હવે ફરી ક્યારે તમે પનીર બનાવો ત્યારે તેના બાકી રહેલા પાણીને ફેકી ન દેતા, કારણકે આ પ્રવાહીમાં પ્રોટીન, વિટામીન અને બીજા પોષક તત્વો સારા પ્રમાણમાં હોય છે. આ પૌષ્ટિક વ્હે સૂપ હલકું, ઉર્જાયુક્ત અને કાર્યશક્તિ વધારનાર છે અને એટલે જ જરૂરથી અજમાવવા જેવું છે.
વ્હે સૂપ - Whey Soup ( Calcium Rich Recipe ) in Gujarati
Method- એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં જીરૂ મેળવો.
- જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં લીલા મરચાં, વ્હે, મીઠું અને મરીનું પાવડર મેળવી સારી રીતે મિક્સ કરી ધીમા તાપ પર ઉભરો આવે ત્યાં સુધી રાંધી લો.
- છેલ્લે તેમાં પનીર અને કોથમીર ઉમેરી, સારી રીતે મિક્સ કરી ધીમા તાપ પર ૩૦ સેકંડ સુધી રાંધી લો.
- ગરમ ગરમ પીરસો.
હાથવગી સલાહ:- ૧ ૧/૨ લીટર દૂધ વડે ૪ કપ વ્હે બનશે.