કોબી અને કેપ્સીકમ સબ્જી | શિમલા મરચા નું શાક | કોબી નું સુકુ શાક | Cabbage Capsicum Sabzi, Healthy Simla Mirch Gobi Sabzi

કોબી અને કેપ્સીકમ સબ્જી | શિમલા મરચા નું શાક | કોબી નું સુકુ શાક | cabbage and capsicum subzi in gujarati |

આ સુકી સબ્જી ઝડપી અને સરળ કોબી અને કેપ્સિકમથી બનેલ છે, પરંપરાગત રીતે તેને વધાર કરવામાં આવે છે અને તેને ધાણા પાવડર અને લીંબુના રસનો સરળ સ્વાદ ઉમેરવા માં આવે છે.

લીંબુના રસની ખટ્ટાસ અને અર્ધ-રાંધેલા શાકાની કરકરુપન તાળવાને ઉત્તેજિત કરે છે, ને જે કોબી અને કેપ્સિકમ સબ્જીને સરળ અને ઝડપથી ટેબલ પર લાવવા માટે એક લોભામણી વાનગી બનાવે છે!

Cabbage Capsicum Sabzi, Healthy Simla Mirch Gobi Sabzi recipe In Gujarati

This recipe has been viewed 4268 times



કોબી અને કેપ્સીકમ સબ્જી | શિમલા મરચા નું શાક | કોબી નું સુકુ શાક - Cabbage Capsicum Sabzi, Healthy Simla Mirch Gobi Sabzi recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૪ માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો

કોબી અને કેપ્સીકમ સબ્જી બનાવવા માટે
૨ કપ પાતળી લાંબી કાપેલી કોબી
૧/૨ કપ સ્લાઇસ કરેલા સિમલા મરચાં
૧ ટીસ્પૂન તેલ
૧/૪ ટીસ્પૂન રાઇ
એક ચપટી હીંગ
એક ચપટી હળદર
૧ ટીસ્પૂન બારીક સમારેલા લીલા મરચાં
મીઠું , સ્વાદાનુસાર
૧/૨ ટીસ્પૂન ધાણા પાવડર
૧ ટીસ્પૂન લીંબુનો રસ
કાર્યવાહી
કોબી અને કેપ્સીકમ સબ્જી બનાવવા માટે

    કોબી અને કેપ્સીકમ સબ્જી બનાવવા માટે
  1. એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરો અને તેમાં રાઇ નાખો.
  2. જ્યારે રાઇ તતડી જાય ત્યારે તેમાં હિંગ, હળદર પાવડર, લીલા મરચા નાખો અને મધ્યમ તાપ પર થોડી સેકંડ માટે સાંતળો.
  3. કોબી, શિમલા મરચાં અને મીઠું, ૧ ચમચી પાણી ઉમેરો, સારી રીતે મિક્સ કરી દો અને મધ્યમ તાપ પર થોડા-થોડા સમયે હલાવતા રહી ૨ થી ૩ મિનિટ સુધી રાંધો.
  4. ધાણા પાવડર અને લીંબુનો રસ નાંખી, બરાબર મિક્સ કરી ધીમા તાપ પર થોડા-થોડા સમયે હલાવતા રહી વધુ ૧ મિનિટ માટે રાંધો.
  5. તરત જ પીરસો.

Reviews