ચોખા અને મગની દાળની ઈડલી | Rice and Moong Dal Idli

દક્ષિણ ભારતના પ્રખ્યાત નાસ્તાની વાનગી ઇડલી જે પારંપારિક રીતે ચોખા અને અડદની દાળમાંથી બને છે તેને અલગ રીતે બનાવવામાં આવી છે આ ચોખા અને મગની દાળની ઈડલી. સપ્રમાણ માત્રામાં લીધેલ ચોખા અને મગની દાળ ને લીધે આ ઇડલી સુંદર, સ્વાદિષ્ટ અને મોહક બને છે જે તમારા કુટુંબના દરેક સભ્યને જરૂરથી ભાવશે. આ પૌષ્ટિક અને પ્રોટીનથી ભરપૂર ઇડલીમાં વપરાયેલાં શાકોને કારણે ઘણા વિટામિન મળે છે.

Rice and Moong Dal Idli recipe In Gujarati

This recipe has been viewed 7182 times
5/5 stars  100% LIKED IT   
2 REVIEWS ALL GOOD

राईस एण्ड मूंग दाल इडली | हरी मूंग दाल इडली - हिन्दी में पढ़ें - Rice and Moong Dal Idli In Hindi 
Rice and Moong Dal Idli - Read in English 


ચોખા અને મગની દાળની ઈડલી - Rice and Moong Dal Idli recipe in Gujarati

તૈયારીનો સમય:    પલાળવાનો સમય:  ૫ થી ૬ કલાક   બનાવવાનો સમય:    કુલ સમય :     ૧૬ઇડલી માટે

ઘટકો
૧/૨ કપ ચોખા
૧/૨ કપ લીલી મગની દાળ
૧/૪ ટીસ્પૂન મેથીના દાણા
૧/૨ કપ ખમણેલા ગાજર
૧/૨ કપ ઝીણા સમારેલો લીલા કાંદાનો સફેદઅને લીલો ભાગ
મીઠું , સ્વાદાનુસાર
૧ ટીસ્પૂન ફ્રૂટ સોલ્ટ

પીરસવા માટે
પૌષ્ટિક લીલી ચટણી
કાર્યવાહી
  Method
 1. એક ઊંડા બાઉલમાં ચોખા, મગની દાળ અને મેથીના દાણા મેળવી, જરૂરી પાણી ઉમેરી ૫ થી ૬ કલાક માટે પલાળી રાખો.
 2. હવે તેને નીતારી, થોડું પાણી ઉમેરીને મિક્સરમાં ફેરવી સુંવાળી પેસ્ટ બનાવો.
 3. હવે પેસ્ટને એક બાઉલમાં કાઢી તેમાં ગાજર, લીલા કાંદા અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી લો.
 4. હવે ખીરાને બાફતા પહેલા તેમાં ફ્રૂટ સોલ્ટ ઉમેરો અને તેની પર ૨ ટીસ્પૂન પાણી રેડો.
 5. હવે પેસ્ટમાં પરપોટા થવા માંડે ત્યારે ધીરથી હલાવી લો.
 6. હવે થોડું-થોડું ખીરૂ ઇડલીના દરેક સાંચામાં રેડી સ્ટીમરમાં ૧૦ મિનિટ માટે અથવા ઇડલી રધાંઇ ત્યાં સુધી બાફી લો.
 7. થોડું ઠંડું થવા દઇ, ઇડલીને સાંચામાંથી બહાર કાઢી પૌષ્ટિક લીલી ચટણી સાથે તરત જ પીરસો.

હાથવગી સલાહ:

  હાથવગી સલાહ:
 1. ઇડલીમાં ટૂથપિક અથવા ચાકુ અંદર નાંખી બહાર કાઢો અને જો તે ચોખ્ખી બહાર આવે તો સમજો ઇડલી બરોબર રધાંઇ છે
Nutrient values એક ઇડલી માટે

ઊર્જા
૩૬ કૅલરી
પ્રોટીન
૧.૬ ગ્રામ
કાર્બોહાઈડ્રેટ
૭.૨ ગ્રામ
ચરબી
૦.૧ ગ્રામ
ફાઇબર
૦.૮ ગ્રામ
વિટામિન એ
૬૦.૩ માઇક્રોગ્રામ
ફોલીક ઍસિડ
૭.૭ માઇક્રોગ્રામ

Reviews

ચોખા અને મગની દાળની ઈડલી
 on 27 Aug 19 01:10 PM
5

Nice dish
Tarla Dalal
28 Aug 19 04:56 PM
   Piya, glad you like d the idli recipe.
ચોખા અને મગની દાળની ઈડલી
 on 24 Aug 17 12:33 PM
5

good recipes