સાંભર - Sambhar ( How To Make Sambhar, South Indian Recipe)

Sambhar ( How To Make Sambhar, South Indian Recipe) In Gujarati

This recipe has been viewed 3451 timesદક્ષિણ ભારતીય વાનગીમાં સાંભર એક એવી વાનગી છે જેની કોઇને પણ પરિચય આપવાની જરૂર પડતી નથી, કારણકે આ વાનગીની પ્રતિભા જ એવી છે કે તે દક્ષિણ ભારતીય વાનગીઓમાં ઉત્તમ રહી છે.

દરેક કુટુંબ તેને પોતાની રીતે યોગ્ય પ્રમાણમાં સામગ્રી લઇને તૈયાર કરે છે. તમે પણ અહીં જણાવેલી સામગ્રીના પ્રમાણમાં ઓછો વત્તો ફેરફાર કરી તમારી જરૂરીયાત પ્રમાણે તૈયાર કરી શકો છો. તેમાં વપરાતા વિવિધ શાક જેને દક્ષિણ ભારતના લોકો “થાન” કહે છે જેમાં સરગવાની શીંગ, બટાટા, અળુ, મૂળો, ગાજર, સિમલા મરચાં, કોળું, રીંગણા, ભીંડા વગેરેનો સમાવેશ થાય છે.

આ સાંભર ઈડલી , ઢોંસા , ભાત વગેરે સાથે પીરસી શકાય છે.

સાંભર - Sambhar ( How To Make Sambhar, South Indian Recipe) in Gujarati

તૈયારીનો સમય:    પલાળવાનો સમય:  ૨૦ મિનિટ   બનાવવાનો સમય:    કુલ સમય :     ૪ માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો

સાંભર મસાલા માટે
૧ ટીસ્પૂન નાળિયેરનું તેલ અથવા બીજું કોઇ રીફાઇન્ડ તેલ
૧ ટેબલસ્પૂન ચણાની દાળ
૧ ટેબલસ્પૂન અડદની દાળ
૧ ટેબલસ્પૂન આખા ધાણા
૧ ટીસ્પૂન મેથીના દાણા
૫ to ૮ સૂકા લાલ કાશ્મીરી મરચાં , ટુકડા કરેલા
૧ ટીસ્પૂન હળદર
૧/૨ ટીસ્પૂન હીંગ
૨ ટેબલસ્પૂન તાજું ખમણેલું નાળિયેર

અન્ય જરૂરી સામગ્રી
૧ કપ તુવરની દાળ
૧ ટેબલસ્પૂન ચણાની દાળ
૧/૪ કપ સમારેલા રીંગણા
સરગવાની શીંગ , ૭૫ મી.મી. (૩”)ના ટુકડા કરેલી
૧/૪ કપ સમારેલી દૂધી
૧/૨ કપ મદ્રાસી કાંદા
૧/૨ કપ સમારેલા ટમેટા
૧ ટેબલસ્પૂન આમલીનો પલ્પ
મીઠું , સ્વાદાનુસાર
૧ ટેબલસ્પૂન નાળિયેરનું તેલ અથવા બીજું કોઇ રીફાઇન્ડ તેલ
૧/૨ ટીસ્પૂન રાઇ
૧/૪ ટીસ્પૂન મેથીના દાણા
૬ to ૭ કડી પત્તા
૧/૪ ટીસ્પૂન હીંગ
કાર્યવાહી
  Method
 1. સાંભર મસાલા માટે
 2. ૧. એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં બધી વસ્તુઓ મેળવી ધીમા તાપ પર ૪ થી ૫ મિનિટ સુધી અથવા તેની સુગંધ પ્રસરવા માંડે ત્યાં સુધી સાંતળી લો.
 3. ૨. તેને ઠંડું પાડ્યા પછી મિક્સરમાં ફેરવી ઝીણું પાવડર તૈયાર કરી બાજુ પર રાખો.

આગળની રીત

  આગળની રીત
 1. તુવરની દાળ અને ચણાની દાળને જરૂરી પાણીમાં ૨૦ મિનિટ સુધી પલાળી રાખ્યા બાદ નીતારી લો.
 2. આ દાળમાં ૨ કપ જેટલું પાણી મેળવી પ્રેશર કુકરમાં ૪ સીટી સુધી રાંધી લો.
 3. પ્રેશર કુકરનું ઢાંકણ ખોલતા પહેલા તેની વરાળને નીકળી જવા દો. દાળને સરખી રીતે જેરી લીધા પછી બાજુ પર રાખો.
 4. હવે એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં ૧ કપ પાણી સાથે રીંગણા, સરગવાની શીંગ અને દૂધી મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧૦ થી ૧૨ મિનિટ સુધી અથવા શાક બરોબર રંધાઇ જાય ત્યાં સુધી રાંધી લો.
 5. તે પછી તેમાં રાંધેલી દાળ, મદ્રાસી કાંદા, ટમેટા, આમલીનો પલ્પ, તૈયાર કરેલો સાંભર મસાલો, મીઠું અને ૩ કપ પાણી મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લીધા પછી બાજુ પર રાખો.
 6. હવે વઘાર તૈયાર કરવા માટે એક નાના નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં રાઇ મેળવો.
 7. જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં મેથીના દાણા, કડી પત્તા અને હીંગ મેળવી મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો.
 8. આમ તૈયાર થયેલા વઘારને સાંભર પર રેડી સારી રીતે મિક્સ કરી ધીમા તાપ પર ૫ મિનિટ સુધી રાંધી લો.
 9. ગરમ-ગરમ પીરસો.

Reviews