ચોખાનો લોટ રેસીપી
Last Updated : Sep 16,2020


चावल का आटा रेसिपी - हिन्दी में पढ़ें (rice flour, chawal ka atta recipes in Hindi)

ચોખાનો લોટ રેસીપી

15 ચોખાનો લોટ રેસીપી, rice flour recipes in Gujarati 


Goto Page: 1 2 
ક્રીસ્પી પેપર ઢોસા એક એવી વાનગી છે, જે આજે દક્ષિણ ભારતથી આખી દુનિયામાં સુપરસ્ટારની જેમ પ્રખ્યાત થઇ ગયા છે. નામ પ્રમાણે જ આ ઢોસા ગોલ્ડન બ્રાઉન, કરકરા અને એટલા પાતળા બને છે કે એક મોટો ઢોસો એક કે બે ચમચા ખીરા વડે બનાવી શકાય. સામાન્ય રીતે હોટલમાં આ ઢોસા વાળીને અથવા કોનના આકારમાં પીરસવામાં આવે છે, જે નાન ....
રંગીન અને પૌષ્ટિક આ ગાજર અને કોથમીરની રોટી ચોખાના લોટ અને સોયાના લોટ વડે બનાવીને જ્યારે તાજા દહીં અને ખીચડી સાથે પીરસવામાં આવે છે ત્યારે તે યોગ્ય આહાર બને છે.
મનને લલચાવે એવું આ તીખું મીઠું પૅનકેક છે જે ઝટપટ બનતા ચોખાના ખીરામાં ગળપણ આપતા ગોળ અને તીખાશ આપતી લીલા મરચાંની પેસ્ટ વડે બનાવવામાં આવ્યું છે. સફેદ સાકરની સરખામણીમાં ગોળ વધારે રંગીન અને સ્વાદભર્યું હોય છે તેથી તે રાંધતી વખતે આ ગોળના પૅનકેકમાં એવી તીવ્ર સુગંધ પ્રસારે છે કે તમારા કુંટુંબીજનો રસોડામાં આ ....
આ તરત જ તૈયાર કરી શકાય એવા પૅનકેકમાં આગળથી કોઇ તૈયારી કરવાની જરૂરત જ નથી. બસ, બધી વસ્તુઓને સહજ મિક્સ કરી લો કે તમારો ઝટપટ નાસ્તો તૈયાર અથવા તેને વાળીને તમારા બાળકોના ટીફીન બોક્સમાં ભરી લો. અહીં ચણાનો લોટ અને બટાટા પૅનકેકને ઘટ્ટ બનાવી તેને જોઇતું બંધારણ આપે છે.
પાલક અને પનીરના સંયોજનની સબ્જી તો તમે બધાએ બનાવી હશે, પણ અંહી એ જ સંયોજન વડે એક મજેદાર રોટી બનાવી છે. આ રોટીમાં ચોખાનો લોટ અને રાગીના લોટનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે આ પાલક પનીર રોટીને અદભૂત બનાવી પૌષ્ટિક અને સ્વાદીષ્ટ પણ બનાવે છે.
ગળ્યા અથવા નમકીન બનતાં પુડલા, ઢોસા જેવી તવા પર બનનારી વાનગી છે. પ્રસ્તુત છે, બાજરા, ચોખા અને ફણગાવેલા મગના, ઓછા મસાલાવાળા પુડલા, જે ઓછા તેલમાં, તવા પર બને છે. દહીંનો વપરાશ, આ વાનગીને અનેરો સ્વાદ આપી સુંગધીદાર બનાવે છે. ઝટપટ અને સરળતાથી બનતા આ બાજરા, ચોખા અને ફણગાવેલા મગના પુડલા સવારના અથવા કોઇપણ સમય ....
ઘણા લોકોને હજી યોગ્ય સમજ પણ નથી પડતી કે ભીંડાનો યોગ્ય અને લાયક ઉપયોગ કેમ કરવો. બહારથી ચીકણા લાગતા ભીંડા વડે ઘણી કરકરી ને મજેદાર નાસ્તાની વાનગી બનાવી શકાય છે. આજે પણ તામીલનાડુમાં સમજદાર લોકો તેમના ઢોસાનો ખીરામાં થોડા સમારેલા ભીંડા ઉમેરે છે જેથી આકર્ષક ગોલ્ડન બ્રાઉન ઢોસા તૈયાર થાય અને થોડા કરકરા પણ બન ....
મકાઇની રોટીનો કરકરો અહેસાસ તેને અનોખીં બનાવે છે. તમારા જમવાના કે નાસ્તાના મેનુમાં, મકાઇની રોટી હમેશાં એક શક્તિ આપે એવી વાનગી બને છે. વધારે શું જોઇએ. . . તમારે બહુ મહેનત કરીને સાથે પીરસવા બીજી કોઇ વાનગીઓ પણ બનાવવાની જરૂર નથી. તમે તેને ખાલી દહીં અને અથાણાં સાથે પીરસો તો એક ભપકાદાર જમણ બને છે.
મકાઇના લોટથી બનેલી અને કોથમીર, લીલા મરચાં અને લસણ ના લીધે વધતી ખુશ્બુને કારણે આ મજેદાર અને સ્વાદિષ્ટ લસણવાળી મકાઇની રોટી તમને ખુબજ ગમશે. આ રોટી સાથે કઇ પણ બનાવવાની જરૂર નથી અને માત્ર એક કપ દહીં સાથે પીરસી શકો છો કારણકે રોટી ખાવામાં ભારી હોવાથી પેટ જલ્દી તૃપ્ત થાય છે.
ઍલા અડા કેરાલાની એક પારંપરિક મીઠી મજેદાર વાનગી છે, જેમાં ચોખાના લોટના પૅનકેકને કેળના પાનમાં વીંટાળીને બાફવામાં આવે છે. અહીં અમે આ ઍલા અડાને નાળિયેર અને ગોળના પૂરણ વડે બનાવવાની રીત રજૂ કરી છે. કોઇ ખાસ પ્રસંગે તેના પૂરણમાં ફણસના પલ્પનો પણ ઉપયોગ કરવામાં આવે છે. ઍલા એટલે પાંદડું અને આ મીઠા ચોખાના ....
આ લીલા વટાણાની પૅનકેક, સામાન્ય રીતે સવારના નાસ્તામાં ખવાતી હોય છે અને પારંપરિક દક્ષિણ ભારતના ઉત્તપાનો રોમાંચક વિકલ્પ છે. આ સ્વાદિષ્ટ વાનગીમાં ફોલીક એસીડ અને ફાઇબરનું પ્રમાણ ઘણું છે જેથી તે ખુબજ આરોગ્યદાયક છે. વધુમા, આથો લાવવાની જરૂર ન હોવાથી, આ પૅનકેક બનાવવી પણ સરળ છે. હમેંશા ફ્રૂટ-સૉલ્ટ સાથે રાખો જ ....
આ વારકી પરોઠા પોતાની રીતે અનોખી વાનગી છે જે તમે ક્યારે સાંભળી અથવા અજમાવી નહીં હોય, પણ અહીં તમને આ તક મળે છે આ વિશિષ્ટ કારીગરી વાળી વાનગી બનાવવાની. ઘઉંની રોટીમાં ચોખાના લોટની પેસ્ટ ચોપડી, તેના પડ બનાવી વણીને ઘી વડે કરકરી રાંધવામાં આવી છે. ઠંડીના દિવસોમાં ઉપયુક્ત આ પરોઠા તમને પ્રખ્યાત ઉટી વારકેની યાદ ....
આ કુટીના દારાના પરોઠામાં પ્રકારાત્મક મેક્સિકન સ્ટાઇલનું સ્વાદિષ્ટ પૂરણ છે જેને પરિપૂર્ણ જમણ બનાવવા માટે ફક્ત એક બાઉલ સૂપની જ જરૂર રહેશે. કુટીના દારાનો લોટ બજારમાં તૈયાર નથી મળતો તેથી તમને કુટીનો દારો લઇને દળાવવું પડશે.
આરોગ્યદાયક કોલીફ્લાવર વાપરીને બનાવેલા સ્ટફ્ડ કોલીફ્લાવર પરાઠા, કોઇપણ ના ન પાડી શકાય તેવા કરકરા અને સ્વાદિષ્ટ પરાઠા છે. ઘઉંનો લોટ અને ઘણી બધી કોલીફ્લાવર લઈને બનાવેલા આ પરોઠા એક પૌષ્ટિક વાનગી છે અને કોથમીર, ફૂદીનો અને લીલા મરચાંની કુદરતી અને તીવ્ર સુગંધ તમારી ભુખને જગાવે છે.
Goto Page: 1 2