તાજું ક્રીમ ( Fresh cream )

તાજું ક્રીમ ( Fresh Cream in Gujarati) Glossary | તાજું ક્રીમ નો ઉપયોગ Viewed 6057 times

વર્ણન
તાજું, કાચું ક્રીમ આરોગ્યવર્ધક, જાડું અને સુંવાળું હોવાથી વાનગીમાં મીઠાશ અને સુગંધ બન્ને માટે માફકરૂપ ગણાય છે. પણ, આજકાલની ઉતાવળી જીવનપધ્ધતિમાં આપણને બજારમાં તૈયાર મળતા ક્રીમ વડે જ ચલાવવું પડે છે, જે જંતુરહિત, ઓછી ચરબીવાળું હોય છે અને વિવિધ પ્રકારમાં મળે છે. આ ક્રીમ બનાવવા માટે તાજા દૂધ પર પ્રક્રિયા કરી તેને જંતુરહિત બનાવવા વધુ તાપમાન પર તૈયાર કરીને વાપરવાલાયક બનાવવામાં આવે છે. આ દૂધમાં ફ્કત ૨૫% દૂધની ચરબી હોય છે અને તે પણ મીઠાશ વગરની હોય છે, એટલે તેનો ઉપયોગ વ્હીપ્ડ ક્રીમ તરીકે ન કરી શકાય. વધુમાં તે પાતળું અને ફીણ વગરનું પણ હોય છે. વેપારી ધોરણે મળતું આ તાજું ક્રીમ સૂપ, કરી અને ફ્રૂટ ડેઝર્ટસ્ જેવી વાનગીને શાહી સ્વાદ આપવા માટે ઉત્તમ ગણાય છે.

પસંદ કરવા માટેના સુજાવ
* ફુગેલા અને કાણા પડેલા બોક્સ્ જેમાંથી ક્રીમ ચુવે તેવા ન ખરીદવા.
* ટેટ્રા પૅક (tetra pack) અથવા બોક્સ્ માં મળતું ક્રીમ એકદમ તાજું તો ન જ હોય, છતાં પણ તેને તાજા ક્રીમ સમાન ગણી શકાય.

રસોઇમાં વપરાશ
* ફ્રુટ સલાડ અથવા ફ્રુટની સુગંધવાળી વાનગી બનાવવામાં આ તાજા ક્રીમનો ઉપયોગ થાય છે.
* કોઇ પણ પ્રકારની કરી અથવા સૉસને થોડું ઘટ્ટ અને મલાઇદાર બનાવવામાં આ તાજા ક્રીમનો ઉપયોગ કરી શકાય.
* તાજા ક્રીમ વડે ચહા અથવા કોફીને ઘટ્ટ બનાવી શકાય.
* ડેઝર્ટની વાનગીને મીઠાશ અને સ્વાદ આપવા તેનો ઉપયોગ કરી શકાય.
* વિવિધ પ્રકારના ડેઝર્ટ બનાવવા એક સામગ્રી તરીકે તેનો ઉપયોગ કરી શકાય.

સંગ્રહ કરવાની રીત
ખોલ્યા વગરના બોક્સ્ ને ઠંડી, સૂકી જગ્યામાં રાખવામાં આવે તો તેને ઉત્પાદિત સમયથી ૧૨૦ દીવસ સુધી રેફ્રીજરેટર વગર રાખી શકાય. પણ જો તમે તેને એક વખત ખોલી લો, તો પછી તેને રેફ્રીજરેટરમાં મૂકી રાખવું અને ૪ દીવસની અંદર તેનો ઉપયોગ કરી લેવો.