ચીલી પનીર રેસીપી | રેસ્ટોરાં સ્ટાઇલ પનીર ચીલી રેસીપી | ઇન્ડોચાઇનીઝ ચીલી પનીર | Chilli Paneer

ચીલી પનીર રેસીપી | રેસ્ટોરાં સ્ટાઇલ પનીર ચીલી રેસીપી | ઇન્ડોચાઇનીઝ ચીલી પનીર | chilli paneer recipe in gujarati | with 32 amazing images.

ચીલી પનીર એક રેસ્ટોરન્ટ સ્ટાઇલ પનીર ચીલી રેસીપી છે જે એક ઇન્ડો-ચાઇનીઝ ચીલી પનીર રેસીપી છે. ચીલી પનીર એ એક ઇન્ડો-ચાઇનીઝ સ્ટાર્ટર રેસીપી છે જે સરળતાથી બેટર-કોટિંગ અને ડીપ-ફ્રાયિંગ પનીર ક્યુબ્સ દ્વારા બનાવવામાં આવે છે, જેને લીલા મરચાં અને લીલા કાંદા માં ટૉસ કરો અને ઓરિએન્ટલ ચટણી દ્વારા આ રેસીપી શાનદાર ભોજન બનાવવામાં આવે છે.

રેસ્ટોરાં સ્ટાઇલ પનીર ચીલી રેસીપી સ્ટાર્ટર તરીકે અથવા મુખ્ય કોર્સના સાથી તરીકે પીરસો.

Chilli Paneer recipe In Gujarati

ચીલી પનીર રેસીપી | રેસ્ટોરાં સ્ટાઇલ પનીર ચીલી રેસીપી | ઇન્ડોચાઇનીઝ ચીલી પનીર - Chilli Paneer recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૪ માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો

ચીલી પનીર માટે
૧ ૧/૨ કપ પનીરના ચોરસ ટુકડા
૩ ટેબલસ્પૂન કોર્નફલોર
તેલ , તળવા માટે

મિક્સ કરીને બેટર તૈયાર કરવા માટે
૧/૪ કપ કોર્નફલોર
૧/૪ કપ મેંદો
૧ ટીસ્પૂન સોયા સૉસ
૧ ટીસ્પૂન લાલ મરચાંનો પાવડર
૧/૪ ટીસ્પૂન તાજો પીસેલો કાળા મરીનો પાવડર
મીઠું , સ્વાદાનુસાર
૧/૨ કપ પાણી

ચીલી પનીર માટે અન્ય સામગ્રી
૧ ૧/૨ ટેબલસ્પૂન તેલ
૧ ટીસ્પૂન ખમણેલું આદુ
૨ ટીસ્પૂન બારીક સમારેલું લસણ
૨ ટીસ્પૂન બારીક સમારેલા લીલા મરચા
૧/૪ કપ સમારેલા લીલા કાંદાના પાન (લીલા અને સફેદ)
૧/૪ કપ કાંદાના ટુકડા
૧/૪ કપ સિમલા મરચાંના ટુકડા
૨ ટીસ્પૂન લાલ મરચાંની પેસ્ટ
૧/૨ ટીસ્પૂન સોયા સૉસ
૧/૨ ટીસ્પૂન વિનેગર
મીઠું , સ્વાદાનુસાર
૧ ટીસ્પૂન લાલ મરચાંનો સૉસ

મિક્સ કરીને કોર્નફ્લોર-પાણીનું મિશ્રણ
૨ ટીસ્પૂન કોર્નફ્લોર
૫ ટીસ્પૂન પાણી

સજાવવા માટે
૧/૪ કપ સમારેલા લીલા કાંદાના પાન (લીલા અને સફેદ)
કાર્યવાહી
ચીલી પનીર બનાવવા માટે

    ચીલી પનીર બનાવવા માટે
  1. પનીરના ચોરસ ટુકડા અને કોર્નફ્લોરને ઊંડા બાઉલ અથવા પ્લેટમાં ભેગું કરો અને તેમને સારી રીતે ટૉસ કરી લો.
  2. ઉપરના કોર્નફ્લોર કોટેડ પનીરના ચોરસ ટુકડાને તૈયાર બેટરમાં ઉમેરો અને હલ્કે થી ટૉસ કરી લો.
  3. એક ઊંડા નોન-સ્ટીક પેનમાં તેલ ગરમ કરો અને એક જ સમયે થોડા ટુકડા તળી લો, ત્યાં સુધી તે બધી બાજુઓથી ગોલ્ડન બ્રાઉન રંગના થાય. ટીશ્યુ પેપર પર કાઢીને લો. અને એક બાજુ રાખો.

ચીલી પનીર બનાવવા માટે આગળની રીત

    ચીલી પનીર બનાવવા માટે આગળની રીત
  1. ચીલી પનીર બનાવવા માટે, એક ઊંડી નોન-સ્ટીક કઢાઈ અથવા પૈનમાં તેલ ગરમ કરો, તેમાં લસણ, આદુ અને લીલા મરચા નાખો અને મધ્યમ તાપ પર થોડી સેકંડ માટે સાંતળી લો.
  2. લીલા કાંદા, કાંદાના ટુકડા, સિમલા મરચાં ઉમેરો અને મધ્યમ તાપ પર થોડી સેકંડ માટે સાંતળી લો.
  3. લાલ મરચાંની પેસ્ટ, સોયા સૉસ, વિનેગર અને લાલ મરચાંનો સૉસ ઉમેરો અને મધ્યમ તાપ પર થોડી સેકંડ માટે રાંધી લો.
  4. તળેલા પનીરના ટુકડા ઉમેરો અને ધીમા તાપ પર થોડી સેકંડ માટે સાંતળી લો.
  5. કોર્નફ્લોર-પાણીનું મિશ્રણ ઉમેરો, ધીમેથી મિક્સ કરી દો અને થોડી સેકંડ માટે ઊંચા તાપ પર રાંધી લો.
  6. ચીલી પનીરને લીલા કાંદાના પાન (લીલા અને સફેદ)થી ગાર્નિશ કરીને તરત પીરસો.

Reviews