ગુજરાતી કઢી રેસીપી | હેલ્ધી ગુજરાતી કઢી | સફેદ કઢી બનાવવાની રીત | કઢી રેસીપી | Kadhi ( Gujarati Recipe)

ગુજરાતી કઢી રેસીપી | હેલ્ધી ગુજરાતી કઢી | સફેદ કઢી બનાવવાની રીત | કઢી રેસીપી | gujarati kadhi in gujarati | with amazing 20 images.

ગુજરાતી કઢીએ ગુજરાતી રેસીપીઓમાંથી એક અવિભાજ્ય રેસીપી છે. સફેદ કઢી મૂળભૂત રીતે એક અદભૂત મીઠી અને મસાલેદાર દહીં મિશ્રણ છે જેને ચણાના લોટથી જાડું કરવામાં આવે છે, જેને પાકોડા અને કોફટ જેવા અન્ય ઘટકોનો ઉપયોગ કરીને સ્વાદ વધારી શકાય છે. ગુજરાતી કઢી એ ખૂબ પ્રખ્યાત ગુજરાતી રેસીપી છે અને તે દરરોજ ઘણીવાર રાંધવામાં આવે છે.

આ સરળ વાનગીમાં કુનેહ અને પૂર્ણતાની આવશ્યકતા હોય છે, જે પ્રૅક્ટિસથી આવે છે. યાદ રાખો કે ગુજરાતી કઢીને ક્યારે પન વધારે તાપ પર ઉકાળવું નહીં કારણ કે તે કર્લ્ડ થાય છે. ગુજરાતી કઢી રેસીપી બનાવતા સમય તમારે માપનની કાળજી લેવી જોઈએ.

Kadhi ( Gujarati Recipe) In Gujarati

ગુજરાતી કઢી રેસીપી | હેલ્ધી ગુજરાતી કઢી | સફેદ કઢી બનાવવાની રીત | કઢી રેસીપી - Kadhi ( Gujarati Recipe) in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૬ માત્રા માટે

ઘટકો

કઢી માટે
૨ કપ તાજું દહીં
૫ ટેબલસ્પૂન ચણાનો લોટ
૨ ટીસ્પૂન ઘી
૧/૨ ટીસ્પૂન જીરું
૧/૨ ટીસ્પૂન રાઇ
૨ ટીસ્પૂન હીંગ
કડી પત્તા
મીઠું , સ્વાદાનુસાર
૧ ટીસ્પૂન આદુ-લીલા મરચાંની પેસ્ટ
૨ ટેબલસ્પૂન સાકર

સજાવવા માટે
૨ ટેબલસ્પૂન બારીક સમારેલી કોથમીર

કઢી સાથે પીરસવા માટે
રોટલી
પુરાણ પોળી
ખીચડી
કાર્યવાહી
કઢી બનાવવા માટે

    કઢી બનાવવા માટે
  1. કઢી બનાવવા માટે, એક ઊંડા બાઉલમાં દહીં અને ચણાના લોટને ભેળવી દો અને જ્યાં સુધી કોઈ ગઠ્ઠો ના રહે ત્યાં સુધી જેરી લો.
  2. તેમાં ૩ કપ પાણી ઉમેરો અને બરાબર મિક્સ કરી એક બાજુ રાખો.
  3. કઢાઈમાં ઘી ગરમ કરો અને તેમાં જીરું અને રાઇ નાખો.
  4. જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં હીંગ અને કડી પત્તા નાંખો અને થોડીવાર સુધી સાંતળી લો.
  5. તેમાં તૈયાર કરેલુ દહીં-ચણાના લોટ-પાણીનું મિશ્રણ, મીઠું, આદુ-લીલા મરચાંની પેસ્ટ અને સાકર નાંખી, બરાબર મિક્સ કરી, વચ્ચે વચ્ચે હલાવતા ૨ મિનિટ માટે ઉકાળો.
  6. તાપ ઓછો કરો, ૮ થી ૧૦ મિનિટ સુધી ધીમે ધીમે ઊકળો અને વચ્ચે વચ્ચે હલાવતા રહો.
  7. કઢીને કોથમીર વડે સજાવો અને રોટલી, પુરાણ પોળી અને ખીચડી સાથે ગરમા ગરમ પીરસો.
વિગતવાર ફોટો સાથે ગુજરાતી કઢી રેસીપી | હેલ્ધી ગુજરાતી કઢી | સફેદ કઢી બનાવવાની રીત | કઢી રેસીપી

ગુજરાતી કઢી બનાવવા માટે

  1. ગુજરાતી કઢી બનાવવા માટે | હેલ્ધી ગુજરાતી કઢી | સફેદ કઢી બનાવવાની રીત | કઢી રેસીપી | gujarati kadhi in gujarati | એક મોટા બાઉલમાં દહીં ઉમેરો.
  2. ચણાનો લોટ ઉમેરો.
  3. ૩ કપ પાણી ઉમેરો. જો તમને જાડા કઢી ગમતી હોય તો ચણાના લોટની માત્રા વધારવો અથવા ઉમેરતા પાણીની માત્રા ઘટાડો.
  4. હ્વિસ્કનો ઉપયોગ કરીને, ત્યાં સુધી સારી રીતે મિક્સ કરી દો જ્યાં સુધી કોઈ ગઠ્ઠો ન રહે. તમે હેન્ડ બ્લેન્ડરનો પણ ઉપયોગ કરી શકો છો.
  5. કઢાઈમાં ઘી ગરમ કરો અને તેમાં જીરું અને રાઇ નાખો. હંમેશા કઢીને મોટા કદની કઢાઈમાં બનાવો, કારણ કે કઢીને ઉકળવાની છે અને જો કઢાઈ નાની હશે, તો તે ઉભરાઈ જશે.
  6. જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં હીંગ, કડી પત્તા નાંખો અને ૩૦ સેકંડ માટે સાંતળી લો, નહીં તો બળી જશે.
  7. તેમાં તૈયાર કરેલુ દહીં-ચણાના લોટ-પાણીનું મિશ્રણ ઉમેરો.
  8. આદુ-લીલા મરચાંની પેસ્ટ ઉમેરો. તે ગુજરાતી કઢીઓને એક સરસ સ્વાદ આપે છે.
  9. સાકર ઉમેરો. ગુજરાતી કઢી રેસિપીમાં ઘણા ગુજરાતી ઘરગથ્થુ ગોળનો ઉપયોગ મીઠાઇ તરીકે કરે છે. તમે જે પણ ઉપલબ્ધ છે તેનો ઉપયોગ કરી શકો છો. કેટલાક લોકો કઢીમાં પીળો રંગ આપવા માટે હળદર પણ ઉમેરી દે છે, જો તમે ઇચ્છો તો તમે પણ ઉમેરવાનો પ્રયાસ કરી શકો છો.
  10. સ્વાદ માટે મીઠું ઉમેરો.
  11. તેને ખૂબ જ સારી રીતે મિક્સ કરો અને મધ્યમ તાપ પર સતત હલાવતા ૨ મિનિટ સુધી રાંધી લો. સુનિશ્ચિત કરો કે તાપ વધારે નહીં હોય, નહીં તો તે ફાટવાની શરૂઆત કરે છે. પ્રારંભિક બે મિનિટમાં સતત હલાવતા રહેવું પણ મહત્વપૂર્ણ છે જેથી મિશ્રણ સારી રીતે મિક્સ થઈ જાય અને બેસી ન જાય.
  12. તાપ ઘટાડો અને વચ્ચે વચ્ચે હલાવતા રહી ૮ થી ૧૦ મિનિટ સુધી ઊકળો. આ બિંદુએ, તમારે સતત હલાવવાની જરૂર નથી કારણ કે હવે કઢી ફાટશે નહીં.
  13. ગુજરાતી કઢી ને | હેલ્ધી ગુજરાતી કઢી | સફેદ કઢી બનાવવાની રીત | કઢી રેસીપી | gujarati kadhi in gujaratiકોથમીર વડે સજાવી રોટલી, પુરાણ પોળી અને ખીચડી સાથે ગરમા ગરમ પીરસો.
  14. ગુજરાતી કઢી | હેલ્ધી ગુજરાતી કઢી | સફેદ કઢી બનાવવાની રીત | કઢી રેસીપી | gujarati kadhi in gujarati | પેટ માટે હલકી છે, પરંતુ તમે પકોડા, વેજીટેબલ ડબકા કઢી , ભીંડા ની કઢી અથવા બાજરાના રોટલા ની કઢી પણ બનાવી શકો છો.

Reviews