વેજીટેબલ્સ્ ઇન કોકોનટ કરી | Vegetables in Coconut Curry, Karwar Style Valval Recipe

Vegetables in Coconut Curry, Karwar Style Valval Recipe In Gujarati

This recipe has been viewed 2224 timesવેજીટેબલ્સ્ ઇન કોકોનટ કરી, ભારતના પશ્ચિમ કીનારાવાળા રાજ્યોની ખાસિયત રહી છે કારણકે તે પ્રદેશમાં નાળિયેર પુષ્કળ પ્રમાણમાં મળી રહે છે જેથી તેઓ રાંધવાની વાનગીઓમાં તેનો પુષ્કળ પ્રમાણમાં ઉપયોગ કરે છે. અહીં એક રંગીન અને રસદાર સાદા શાકને લીલા મરચાં અને જીરૂ મેળવી સ્વાદિષ્ટ બનાવી, નાળિયેરના દૂધમાં ઉકાળીને રજુ કરી છે. અહીં આ કરીને માઇક્રોવેવમાં બનાવવાની સરળ રીત દર્શાવી છે. તેનો ઉપયોગ તે તૈયાર થાય કે તરત જ કરવો, નહીંતર તે થોડા સમયમાં જ ઘટ્ટ થઇ જશે. જો તેને તમે થોડો સમય રાખવાની ઇચ્છા ધરાવતા હો, તો તેમાં પાણીની માત્રામાં થોડો ફેરફાર કરવો પડશે. આવી જ બીજી માઇક્રોવેવની રેસીપી જેવી કે મકાઇ જાજરીયા અથવા નાચની-મેથીના મુઠિયાનો સ્વાદ પણ માણવા જેવો છે.

વેજીટેબલ્સ્ ઇન કોકોનટ કરી - Vegetables in Coconut Curry, Karwar Style Valval Recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૩માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો
કાર્યવાહી
    Method
  1. એક બાઉલમાં નાળિયેરનું દૂધ અને મેંદો મેળવી સારી રીતે જેરી લીધા પછી તેને બાજુ પર રાખો.
  2. હવે એક માઇક્રોવેવ સેફ બાઉલમાં ઘી, જીરૂ, લીલા મરચાં અને કડી પત્તા ભેગા કરી ઉંચા તાપ પર ૩૦ સેકંડ સુધી માઇક્રોવેવ કરી લો.
  3. તે પછી તેમાં બધા શાક, ૧/૩ કપ પાણી અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી ઉંચા તાપ પર ૮ મિનિટ સુધી વચ્ચે એક વખત હલાવીને માઇક્રોવેવ કરી લો.
  4. તે પછી તેમાં આગળથી તૈયાર કરેલું દૂધ અને મેંદાનું મિશ્રણ તથા ૧/૪ કપ પાણી ઉમેરી, સારી રીતે મિક્સ કરી લીધા પછી ઉંચા તાપ પર ૨ મિનિટ સુધી વચ્ચે એક વખત હલાવીને માઇક્રોવેવ કરી લો.
  5. તરત જ પીરસો.

Reviews