ચીઝી મશરૂમ રેસીપી | મશરૂમ સ્ટાર્ટર રેસીપી | સ્ટફડ ચીઝી મશરૂમ | Cheesy Mushrooms, Stuffed Indian Cheesy Mushrooms

ચીઝી મશરૂમ રેસીપી | મશરૂમ સ્ટાર્ટર રેસીપી | સ્ટફડ ચીઝી મશરૂમ | cheesy mushrooms in gujarati | with 13 amazing images.

ચીઝી મશરૂમ રેસીપી અદ્ભુત સ્વાદ, ચીઝ અને મશરૂમને એકસાથે માણવાની એક સરસ રીત છે. મશરૂમ, જ્યારે આ આશ્ચર્યજનક પૂરણ સાથે બેક કરવામાં આવે છે, ત્યારે એ એક ઉત્તમ મશરૂમ સ્ટાર્ટર રેસીપીમાં રૂપાંતર થાય છે, જે તમને ઘણી બધી પ્રશંસા કમાવીને આપશે.

બધા મશરૂમ પ્રેમીઓ માટે આ બનાવવું માત્ર એકદમ સરળ નથી, પણ એકદમ સ્વાદિષ્ટ અને ભવ્ય પણ છે!

ચીઝી મશરૂમ રેસીપી માટે ટિપ્સ: ૧. તમે પૂરણમાં કેપ્સિકમ જેવા અન્ય ક્રન્ચી શાકભાજીનો પણ ઉપયોગ કરી શકો છો. ૨. પૂરણમાં નરમ માખણ ઉમેરવાનું પસંદ કરો જેથી તે અન્ય ઘટકોની સાથે સારી રીતે મિક્સ થાય અને બંધનમાં મદદ કરે. ૩. મીઠું ઉમેરતી વખતે સાવચેત રહો કારણ કે આપણે ચીઝનો ઉપયોગ કર્યો છે. ૪. જો તમે દાંડીને વાપરવા માંગતા તો તમે તેને બારીક કાપી શકો છો અને ઝડપથી તેને સાંતળીને અને મિશ્રણમાં ઉમેરી શકો છો.

Cheesy Mushrooms, Stuffed Indian Cheesy Mushrooms recipe In Gujarati

ચીઝી મશરૂમ રેસીપી - Cheesy Mushrooms, Stuffed Indian Cheesy Mushrooms recipe in Gujarati

તૈયારીનો સમય:    બેકિંગનું તાપમાન:  ૧૮૦° સે (૩૬૦° ફે)   બેકિંગનો સમય:  ૧૫ મિનિટ   રાંધવા સમય લેવામાં :    કુલ સમય :     ૨૫ ચીઝી મશરૂમ માટે
મને બતાવો ચીઝી મશરૂમ

ઘટકો

ચીઝી મશરૂમ માટે
૨૫ મોટા કદના મશરૂમ

મીક્સ કરીને પૂરણ તૈયાર કરવા માટે
૧ કપ ખમણેલું પ્રોસેસ્ડ ચીઝ
૧/૪ કપ બારીક સમારેલા કાંદા
૨ ટીસ્પૂન બારીક સમારેલું લસણ
૨ ટીસ્પૂન બારીક સમારેલા લીલા મરચાં
૧/૨ ટીસ્પૂન રાઇનો પાવડર
૧/૪ કપ બ્રેડ ક્રમ્બસ્
૨ ટીસ્પૂન માખણ
મીઠું , સ્વાદાનુસાર
કાર્યવાહી
ચીઝી મશરૂમ બનાવવા માટે

    ચીઝી મશરૂમ બનાવવા માટે
  1. ચીઝી મશરૂમ બનાવવા માટે, પૂરણને ૨૫ સમાન ભાગોમાં વહેંચો અને એક બાજુ રાખો.
  2. મશરૂમની દાંડી દૂર કરો અને તેને કાઢી નાખો જેથી મશરૂમની કેપ્સમાં ખાડો રચાય.
  3. પૂરણના ભાગ સાથે દરેક મશરૂમ કેપને ભરો.
  4. ગ્રીસ કરેલી બેકિંગ ટ્રે પર સ્ટફ્ડ મશરૂમ ગોઠવો અને આગળથી ગરમ કરેલા ઑવનમાં ૧૮૦° સે (૩૬૦° ફે) પર ૧૦ મિનિટ માટે બેક કરો.
  5. ચીઝી મશરૂમને તરત જ પીરસો.
વિગતવાર ફોટો સાથે ચીઝી મશરૂમ રેસીપી

ચીઝી મશરૂમ માટે ટિપ્સ

  1. તમે પૂરણમાં કેપ્સિકમ જેવા અન્ય ક્રન્ચી શાકભાજીનો પણ ઉપયોગ કરી શકો છો.
  2. પૂરણમાં નરમ માખણ ઉમેરવાનું પસંદ કરો જેથી તે અન્ય ઘટકોની સાથે સારી રીતે મિક્સ થાય અને બંધનમાં મદદ કરે.
  3. મીઠું ઉમેરતી વખતે સાવચેત રહો કારણ કે આપણે ચીઝનો ઉપયોગ કર્યો છે.
  4. જો તમે દાંડીને વાપરવા માંગતા તો તમે તેને બારીક કાપી શકો છો અને ઝડપથી તેને સાંતળીને અને મિશ્રણમાં ઉમેરી શકો છો.

Reviews