો છે ઉપરાંત તેમાં લહેજત પણ વધુ મળે છે. મિસલ પાંવમાં આરોગ્યદાઇ કઠોળ સાથે ટમેટા અને કાંદાનો તીખો સ્વાદ તમારા નાકમાં પાણી આવી જાય એવો અનુભવ કરાવે છે. તે ઉપરાંત તેમાં મેળવેલો મસાલા પાવડર અને ખાસ તૈયાર કરેલો નાળિયેર-કાંદાનો મસાલો ....
રસદાર પનીરનો કોઇપણ ભારતીય વાનગીમાં ઉમેરો તેને મજેદાર બનાવે છે, ભલે તે કોઇ ભાજી હોય કે પછી બિરયાની. ફ્કત પનીર સાથે કઇ વસ્તુનો સંયોજન કરવો તેનો થોડો વિચાર કરવો પડે, કારણ કે પનીર સ્વાદમાં સૌમ્ય હોય છે અને તે બીજી સામગ્રીનો સ્વાદ સંપૂર્ણ રીતે શોષી લે છે. આ વાનગી બનાવીને તમને ખ્યાલ આવશે કે કેવી રીતે ચોખા ....
ઘણા લોકોને એવી સમજ છે કે ઇડલી સાથે ચટણી અને સાંભર જ પીરસી શકાય, પણ તે સિવાય બીજી ઘણી રીતે દક્ષિણની આ વાનગી સાથે પીરસી શકાય એવા વિવિધ વિકલ્પ છે. તેમાં એક પ્રકાર છે ઇડલી સાથે ઘરે તૈયાર કરેલા દક્ષિણ ભારતના રસમ સાથેનો. જો કે સાંભર અતિ પ્રખ્યાત થઇ ગયું છે, છતાં તેને રસમ સાથે પીરસવાની રીતને ઘરનું આતિથ ....
આ લસણવાળું રસમ એવું ઉત્તમ તત્વ ધરાવે છે કે જેમાં લસણના પોષક તત્વની સાથે તે ખોરાકને પચાવવામાં પણ મદદરૂપ બની, શરીરને તંદુરસ્ત રાખવા ઉપયોગી બને છે. દરરોજ નહીં તો પણ પખવાડિયામાં એક વખત તો જરૂર આ રસમ બનાવી તેની ખુશ્બુ સાથે તંદુરસ્તી જાળવવાનો ફાયદો મેળવો. બીજી વિવિધ
આ વાનગીમાં બનાવવામાં આવેલા કોફ્તામાં પાલકનો ઉમેરો તેને પૌષ્ટિક બનાવે છે, જ્યારે પનીરનો ઉમરો તેને વધુ સ્વાદિષ્ટ બનાવે છે. ટમેટાવાળી ગ્રેવીમાં ઉમેરવામાં આવેલા નાળિયેર અને કાંદાની સાથે વિવિધ મસાલા જેવા કે ચારોલી, જીરૂ, ખસખસ અને આખા ધાણાના સરવાળાથી બનતી આ લાલ ગ્રેવીમાં પાલકના કોફ્તાની ભાજી ખૂબ જ રંગીન અ ....
લીલા વટાણાની આમટી એક ખાસ મહારાષ્ટ્રીયન વાનગી છે, જેમાં છુંદેલા લીલા વટાણા અને ટમેટાનો ઉપયોગ થાય છે. તેમાં પારંપારીક મસાલા સાથે કાંદા અને નાળિયેરના ખમણની તાજી પેસ્ટ મેળવી તેને મજેદાર અને સ્વાદિષ્ટ બનાવવામાં આવી છે.
અહીં ભાત, દાળ, મિક્સ શાકભાજી, કેસર અને તળેલા કાંદાનું મિશ્રણ છે જેને કાંદાની તૈયાર કરેલી પેસ્ટમાં મેળવી ઑવનમાં તૈયાર કરવામાં આવ્યું છે. તે એવું મજેદાર બને છે કે તેને જમણનું મુખ્ય અંગ પણ ગણાવી શકાય. તેનો દેખાવ ખૂબજ પ્રભાવી લાગે છે કારણકે તેને બેક કરવાથી “દમ” જેવો અહેસાસ આ વેજીટેબલ ઍન્ડ લૅન્ટીલ પુલાવમ ....
શાહી આલૂ બનાવવામાં સહેલી છતાં શાહી વાનગી છે જે તમે કોઇ ખાસ જમણમાં પીરસી શકો. અહીં કાજૂ અને કીસમીસ તેને શાહી તો બનાવે જ છે, પણ સાથે તેના સ્વાદમાં પણ વધારો કરે છે. આ વાનગી કોઇ પણ રોટી અથવા
મુઘલ પ્રજાને બધુજ શાહી ગમતું, અને આ વાનગી તેની સાબિતી છે. અહીં અર્ધ-ઉકાળેલી ફૂલકોબીને હલકા મસાલા વડે ટમેટાની ગ્રેવીમાં રાંધીને ઉપરથી તાજું ક્રીમ મેળવી આ શાહી ગોબીને એવી મજેદાર બનાવવામાં આવી છે કે જ્યારે તમે આ વાનગી પીરસશો ત્યારે તે બધાને જરૂરથી ગમશે. આ વાનગી કોઇ પણ
સમોસા! આ નાસ્તાની વાનગીને કોઇ પણ પ્રકારનો પરિચય આપવાની જરૂર છે? મૂળે આ વાનગી મુંબઇના લોકોને રસ્તાની રેંકડી પર મળતો સ્વાદિષ્ટ નાસ્તો છે. આ વાનગી હવે દેશભરમાં એટલી લોકપ્રિય થઇ છે કે તે લગભગ દરેક બેકરી, રેસ્ટૉરન્ટ અને ચહાના સ્ટોલ પર સહજ ઉપલબ્ધ છે. કેટલાક લોકો તેને સાદા જ ખાવાનું પસંદ કરે છે જ્યારે ....
Goto Page: 1 2 3