ચાઇનીઝ રાઇસ રેસીપી | રાંધેલા ચાઇનીઝ રાઇસ | ચાઇનીઝ શૈલીથી બાફેલા રાઈસ | ચાઇનીઝ રેસીપી માટે કેવી રીતે રાઈસ રાંધવા | Chinese Rice, Chinese Cooked Rice

ચાઇનીઝ રાઇસ બનાવવાની એક ખાસ રીત છે, જે વડે ચોખા સારી રીતે રંધાઇને દાણાદાણ છુટા બનીને શેઝવાન ફ્રાઇડ રાઇસ જેવી કે પછી ૫-સ્પાઇસ મશરૂમ રાઇસ જેવી વાનગી બનાવી શકાય અને સ્ટર-ફ્રાય અને સૂપ જેવી વાનગીમાં પણ આ ભાતનો કરી શકાય છે. અહીં તમને ખ્યાલ આવ્યો જ હશે કે ભાત અને નૂડલ્સ્ રાંધવાની ચાઇનીઝ રેસીપીમાં સમાનતા એ છે કે બન્ને વાનગીમાં રાંધવા માટે તેલ અને તેને તાજા કરવા માટે ઠંડા પાણીનો ઉપયોગ કરવામાં આવે છે જેથી ભાત નરમ બને અને લોંદો ન થઇ જાય.

Chinese Rice,  Chinese Cooked Rice recipe In Gujarati

ચાઇનીઝ રાઇસ - Chinese Rice, Chinese Cooked Rice recipe in Gujarati

તૈયારીનો સમય:    પલાળવાનો સમય:  ૩૦ મિનિટ   બનાવવાનો સમય:    કુલ સમય :     ૩.૫કપ માટે
મને બતાવો કપ

ઘટકો
૧ કપ બાસમતી ચોખા
૨ ટેબલસ્પૂન તેલ
૧ ટીસ્પૂન મીઠું
કાર્યવાહી
    Method
  1. ચોખાને સારી રીતે ધોઇ એક બાઉલમાં જરૂરી પાણી સાથે ૩૦ મિનિટ સુધી પલાળી રાખ્યા બાદ નીતારીને બાજુ પર રાખો.
  2. એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં ૪ કપ પાણી ઉકાળી તેમાં મીઠું અને ૧ ટેબલસ્પૂન તેલ મેળવી સારી રીતે મિક્સ કરી લો.
  3. આ ઉકળતા પાણીમાં ચોખા મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧૦ થી ૧૫ મિનિટ અથવા ચોખા અંદાજે ૮૫% રંધાઇ જાય ત્યાં સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
  4. તે પછી તેને ગરણી વડે ગાળી પાણી નીતારી લો. તે પછી આ ચોખા વધુ ન રંધાઇ જાય તે માટે તેની ઉપર ઠંડું પાણી રેડો.
  5. હવે ખાત્રી કરી લો કે ચોખામાંથી બધુ પાણી નીકળી ગયું છે અને ચોખામાં થોડી પણ ભીનાશ રહી નથી.
  6. હવે તેમાં બાકી રહેલું ૧ ટેબલસ્પૂન તેલ મેળવી તેને હળવેથી મિક્સ કરી લો.
  7. આ રાંધેલા ભાતને એક સપાટ ડીશમાં પાથરી તેને ઠંડી થવા ૧૦ મિનિટ બાજુ પર રાખો.
  8. જ્યારે જરૂર પડે ત્યારે ઉપયોગ કરો.
વિગતવાર ફોટો સાથે ચાઇનીઝ રાઇસ ની રેસીપી

ચાઇનીઝ રાઇસ રાંધવાની રીત

  1. ચાઇનીઝ રાઇસ રાંધવા માટે | રાંધેલા ચાઇનીઝ રાઇસ | ચાઇનીઝ શૈલીથી બાફેલા રાઈસ | ચાઇનીઝ રેસીપી માટે કેવી રીતે રાઈસ રાંધવા | Chinese steamed rice in Gujarati | ૧ કપ બાસમતી ચોખાને જ્યાં સુધી તમને સ્પષ્ટ પાણી ન મળે ત્યાં સુધી ચાલતા પાણીની નીચે સારી રીતે ધોઈ લો. ચોખામાંથી સ્ટાર્ચ કાઢવાથી રાંધવા પછી ચોખાનો દાણો અલગ મળે છે.
  2. એક ઊંડા બાઉલમાં નાખો અને ૩૦ મિનિટ સુધી પૂરતા પાણીમાં પલાળી લો.
  3. ગાળણીની સહાયથી ગાળી લો અને એક બાજુ રાખો.
  4. એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં ૪ કપ પાણી ઉકાળી લો.
  5. મીઠું નાખો.
  6. તદુપરાંત, ૧ ટેબલસ્પૂન તેલ તેલ ઉમેરો અને સારી રીતે મિક્સ કરી લો.
  7. ઉકળતા પાણીમાં ચોખા ઉમેરો અને બરાબર મિક્સ કરી લો.
  8. મધ્યમ તાપ પર ૮ થી ૧૦ મિનિટ અથવા ચોખા અંદાજે ૮૫% રંધાઇ જાય ત્યાં સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
  9. તેને ગાળણીનો ઉપયોગ કરીને ગાળી લો અને પાણીને બહાર કાઢી દો. આ તમને રંધાયા પછી લગભગ ૩ કપ રાઇસ આપશે. ચોખાને વધારે પડતાં રાંધતા નહીં, નહીં તો એ નરમ અને મસી થઈ થશે.
  10. ચોખા પર થોડું ઠંડુ પાણી રેડો જેથી તે વધુ ન રંધાઇ જાય. ચોખામાંથી ભેજ ન આવે તે માટે સુનિશ્ચિત રીતે બધા પાણીને નીતારી લો.
  11. બાકીના ૧ ટેબલસ્પૂન તેલ ઉમેરો. આ ચોખાને એક સાથે ચોંટતા રોકે છે.
  12. હળવેથી મિક્સ કરી લો. ખાતરી કરો કે દરેક ચોખાના દાણા તેલથી સારી રીતે કોટે થઈ જાય.
  13. ચાઇનીઝ રાઇસને | રાંધેલા ચાઇનીઝ રાઇસ | ચાઇનીઝ શૈલીથી બાફેલા રાઈસ | ચાઇનીઝ રેસીપી માટે કેવી રીતે રાઈસ રાંધવા | Chinese steamed rice in Gujarati | એક સપાટ ડીશમાં પાથરી તેને ઠંડુ થવા ૧ થી ૨ કલાક સુધી બાજુ પર રાખો.
  14. ચાઇનીઝ રાઇસને | રાંધેલા ચાઇનીઝ રાઇસ | ચાઇનીઝ શૈલીથી બાફેલા રાઈસ | ચાઇનીઝ રેસીપી માટે કેવી રીતે રાઈસ રાંધવા | Chinese steamed rice in Gujarati | બીજી પ્લેટથી ઢાંકી દો જેથી રાઇસ સૂકાઇ ન શકે. જરૂરી મુજબ વાપરો.

Reviews