રવા ઈડલી | ઇન્સ્ટન્ટ રવા ઈડલી | સુજી ની સોફ્ટ ઈડલી બનાવવાની રીત | Sooji Idli ( Suji Idli)

Sooji Idli ( Suji Idli) recipe In Gujarati

This recipe has been viewed 616 timesરવા ઈડલી | ઇન્સ્ટન્ટ રવા ઈડલી | સુજી ની સોફ્ટ ઈડલી બનાવવાની રીત | sooji idli in gujarati | with 21 amazing images.

રવા ઈડલીને કોઈ આથો લાવવાની અથવા ગ્રાઇન્ડીંગની જરૂર હોતી નથી અને તેથી તેને ઇન્સ્ટન્ટ રવા ઈડલી કહેવામાં આવે છે. રવા, દહીં, કોથમીર અને પાણીથી સુજી ઇડલીનુ ખીરૂ બનાવવામાં આવે છે. આ રાઈ, જીરું, દાળ, કાજુ અને કડી પત્તા નો વઘાર ઉપર નાખવામાં આવે છે. ત્યારબાદ સૂજી ઇડલી ઓને સ્ટીમરમાં રાંધવામાં આવે છે.

સવારના નાસ્તામાં ઇડલી ખાવાનું મન થાય છે, પરંતુ ખીરૂ તૈયાર કરી આથો નથી આપ્યો? ચીંતા કરશો નહીં! ઇન્સ્ટન્ટ સુજી ની સોફ્ટ ઈડલી બનાવાનું પસંદ કરો.

રવા ઈડલી | ઇન્સ્ટન્ટ રવા ઈડલી | સુજી ની સોફ્ટ ઈડલી બનાવવાની રીત - Sooji Idli ( Suji Idli) recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૧૫ ઈડલી માટે
મને બતાવો ઈડલી

ઘટકો

રવા ઈડલીના ખીરા માટે
૧ કપ રવો
૧/૪ કપ દહીં
૧ ટેબલસ્પૂન બારીક સમારેલી કોથમીર
મીઠું , સ્વાદાનુસાર
૩/૪ ટીસ્પૂન ફ્રૂટ સોલ્ટ

રવા ઈડલી માટે અન્ય સામગ્રી
૧ ટીસ્પૂન તેલ
૧/૨ ટીસ્પૂન રાઈ
૧/૨ ટીસ્પૂન જીરું
૧ ટીસ્પૂન અડદની દાળ
૧ ટેબલસ્પૂન કાજુ , ટુકડા કરી નાખો
૪ થી ૬ કડી પત્તા
૧ ટીસ્પૂન બારીક સમારેલા લીલા મરચા
એક ચપટી હીંગ

રવા ઇડલી સાથે પીરસવા માટે
સંભાર
નાળિયેરની ચટણી
કાર્યવાહી
રવા ઈડલીનું ખીરૂ બનાવવા માટે

  રવા ઈડલીનું ખીરૂ બનાવવા માટે
 1. રવા ઈડલી બનાવવા માટે, એક ઊંડા બાઉલમાં ફ્રૂટ સોલ્ટ સિવાય તમામ સામગ્રીને એક સાથે ભેગી કરી, ૧ કપ પાની નાખી, બરાબર મિક્સ કરી, ઢાંકીને ૧૦ મિનિટ સુધી એક બાજુ રાખો.

રવા ઈડલી બનાવવા માટે

  રવા ઈડલી બનાવવા માટે
 1. એક નાના નોન-સ્ટીક પેનમાં તેલ ગરમ કરો, તેમાં રાઈ, જીરું, દાળ, કાજુ, કડી પત્તા, લીલા મરચા અને હિંગ નાંખો અને મધ્યમ તાપ પર ૧ મિનિટ માટે સાંતળો.
 2. આ વઘારને તૈયાર કરેલા રવા ઈડલીના ખીરામાં ઉમેરો અને બરાબર મિક્સ કરી લો.
 3. બાફતા પહેલા, ફ્રૂટ સોલ્ટ નાંખો અને ધીમેથી મિક્સ કરી લો.
 4. દરેક તેલ ચોપડેલા ઇડલીના મોલ્ડમાં ૨ ટેબલસ્પૂન રવા ઇડલીનું ખીરૂ રેડવું અને સ્ટીમરમાં ૮ થી ૧૦ મિનિટ સુધી બાફી લો.
 5. રવા ઇડલીઓને સહેજ ઠંડી કરો, મોલ્ડમાંથી કાઢીને તરત જ સંભાર અને નાળિયેરની ચટણી સાથે પીરસો.
વિગતવાર ફોટો સાથે રવા ઈડલી | ઇન્સ્ટન્ટ રવા ઈડલી | સુજી ની સોફ્ટ ઈડલી બનાવવાની રીત ની રેસીપી

રવા ઈડલીનું ખીરૂ બનાવવા માટે

 1. રવા ઈડલીનું ખીરૂ બનાવવા માટે, પ્રથમ એક ઊંડા બાઉલમાં ૧ કપ રવો / સૂજી લો.
 2. તેમાં દહીં ઉમેરો. દહીં / છાશ એ રવા ઈડલીના રવાને પલાળવા માટે મહત્વપૂર્ણ સામગ્રી છે.
 3. હવે તેમાં સમારેલી કોથમીર નાખો. કોથમીર ઇન્સ્ટન્ટ રવા ઈડલીની રેસીપી માટે વૈકલ્પિક સામગ્રી છે.
 4. સ્વાદ પ્રમાણે મીઠું અને ૧ કપ પાણી ઉમેરો.
 5. રવા ઈડલીના ખીરાને હ્વિસ્કની મદદથી સારી રીતે મિક્સ કરો. ખાતરી કરો કે ખીરૂ સંપૂર્ણપણે ગઠ્ઠોથી મુક્ત છે.
 6. ઢાંકણથી ઢાંકીને ૧૦ મિનિટ માટે એક બાજુ રાખો. રવા ઇડલીનું ખીરૂ બનાવવા માટે કોઈ પણ ગ્રાઇન્ડીંગ અથવા આથો લાવવાની જરૂર નથી, તેથી તમે ઝડપથી નાસ્તામાં સુજી ઇડલીને બનાવી શકો છો.

રવા ઈડલીના વઘાર માટે

 1. રવા ઈડલીના વઘાર માટે, પેહલા નાના નોન-સ્ટીક પેનમાં તેલ અને ઘી ગરમ કરો.
 2. રાઈ ઉમેરો.
 3. જ્યારે દાણા તડતડવા માડે ત્યારે તેમાં જીરું અને અડદની દાળ ઉમેરો.
 4. કાજુ ઉમેરો. જ્યાં સુધી તેઓ સુવર્ણ રંગના ન થાય ત્યાં સુધી સાંતળો.
 5. કડી પત્તા ઉમેરો.
 6. છેલ્લે તેમાં લીલા મરચા અને હીંગ નાંખો. રવા ઇડલીના વઘારને મધ્યમ તાપ પર ૧ મિનિટ માટે સાંતળી લો.
 7. તૈયાર વઘારને રવા ઇડલીના ખીરામાં ઉમેરો.
 8. સારી રીતે મિક્સ કરો અને આપણું રવા ઈડલીનું ખીરૂ | ઇન્સ્ટન્ટ રવા ઈડલી | સુજી ની સોફ્ટ ઈડલી બનાવવાની રીત | sooji idli in gujarati | તૈયાર છે. ખીરૂ ન તો જાડુ અથવા પાતળુ હોવુ જોઈએ. જો તમે તરત ઇડલીઓ બનાવતા નથી, તો રાવો પાણી શોષી લે છે તેથી ખીરૂ ઘટ્ટ થઈ જશે, ૧-૨ ટેબલસ્પૂન પાણી ઉમેરીને મધ્યમ સુસંગતતામાં સમાયોજિત કરો.

રવા ઇડલી બનાવવા માટે

 1. રવા ઇડલી બનાવવા માટે, સૌથી પેહલા સ્ટીમર અથવા પ્રેશર કૂકરમાં પાણી ગરમ કરો.
 2. બાફતા પહેલા, સૂજી ઇડલીના ખીરા ઉપર ફ્રૂટ સોલ્ટ અને ૨ ટીસ્પૂન પાણી નાંખો.
 3. જ્યારે પરપોટા રચાય છે, ત્યારે ધીમેથી મિક્સ કરી દો. ખીરા ને જરૂરતથી વધારે મિક્સ નહીં કરો,  નહીં તો હવા પરપોટા રવા ઇડલીને સખત બનાવી દેશે.
 4. દરેક તેલ ચોપડેલા ઇડલીના મોલ્ડમાં રવા ઇડલીનું ખીરૂ રેડવું. મોલ્ડને વધારે ભરશો નહીં, કારણ કે રાવા ઇડલી ફુલે છે અને તમે તેમને બહાર નીકળવાની ઇચ્છા નથી કરતા.
 5. તેઓ યોગ્ય રીતે રાંધયા છે કે નહીં તેની તપાસ કરવા માટે, ઇડલીની મધ્યમાં ટૂથપીક અથવા છરી નાખો અને જો તે સાફ આવે છે, તો તમારી ઇન્સ્ટન્ટ સૂજી ઇડલીઓ રાંધાઇને તૈયાર છે. જો નહીં, તો પછી લાંબા સમય સુધી બાફી લો.
 6. રવા ઇડલીઓને સહેજ ઠંડી કરો, મોલ્ડમાંથી કાઢી લો. જો તમને સૂજી ઇડલીને મોલ્ડમાંથી કાઢવા મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, તો પછી થોડું તેલમાં છરી બોળી લો અને છરીની મદદથી ધાર થી કાઢી લો અથવા ભીના ચમચીની મદદથી તેને કાઢી લો.
 7. સંભાર અને નાળિયેરની ચટણી સાથે રવા ઈડલીનો | ઇન્સ્ટન્ટ રવા ઈડલી | સુજી ની સોફ્ટ ઈડલી બનાવવાની રીત | sooji idli in gujarati | આનંદ લો.

રવા ઇડલી કેવી રીતે પેક કરવી

 1. રવા ઇડલીને સંપૂર્ણપણે ઠંડુ થવા દો, એર-ટાઇટ ટિફિન બોક્સમાં પેક કરો, ચટની સાથે એક અલગ એર-ટાઇટ બોક્સમાં રાખો.

Reviews