સ્ટફ કુટીના દારાના પરોઠા | Stuffed Buckwheat Paratha

Stuffed Buckwheat Paratha recipe In Gujarati

This recipe has been viewed 1719 times

स्टफ्ड बकवीट पराठा - हिन्दी में पढ़ें - Stuffed Buckwheat Paratha In Hindi 
Stuffed Buckwheat Paratha - Read in English 


આ કુટીના દારાના પરોઠામાં પ્રકારાત્મક મેક્સિકન સ્ટાઇલનું સ્વાદિષ્ટ પૂરણ છે જેને પરિપૂર્ણ જમણ બનાવવા માટે ફક્ત એક બાઉલ સૂપની જ જરૂર રહેશે. કુટીના દારાનો લોટ બજારમાં તૈયાર નથી મળતો તેથી તમને કુટીનો દારો લઇને દળાવવું પડશે.

સ્ટફ કુટીના દારાના પરોઠા - Stuffed Buckwheat Paratha recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૬પરોઠા માટે
મને બતાવો પરોઠા

ઘટકો

રોટી માટે
૩/૪ કપ કુટીનો દારો
૧/૪ કપ ચોખાનો લોટ
૨ ટીસ્પૂન તેલ
મીઠું , સ્વાદાનુસાર
ચોખાનો લોટ , વણવા માટે

મિક્સ કરીને પૂરણ બનાવવા માટે
૧ ૧/૨ કપ બાફીને હળવા છૂંદેલા મકાઇના દાણા
૧/૨ કપ ઝીણી સમારેલી કોથમીર
૨ ટીસ્પૂન આદૂ-લીલા મરચાંની પેસ્ટ
૩/૪ કપ ખમણેલું પ્રોસેસ્ડ ચીઝ
૩ ટેબલસ્પૂન ઝીણા સમારેલા ટમેટા
૧/૨ કપ ઝીણા સમારેલા કેપ્સીકમ
મીઠું , સ્વાદાનુસાર

બીજી જરૂરી વસ્તુઓ
તેલ , રાંધવા માટે
કાર્યવાહી
રોટી માટે

  રોટી માટે
 1. એક ઊંડા બાઉલમાં બધી વસ્તુઓ ભેગી કરી તેમાં જરૂરી પાણી મેળવી નરમ કણિક બનાવો.
 2. આ કણિકના ૬ સરખા ભાગ પાડી, દરેક ભાગને થોડા સૂકા ચોખાના લોટની મદદથી ૧૫૦ મી. મી. (૬”)ના ગોળાકારમાં વણી લો.
 3. એક નૉન-સ્ટીક તવા પર હલકી રીતે દરેક રોટીને શેકીને બાજુ પર રાખો.

આગળની રીત

  આગળની રીત
 1. તૈયાર કરેલા પૂરણના ૬ સરખા ભાગ પાડી બાજુ પર રાખો.
 2. પીરસતા પહેલા, એક રોટીને સપાટ, સૂકી જગ્યા પર મૂકી, પૂરણનો એક ભાગ રોટીના અર્ધા ભાગ પર પાથરી, રોટીને વાળીને અર્ધ ગોળાકાર બનાવો.
 3. એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી થોડા તેલ ની મદદથી પરોઠાની બન્ને બાજુઓ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સૂધી શેકી લો.
 4. રીત ક્રમાંક ૨ અને ૩ પ્રમાણે બાકીના ૫ પરોઠા તૈયાર કરી લો.
 5. તરત જ પીરસો.

હાથવગી સલાહ:

  હાથવગી સલાહ:
 1. કુટીના દારાનો ૩/૪ કપ લોટ મેળવવા માટે, ૧ કપ કુટીના દારાને મિક્સરમાં ફેરવી સુંવાળું પાવડર બનાવી વાનગી પ્રમાણે તેનો ઉપયોગ કરવો.

Reviews