વેજી બુસ્ટ જ્યુસ ની રેસીપી - Veggie Boost Juice

Veggie Boost Juice recipe In Gujarati

This recipe has been viewed 1344 times

Veggie Boost Juice - Read in English 


આ ઉત્તમ જ્યુસમાં વિવિધ શાક (ગાજર, પાલક, પાર્સલી અને સેલરી)નું સંયોજન છે જે રક્તમાં સાકરના પ્રમાણને દાબમાં રાખવા ઉપયોગી છે. ગાજર અને પાલકમાં જસત (zinc) હોય છે જે શરીરમાં એચ. ડી. એલ. (hdl) એટલે કે સારા કોલેસ્ટ્રોલના પ્રમાણમાં વધારો કરે છે અને રક્તમાં થતા ક્લોટને ઘટાડી ડાયાબિટીઝ ધરાવનારા માટે થતી હ્રદયની બીમારીને દાબમાં રાખવા ઉપયોગી થાય છે.

આમ આ જ્યુસમાં સારા પ્રમાણમાં રહેલા પોટેશિયમથી આ જ્યુસ ડાયાબિટીઝ ધરાવનાર માટે વરદાનરૂપ ગણી શકાય કારણ કે તેના વડે રક્તના ઉંચા દબાણ ધરાવનારાના શરીરમાં સોડિયમના સ્તરને સ્થિરતા મળે છે.

વેજી બુસ્ટ જ્યુસ ની રેસીપી - Veggie Boost Juice recipe in Gujarati

તૈયારીનો સમય:    રાંધવા સમય લેવામાં :    કુલ સમય :     ૧ ગ્લાસ માટે
મને બતાવો ગ્લાસ

ઘટકો

વેજી બુસ્ટ જ્યુસ ની રેસીપી બનાવવા માટે
૩૦ ગાજરની સ્ટીક
૧/૪ કપ સમારેલી પાલક
૧/૪ કપ સમારેલી પાર્સલી
૨ ટેબલસ્પૂન સમારેલી સેલરીની દાંડી
૧ ટેબલસ્પૂન લીંબુનો રસ

પીરસવા માટે
બરફના ટુકડા
કાર્યવાહી
હોપર / જ્યુસરમાં બનાવવાની રીત

  હોપર / જ્યુસરમાં બનાવવાની રીત
 1. વેજી બુસ્ટ જ્યુસ ની રેસીપી બનાવવા માટે, જ્યુસરની જારમાં ગાજર, પાલક, પાર્સલી અને સેલરી થોડી થોડી માત્રમાં નાંખતા જાવ.
 2. તે પછી તેમાં લીંબુનો રસ મેળવી સારી રીતે મિક્સ કરી લો.
 3. તે પછી ગ્લાસમાં બરફના ટુકડા મૂકી ઉપરથી વેજી બુસ્ટ જ્યુસરેડીને તરત જ પીરસો.

મિક્સર / બ્લેન્ડરમાં બનાવવાની રીત

  મિક્સર / બ્લેન્ડરમાં બનાવવાની રીત
 1. વેજી બુસ્ટ જ્યુસ ની રેસીપી બનાવવા માટે, બધી વસ્તુઓ ભેગી કરી તેમાં થોડું પાણી ઉમેરી (જો જરૂરી લાગે તો) સુંવાળું જ્યુસ તૈયાર કરો.
 2. આ જ્યુસને ગરણી અથવા મલમલના કપડા વડે ગાળી લો.
 3. તે પછી તેમાં લીંબુનો રસ મેળવી સારી રીતે મિક્સ કરી લો.
 4. હવે ૨ ગ્લાસમાં બરફના ટુકડા નાંખી ઉપર તૈયાર કરેલું વેજી બુસ્ટ જ્યુસ રેડી તરત જ પીરસો.

Reviews