શક્કરિયાની ખીચડી, ફરાળી વાનગી - Sweet Potato Khichdi, Vrat, Upvas

Sweet Potato Khichdi, Vrat, Upvas recipe In Gujarati

This recipe has been viewed 2327 timesઉપવાસના દીવસોમાં આપણે હમેશાં એવી વાનગી બનાવવાની ઇચ્છા કરતાં હોઇએ કે જે સાદી, પૌષ્ટિક અને ઉપવાસની રીત-રસમને અનુકુળ હોય. તો, અહીં હાજર છે તમારા માટે શક્કરિયાની ખીચડી જે ઉપવાસમાં બહુ જ આદર્શ વાનગી ગણી શકાય.

આ સાદી પણ સ્વાદિષ્ટ ખીચડીમાં ખમણેલા બટાટા અને શક્કરિયાને દરરોજમાં વપરાતા સ્વાદિષ્ટ મસાલનો વઘાર તૈયાર કરી તેમાં લીલા મરચાં અને લીંબુનો રસ મેળવવામાં આવ્યો છે.

અહીં અમે તેમાં અર્ધ-કચરા મગફળીનો ભુક્કો મેળવ્યો છે જેથી વાનગીમાં ખુશ્બુ આવે છે. આ ખીચડી બનાવતી વખતે બે વાતની ધ્યાન રાખવી જરૂરી છે કે જ્યારે બટાટા અને શક્કરિયા છીણી લીધા પછી તરત જ પાણીમાં મૂકવા જેથી તે કાળા ન થાય.

બીજું, જ્યારે તેનો ઉપયોગ કરવો હોય ત્યારે તેને દબાવીને બધુ પાણી કાઢી લેવું અને જ્યારે ખીચડી બનતી હોય ત્યારે તેને સતત હલાવતા રહેવું જેથી બટાટા પૅનમાં ચીટકી ન જાય.

ઉપવાસના બીજા વ્યંજન પણ અજમાવો જેમ સાબુદાણા વડા અને ફરાળી ઢોસા.

શક્કરિયાની ખીચડી, ફરાળી વાનગી - Sweet Potato Khichdi, Vrat, Upvas recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૩ માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો
૩ કપ છોલીને ખમણેલા શક્કરિયા
૧ કપ છોલીને ખમણેલા બટાટા
૨ ટેબલસ્પૂન તેલ
૧ ટીસ્પૂન જીરૂ
કડીપત્તા
૧ ૧/૨ ટીસ્પૂન લીલા મરચાંની પેસ્ટ
૧ ટેબલસ્પૂન લીંબુનો રસ
૨ ટીસ્પૂન ઝીણી સમારેલી કોથમીર (મરજિયાત)
૧/૪ કપ શેકીને હકલો ભૂક્કો કરેલી મગફળી
૧ ટેબલસ્પૂન સાકર
મીઠું , સ્વાદાનુસાર
કાર્યવાહી
    Method
  1. એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં જીરૂ અને કડીપત્તા મેળવી મધ્યમ તાપ પર ૩૦ સેકંડ સુધી સાંતળી લો.
  2. તે પછી તેમાં શક્કરિયા અને બટાટા મેળવી, સારી રીતે મિક્સ કરી પૅનને ઢાંકીને મધ્યમ તાપ પર ૮ થી ૧૦ મિનિટ સુધી અથવા બટાટા બરોબર બફાઇ જાય ત્યાં સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
  3. અંતમાં તેમાં લીલા મરચાંની પેસ્ટ, લીંબુનો રસ, કોથમીર, મગફળી, સાકર અને મીઠું મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૩ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
  4. ગરમ-ગરમ પીરસો.

Reviews