સ્પ્રાઉટ્સ સ્ટર-ફ્રાય રેસીપી | ઝટ-પટ સ્ટર-ફ્રાય રેસીપી | Sprouts Stir- Fry Recipe - Sprouts Stir- Fry ( Eat Well Stay Well Recipes )

Sprouts Stir- Fry ( Eat Well Stay Well Recipes ) In Gujarati

This recipe has been viewed 908 timesસ્પ્રાઉટ્સ સ્ટર-ફ્રાય રેસીપી | ઝટ-પટ સ્ટર-ફ્રાય રેસીપી | sprouts stir- fry recipe in gujarati

સ્પ્રાઉટ્સ એ પ્રોટીન, કેલ્શિયમ અને લોહનો સારો સ્રોત છે. લોહ અને ફોલિક એસિડ હિમોગ્લોબિન અને લોહીને બાઘેં છે જે ઓક્સિજન પ્રદાન કરવા માટે જરૂરી છે. આ બધા પોષક તત્વો તમને શારીરિક રીતે ફીટ રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

સ્પ્રાઉટ્સ સ્ટર-ફ્રાય રેસીપી | ઝટ-પટ સ્ટર-ફ્રાય રેસીપી | Sprouts Stir- Fry Recipe - Sprouts Stir- Fry ( Eat Well Stay Well Recipes ) in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૪માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો

સ્પ્રાઉટ્સ સ્ટર-ફ્રાય બનાવવા માટે સામગ્રી
૨ કપ પલાળીને અને બાફેલા મિક્સ ફણગાવેલા કઠોળ
૨ ટીસ્પૂન તેલ
૧ ટીસ્પૂન ઝીણુ સમારેલુ આદુ
૨ ટીસ્પૂન ઝીણુ સમારેલુ લસણ
૧ ટીસ્પૂન લીલા મરચાની પેસ્ટ
૧ કપ સમારેલા ટામેટાં
૧ ટીસ્પૂન સંચળ
૧/૨ ટીસ્પૂન આમચુર
૨ ટેબલસ્પૂન છોલે મસાલા
મીઠું, સ્વાદાનુસાર
૧/૪ કપ સમારેલી કોથમીર
કાર્યવાહી
સ્પ્રાઉટ્સ સ્ટર-ફ્રાય બનાવવા માટે વિધિ

    સ્પ્રાઉટ્સ સ્ટર-ફ્રાય બનાવવા માટે વિધિ
  1. સ્પ્રાઉટ્સ સ્ટર-ફ્રાય બનાવવા માટે, એક ખુલ્લા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરો, તેમાં આદુ, લસણ અને લીલા મરચાની પેસ્ટ નાંખો અને થોડી સેકંડ માટે મધ્યમ આંચ પર સાંતળી લો.
  2. ટામેટાં, સંચળ, આમચુર, છોલે મસાલા અને ૧ ચમચી પાણી નાંખી, બરાબર મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી વચ્ચે થોડા-થોડા સમયે હલાવતા રહી રાંધી લો.
  3. બાફેલા મિક્સ ફણગાવેલા કઠોળ અને મીઠું મેળવી અને સારી રીતે મિક્સ કરી બીજી મિનિટ માટે મધ્યમ તાપ પર રાંધી લો.
  4. તેમાં કોથમીર મેળવી બરાબર મિક્સ કરી લો.
  5. સ્પ્રાઉટ્સ સ્ટર-ફ્રાય તરત જ પીરસો.

Reviews